________________
[૩૮] જિતપદ્મા–આખ્યાન
: ૨૨૭ :
વિમલ કીર્તિ સંપાદન કરતા રામ અને લક્ષમણ સુખ, સન્માન અને દાનનો અનુભવ કરતા હતા. (૫૭)
પાચરિત વિષે “જિતપઘા આખ્યાન' નામના આડત્રીશમા પવને
ગૂર્જરનુવાદ પૂર્ણ થયે. [૩૮]
[૩૯] દેશભૂષણ અને કુલભૂષણનાં આખ્યાન
દેએ અર્પણ કરેલા ભેગોને ઉપભેગ કરનાર, શરીર અને ઉપકરણોથી ઉત્પન્ન થએલા ગૌરવવાળા, હાથમાં ગ્રહણ કરેલા ધનુષ-રત્નવાળા, સિંહની માફક નિર્ભય, અને ધીર એવા દશરથપુત્ર-રામ અને લક્ષમણ અનેક પ્રકારના વૃક્ષ, વેલા અને લતાઓનાં પુષ્પોની ગધથી સમૃદ્ધ એવી મહાઅટીમાં લીલા કરતા કરતા જતા હતા. કેઈક સ્થળે મેઘ સરખી શ્યામ, કેઈક સ્થળે પર્વતની ધાતુ અને પરવાળા સરખા વર્ણયુક્ત અવયવવાળી, કેઈક સ્થળે કુસુમ-સમૂહથી બગલાની કાંતિ સરખી સફેદ શભા અટવી વહન કરતી હતી. તે અટવીનું કામ કરીને ઉલ્લંઘન કરતા કરતા ત્યાં આવ્યા છે, જ્યાં વંશગિરિની સમીપમાં વંશસ્થલ નામનું નગર હતું. તે સમયે એક બીજાથી ઉતાવળા ઉતાવળા આગળ દેડતા એકદમ ઘણા નગરલોકો સામે આવતા અને પલાયન થતા દેખ્યા. ત્યારે રામે એક પુરુષને પૂછ્યું કે, “આ લોક કેના ભયથી પલાયન થાય છે, તે મને જલદી કહે. તેણે કહ્યું કે, “આજ ત્રણ દિવસથી આ પર્વતના શિખર ઉપરથી લોકો માટે ભત્પાદક એવો ભયંકર શબ્દ સંભળાયા કરે છે. જે આજ રાત્રે અમારો વધ કરવાની મતિવાળે કઈ આવી જાય, તે તેના ભયથી નરપતિ સહિત સમગ્ર લેક પલાયન થઈ રહેલ છે. આ વચન સાંભળીને સીતા રામને કહેવા લાગી કે, “એમ છે, તો આપણે પણ જ્યાં આ નગરલોક જાય છે, ત્યાં પલાયન થઈએ.” ત્યારે રામે સીતાને કહ્યું કે, “હે સુન્દરિ! કઈ દિવસ મરણ સરખી આપત્તિ સામે આવે, તે પણ સત્પરુષો પલાયન થાય ખરા કે ? એવા આપત્તિ–સમયમાં તે તેને સામને કરે. આ પ્રમાણે સીતાએ નિવારણ કરવા છતાં પણ લક્ષમણ સાથે રામ ચાલ્યા અને સીતાને એક સ્થાન પર બેસાડીને વંશગિરિ સન્મુખ ગયા.
નિર્મલ શિલાઓ, શિખરે અને વહેતા ઝરણાવાળા, તથા ગૃહસમૂહની નજીક રહેલ આકાશતલને ચુંબન કરતા વંશગિરિ ઉપર તેઓ ચડવા લાગ્યા. સીતાને હાથનું અવલંબન આપીને કઈક વિષમ સ્થળમાં બે ભુજાથી ઉચકીને રામે સીતાને કઈ પણ પ્રકારે આ મોટા પર્વત ઉપર ચડાવી. તે મહાપર્વતની ઉપર લાંબા કરેલા હસ્તયુગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org