________________
: ૨૨૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
રાહ જુઓ છો ? મારા વિશાલ વક્ષસ્થલમાં તમે શક્તિ છે. આમ છંછેડાએલા નરેન્દ્ર કેધ કરીને કમ્મર પર ખેસ બરાબર મજબૂત બાંધીને જળતા અગ્નિ સરખી મહાશક્તિને ઉંચી કરી. દ્ધા એગ્ય વૈશાખ-સંસ્થાન, અર્થાત્ પગ પહોળા કરીને ઉભા રહેવા રૂપ આકૃતિ કરીને શત્રુદમ રાજાએ શક્તિ છેડી અને લક્ષ્મણે પણ જમણા હાથથી તે શક્તિને સલુકાઈથી પકડી લીધી. વળી ડાબા હાથમાં બીજી ગ્રહણ કરી અને બે બગલમાં બીજી બે ધારણ કરી, એટલે જાણે ચાર દંકૂશળવાળ ઐરાવણ હાથી હેય તેમ લક્ષ્મણ શોભવા લાગ્યા. ક્રોધ પામેલા સર્પ સરખી પાંચમી મહાશક્તિ પ્રાપ્ત થઈ. સિંહ અને શરભ જેમ દાંતથી માંસ પકડે, તેમ લમણે તેને દાંતથી પકડી. ત્યાર પછી આકાશમાં રહેલા દેવએ ઉત્તમ પુષ્પ અને સુગંધી ચૂર્ણની વૃષ્ટિ કરી, બીજા કેટલાક દેવ જયકાર પિોકારતા દુંદુભિ વગાડવા લાગ્યા. ત્યાર પછી લક્ષમણે કહ્યું કે, “હે અરિદમન ! હવે તમે મારે શક્તિ-પ્રહાર ગ્રહણ કરે, તે વચન સાંભળીને લેકે સહિત રાજા ભય પામ્યા. ત્યાર પછી તે જિતપદ્મા કન્યા લક્ષમણની પડખે ઉભી રહી, ત્યારે દિવ્યરૂપના કારણે ઈન્દ્રની દેવી સરખી તે શાભવા લાગી. સુભટો, દેશવાસી લોક અને શત્રુદમ રાજાની સમક્ષ કન્યાએ સુન્દર અવયવવાળા, તથા પોતાની ઈચ્છાથી વરણ કરેલા લક્ષ્મણને અંગીકાર કર્યો. વિનયથી નમેલા મસ્તકવાળા લક્ષમણને રાજા કહેવા લાગ્યા કે- “હે લક્ષમણ ! અમે તમારા તરફ જે કંઈ પણ ખરાબ વર્તન કર્યું હોય, તેની ક્ષમા માગીએ છીએ.” એવી રીતે લક્ષમણે પણ શત્રુદમન રાજાને ખમાવ્યા. ત્યારપછી મધુર વચનથી રાજાએ કહ્યું કે મારી પુત્રીને મંગલમહોત્સવ અહીં કરે. ત્યારે લમણે કહ્યું કે, “મારા મોટા બધુ અહીં બહાર ઉદ્યાનમાં રહેલા છે, તે આ પરમાર્થ જાણે છે, માટે હે રાજન્ ! તેમની પાસે જઈને પૂછો.”
રથ પર આરૂઢ થઈને લક્ષમણની સાથે જિતપદ્મા તથા મંત્રીઓની સાથે રાજા પણ રામની પાસે ગયા. જિતપદ્મા સાથે લક્ષ્મણ રથમાંથી નીચે ઉતર્યા અને તે સહુ રામને પ્રણામ કરીને નીચે બેઠા. પરિજન, સામજો અને બધુઓથી યુક્ત શત્રુદમન પણ રામના ચરણયુગલમાં પ્રણામ કરીને બેઠા. ત્યાં એક ક્ષણ રેકાઈને શરીરના કુશલસમાચાર પૂછીને સીતા સહિત રામને રાજાએ નગરમાં પ્રવેશ કરાવ્યો. હર્ષ પામેલા અને તુષ્ટ થએલા મનવાળા રાજાએ હજારે વાજિંત્રોના વાદન અને નૃત્ય કરતા લોકે વાળે અત્યન્ત સુન્દર મહાઆનન્દદાયક મહત્સવ મનાવ્યું. કેટલોક સમય ત્યાં રોકાઈને ભેગે તરફ આસક્તિ વગરના, જવા માટે એક મનવાળા તે બંને કુમારેએ પ્રયાણનો નિશ્ચય કર્યો. વિરહાનલથી ભય પામેલી જિતપદ્માને દેખીને લક્ષમણે આશ્વાસન આપ્યું અને વનમાલાની જેમ તેને પણ પાછા મળવાને વિશ્વાસ આપે. સર્વ નગરલોકોને અતિ આપીને સીતા અને લક્ષમણની સાથે રામ રાત્રિના સમયે નગરમાંથી નીકળી ગયા. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય-પ્રભાવને મહાશક્તિસંપન્ન રામ અને લક્ષમણ જે કે ફરતા ફરતા જુદા જુદા દેશમાં જતા હતા, તે પણ ત્યાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org