________________
[૩૮] જિતપદ્મા-આખ્યાન
: ૨૨૫ :
ત્યાં સુધી અહીં રહેજે અને તારા આત્માને ખેદ ન પમાડીશ. હે ચંદ્રસરખા મુખવાળી! જે હું કહ્યા પ્રમાણે તારી પાસે પાછો ન આવું તે સમ્યકત્વરહિત પુરુષની જે ગતિ થાય, તે મારી ગતિ થશે. નિશ્ચય મનવાળા અમે પિતાના વચનને પાલન કરનારા છીએ અને તેથી અમારે ચેકસ સ્થળે પહોંચવું જોઈએ, માટે ત્યાં જઈને ફરી પાછા અવશ્ય તારી પાસે આવીશ. આ પ્રમાણે હજારો વચનથી વનમાલાને આશ્વાસન આપીને લક્ષમણ રામ પાસે આવ્યા. ત્યાર પછી નગરલોક ઉંઘતા હતા, તેવા સમયે સીતા સહિત અવાજ કર્યા વગર ગુપચુપ નગરમાંથી નીકળી ગયા અને વૃક્ષેનાં સુંદર ફલેને આસ્વાદ કરતા જંગલના માર્ગે આગળ વધ્યા.
જંગલને ઉ૯લંધીને તેના સીમાડાના પ્રદેશમાં મધ્યભાગમાં રહેલા ક્ષેમાંજલિપુરમાં આવી પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં સુખપૂર્વક નિવાસ કર્યો. લક્ષમણ આહાર લાવ્યા, એટલે ઈચ્છાનુસાર ભોજન કર્યા પછી સીતા સાથે રામ ત્યાં ગામમાં રહેલા હતા. પછી રામની અનુજ્ઞા માગીને લમણે ઉત્તમ ભવનાવાળા ક્ષેમાંજલિપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં સ્ત્રી ખાતર રાજાએ છોડેલ શક્તિ હથિયારો પ્રહાર કોણ સહન કરવા સમર્થ છે?” એવા ભાવવાળા એક મનુષ્ય ઉચ્ચારેલા વચનને સાંભળીને લમણે તે પુરુષને પૂછ્યું કે, પ્રહાર કેણ કરશે? શક્તિની શી હકીક્ત છે? તે મહિલા કોણ છે? ત્યારે તે પુરુષે લક્ષ્મણને કહ્યું કે–આ નગરમાં શત્રુદમન નામના રાજા છે, તેની ભાર્યા કનકાભા અને તેમની જિતપદ્મા નામની પુત્રી છે. તે પુરુષષિણી] વિષકન્યા છે. રાજાના કઠોર હાથથી છેડેલી શક્તિને પ્રહાર જે સહન કરશે, તેને આ જિતપદ્મા કન્યા મળશે, એ વાત તમે શું નથી સાંભળી? એ વાત સાંભળીને રેષવાળા તેમ જ વિસ્મય હૃદયવાળા લક્ષ્મણે તે કન્યા માટે રાજભવનમાં પ્રવેશ કર્યો.
નીલકમલ સમાન અત્યન્ત શ્યામ વર્ણવાળા અને કાન્તિના આશ્રયરૂપ લમણને જોઈને જિતશત્રુ રાજાએ કહ્યું કે, “આને માટે જલ્દી સુન્દર આસન લાવે.” રાજાએ વળી પૂછયું કે, “તમે ક્યાંથી આવો છે? તમારું નામ શું છે ? અને કયા કારણે પૃથ્વીમાં એકલા પર્યટન કરી રહ્યા છે? તેના જવાબમાં લમણે કહ્યું કે, “હું ભારતરાજાને દૂત છું. કંઈક કારણથી હું અહિ આવેલો છું. ગર્વ ધારણ કરનારી તમારી પુત્રીને માનભંગ કરીશ.” ત્યારે રાજાએ કહ્યું કે-“જે મનુષ્ય મારા મજબૂત હસ્તથી છોડેલી શક્તિને પ્રહાર સહન કરશે, તે જ માત્ર તેને માનભંગ કરશે, તે વાતમાં સન્દહ નથી. તેના પ્રત્યુત્તરમાં લક્ષમણે જણાવ્યું કે- “હે રાજન્ ! એક શક્તિ શા માટે? મારા પર સામટી પાંચ શક્તિ છેડે, ઢીલ ન કરે. જ્યારે આ વાર્તાલાપ ચાલતું હતું, ત્યારે ગવાક્ષની અંદર રહેલી જિતપદ્મા કન્યા પુરુષને દ્વેષ છેડીને તે લક્ષમણને જોવા લાગી. પ્રસન્નહૃદયવાળી તે બે હાથની અંજલિ જોડીને પ્રણામ કરવા લાગી. લક્ષ્મણે પણ સંજ્ઞાથી તેને કહ્યું કે- “હે પ્રસન્નનેત્રવાળી! તું ભયને ત્યાગ કર.” લમણે રાજાને કહ્યું કે, “હે અરિદમન ! હજુ સ્થિરતા પકડીને કોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org