________________
[૩૬] વનમાલા પર્વ
: ૨૧૯ :
પ્રયજન નથી. બીજાને આપવાની વાતે ચાલે છે-તેમ સાંભળીને હૃદયમાં મરણને નિશ્ચય કર્યો અને પિતાની પાસે જઈને કહેવા લાગી કે, “વનદેવતાની પૂજા કરવાની ઈચ્છા થઈ છે.” પિતાની અનુજ્ઞા પ્રાપ્ત થવાથી ઉપવાસ કરીને સખીવર્ગની સાથે બહાર નિકળી અને જ્યાં આગળ રામ વગેરે રોકાયા હતા, ત્યાં રાત્રિસમયે પહોંચી. વનદેવતાની પૂજા કરીને સાથે આવેલ સMવર્ગ ઉંઘી ગયે, ત્યારે શિબિરમાંથી બહાર નીકળીને પેલા વડવૃક્ષ નજીક પહોંચી. તે મોટા વડવૃક્ષના એકભાગમાં રહેલી હતી અને તે બાલિકા જે અક્ષરે બોલતી હતી, તે અક્ષરે તે બાલિકા પાસેથી લક્ષ્મણે સાંભળ્યા. “આ વૃક્ષનિવાસી હે વનદેવતા! આ મારું વચન લક્ષમણ પાસે જઈને તમે જણાવશે અને મારા મરણનો વૃત્તાન્ત તેમને નિવેદન કરે કે, “હે લક્ષમણ! તમારા વિયેગથી દુઃખિત થએલી, તમારા સિવાય બીજા કોઈને જેણે હદય અર્પણ કર્યું નથી, તે અરણ્યમાં કઠે પાશબંધન કરીને મૃત્યુ પામી છે.”
આ વચન બોલીને કંઠમાં વસ્ત્રને ફાંસો તૈયાર કરીને ડાળી સાથે બાંધતી હતી, ત્યારે લક્ષ્મણે ત્યાં જઈને તેને પકડી લીધી. આલિંગન કરીને કહેવા લાગ્યો કે, “હે. વિશાલનેત્રવાળી ! તે હું પોતે લક્ષ્મણ જ છું. અધિક શેક કરે છે, તેને ત્યાગ કર અને સમદષ્ટિથી મારી તરફ નજર કર.” લમણે તરત બાલિકાના કંઠમાંથી ફસે દૂર કર્યો અને અનેક વચનામૃતો કહીને અતિશય આશ્વાસન આપ્યું. અતિવિસ્મય પામેલી. તે બાલાએ અતિસુંદર રૂપથી લક્ષ્મણને ઓળખી લીધા અને તુષ્ટ થએલી તે કહેવા લાગી કે, “વનદેવીએ મારા પર આ કૃપા કરી, ત્યાર પછી લક્ષમણ આ વનમાલા કન્યાને રામના ચરણ-કમલ પાસે લઈ ગયો, એટલે અંજલિપુટ કરીને સીતા સહિત રામને પ્રણામ કર્યા. પોતાની સમાન તે કન્યાને દેખીને સીતા લફમણને હાસ્ય કરતાં કહેવા લાગી કે, “શું ચંદ્રની સાથે મિત્રાચારી કરી છે કે શું?” ત્યારે રામે પૂછયું કે, “હે વૈદેહી! તે કેવી રીતે જાણ્યું? હે સ્વામી! મેં તો માત્ર ચેષ્ટાથી જાણ્યું છે, તે આપ સાંભળો. જ્યારે આકાશમાં જ્યના સાથે ચન્દ્રનો ઉદય થયે, તે જ સમયે લક્ષમણ આ બાલા સાથે અહીં આવી પહોંચ્યા. “હે ભદ્ર! જેવી આજ્ઞા એમ કહીને લક્ષમણ વનમાલાની સાથે પાસે આવીને બેઠો. ત્યાર પછી વનમાલા સંબધી વાર્તાલાપ કરતા દેવ સરખા તેઓ ત્યાં વડલાના ઝાડ તળે બેઠાં.
હવે વનમાલાની સખીઓની નિદ્રા ઉડી ગઈ અને જાગૃત થઈ, ત્યારે વનમાલાની પથારી ખાલી દેખીને તેઓ તેની શોધ કરવા લાગી. નગરમાં રાજાને પણ ખબર પડી એટલે વિવિધ હથિયાર સહિત પાયદલ સૈન્ય આવ્યું અને તેની શોધ કરવા લાગ્યું. પરિભ્રમણ કરતાં કરતાં જ્યાં રામ-લક્ષમણ હતા, ત્યાં તેને દેખી, સેવકોએ જઈને મહિધર રાજાને સર્વ સમાચાર આપ્યા. વળી કહ્યું કે, “હે સ્વામી ! સમગ્ર બધુ સહિત તમારો અભ્યદય દેખું છું. આ નગરની પાસે અહીં લક્ષમણ અને રામ આવેલા છે. હે રાજન્! તમારી વનમાલા પુત્રી આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી. તેને લમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org