________________
=
=
=
=
=
=
: ૨૧૮ :
પઉમચરિય–પદ્મચરિત્ર, આ મહાત્મા મુનિ ગામ, નગર અને ખાણથી મંડિત પૃથ્વીમાં વિચરવા લાગ્યા. જે મનુષ્ય કપિલનું આ સુન્દર આખ્યાન એકાગ્ર મનવાળો થઈ શ્રવણ કરશે, તે એક હજાર ઉપવાસથી મળનાર વિમલ શરીર અને દિવ્ય ભોગસુખ દેવલોકમાં ભગવનાર થશે. (૮૧)
પદ્મચરિત વિષે કપિલ–ઉપાખ્યાન' નામના પાંત્રીશમાં
ઉદ્દેશાને ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૩૫].
[૩૬] વનમાલા પર્વ
ત્યાં રહેલા તેઓએ કમે કરી વર્ષાસમય આનન્દથી પસાર કર્યો. ત્યાર પછી શરદ સમય આવી પહોંચ્યો. પ્રયાણ કરવાના વ્યવસાયના ઉત્સાહવાળા રામને યક્ષપતિ કહેવા લાગ્યું કે, “હે દેવ ! જે કઈ અમારે અવિનય થયે હેય, તે આપે ક્ષમા આપવી.” આ પ્રમાણે મધુર બેલનાર યાધિપતિને રામે કહ્યું કે, અમારાથી પણ કઈ અણગમતું વર્તન થયું હોય, તો તે સર્વેની ક્ષમા આપવી.” રામદેવનાં આવાં પ્રિયવચનો સાંભળીને યક્ષાધિપતિ વિશેષ પરિતુષ્ટ થયે અને પગમાં પ્રણામ કરીને સ્વયંપ્રભ નામને દેવતાઈ હાર આપ્યું. તે દેવી લક્ષ્મણ માટે દિવ્ય મણિકુંડલ લાવ્યા અને સીતાને કલ્યાણકારી ચૂડામણિરત્ન આપ્યું. તુષ્ટ થએલ તે દેવે વળી ગમન કરવા ઉત્સુક તેમને ઇચ્છિત સ્વરવાળી વીણું આપી અને દેવમાયાથી નિર્માણ કરેલી તે નગરીને તરત અદશ્ય કરી. ત્યાંથી નીકળીને ફલને આહાર કરતાં કરતાં તેઓ પિતાની ઈચ્છાનુસાર અરણ્યનું ઉલ્લંઘન કરીને વિજયપુર નામની નગરીએ પહોંચ્યા. સૂર્યાસ્તને સમય થયે, દિશાચકોમાં અંધકાર ફેલાઈ ગયે, ત્યારે નગરની નજીકમાં ઉત્તરદિશાના સુંદર સ્થાનમાં રોકાયા.
તે નગરમાં શાન્તરમાં ફેલાએલા પ્રતાપવાળો મહીધર નામને રાજા હતો. તેને ઈન્દ્રાણી નામની પત્ની હતી અને તેમને વનમાલા નામની પુત્રી હતી. બાલ્યકાળથી જ તે કન્યા લક્ષ્મણના ગુણમાં અનુરક્ત થઈ હતી. બીજા અત્યંત સુંદર રૂપવાળા પુરુષને આપવા છતાં લક્ષ્મણ સિવાય બીજાને ઈચ્છતી ન હતી. દશરથ રાજાએ દિક્ષા લીધી, રામ, લક્ષ્મણ રાજ્યમાંથી બહાર નીકળી ગયા–એ સમાચાર સાંભળીને મહીધર રાજા ચિન્તામાં પડ્યો અને પુત્રીને વર કોણ થશે? તેની વિચારણા કરવા લાગ્યા. ઈન્દ્રનગરમાં રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ બાલમિત્રને સુંદર રૂપવાળો પુત્ર છે એમ જાણીને તેને તે કન્યા બતાવી, તે વૃત્તાન્ત જાણુને લક્ષ્મણને સંભારતી તે બાલિકા કહેવા લાગી કે, “મરણને પસંદ કરીશ, પરંતુ લક્ષમણ સિવાય મારે બીજા કોઈનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org