________________
[૩૫] કપિલ-ઉપાખ્યાન
: ૨૧૭ : તેને લમણે જોયે, એટલે તરત તે વિપ્રને બોલાવ્યો. બેલા એટલે પાછો ફર્યો, તે બંને મહાપુરુષોને દેખીને કપિલે સ્વસ્તિ કરી આશીર્વાદ આપ્યા અને તેમની સમુખ પુષ્પાંજલિ આપી.
રામે તે બ્રાહ્મણને પૂછયું કે, “તું કયા ગામથી આવ્યું છે?” ત્યારે વિષે કહ્યું કે, “હું અરુણગામથી તમારી પાસે આવ્યો છું, મારું નામ કપિલ છે, સુશર્મા નામની આ મારી પત્ની છે. તે વખતે હું ન જાણી શક્યો કે, આપ ગુપ્તપણે મહાપ્રભુ છે. જો કે પોતે રાજા હોય, પરંતુ પરદેશમાં એકલા ગયેલા હોય, તે પરાભવનું સ્થાન પણ પામે છે–આવી લેકસ્થિતિ હોય છે. જેની પાસે ધન હોય છે, તે સુખી છે, જેની પાસે અર્થ હોય, તે લેકમાં પંડિત ગણાય છે, જેની પાસે અર્થ હોય તે મોટો અને અર્થરહિત હોય તે નાનું ગણાય છે. જેની પાસે ઘણું ધન છે, તે યશસ્વી ગણાય છે, ધર્મ પણ તેને આધીન છે. ધર્મ પણ તે જ સમર્થ છે કે, જે ધર્મમાં અહિંસાનો ઉપદેશ આપેલો છે; અથવા આપે સાંભળ્યું નથી કે, “જેના રૂપનાં દર્શન માટે દેવતાઓ અહિં આવ્યા હતા, તે સમગ્ર ભરતક્ષેત્રના સ્વામી સનકુમાર ચક્રવર્તી વૈરાગ્યના કારણે કરુણાભાવ ઉત્પન્ન કરી દીક્ષા અંગીકાર કરીને ભિક્ષા માટે પરિભ્રમણ કરતા હતા. ક્યાંય ભિક્ષા ન મેળવતા કર્મો કરીને વિજયપુર પહોંચ્યા. ત્યાં આગળ કેઈ દારિઘથી પૂર્ણ પરાભવ પામેલી સ્ત્રીએ તેને પ્રતિલાલ્યા, તો ત્યાં ગંદક, પુષ્પ અને રત્નની વૃષ્ટિ થઈ. દેવો અને મનુષ્યથી અર્ચિત દઢ ચારિત્રવાળા આવા શ્રમણસિંહ પણ બીજાના દેશમાં વિચરતા હતા, ત્યારે દુષ્ટ લોકોએ તેમને પરાભવ કરેલ હતે. રાગ-દ્વેષમાં મૂઢ બનેલા મેં તે વખતે આપને કઠેર અને અનિષ્ટ વચન સંભલાવ્યાં, તે મેં આપનો અવિનય કર્યો, તે “હે પ્રભુ! મારા તે અવિનયની ક્ષમા આપ.” આ પ્રમાણે પોતાની ભૂલને પશ્ચાત્તાપ કરતા અને રુદન કરતા કપિલને રામે મધુર શબ્દોથી સાત્વન આપ્યું હતું. સીતાએ પણ આદરથી સુશર્માને શાન્ત કરી હતી. રામની આજ્ઞાથી “સાધર્મિક છે” એમ માનીને પત્ની સહિત કપિલને સુવર્ણ કળશથી સેવક દ્વારા સ્નાન કરાવ્યું. વિવિધ પ્રકારનાં ઉત્તમ ભોજન કરાવ્યાં, તેમને રત્નો વડે ભૂષિત કર્યા, ઘણું ધન આપ્યું.
ત્યાર પછી વિપ્ર પોતાના ઘરે ગયો. જન્મથી માંડીને જે નિર્ધન હતો, તે લોકોને વિમય થાય તે સ્વભાવ અને મહાભોગો પામ્યો, તે પણ બીજા કે તેનું સન્માન કરે, તે પણ સંકેચ અનુભવતો હતો, પણ અભિમાન કરતો ન હતો. પહેલાં મારું ઘર પડું પડું ખંડેર સરખું અને વિભવ વગરનું હતું, હવે રામના પસાયથી ધન અને રત્નોથી પરિપૂર્ણ થયું છે, પરંતુ અફસની વાત છે કે, નિર્લજજ એવા મેં આવા સપુરુષને તરછોડ્યા, તે મારા શરીરને બાળે છે. આ શલ્ય મારા હૃદયમાં ખટક્યા કરે છે. અઢાર લાખ ગાય અને તેની પત્નીને ત્યાગ કરીને નન્દપતિ મુનિની પાસે કપિલે દીક્ષા અંગીકાર કરી, બાર પ્રકારનાં તપ કરતે પવનની જેમ નિઃસંગ એવા ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org