________________
[૩૫] કપિલ-ઉપાખ્યાન
: ૨૧૫ : (રામ અને લક્ષમણ) ત્યાં આવ્યા છે. તે પૂષણ નામને દેવને અધિપતિ ત્યાં ઉતાવળે ઉતાવળે આવી પહોંચ્યા અને તેઓના પ્રભાવથી એકદમ વાત્સલ્યભાવે વિશાલ કિલ્લાવાળી તેમજ લોકે, ધન, ધાન્ય અને રત્નથી સમૃદ્ધ એવી ત્યાં એક નગરી વસાવી. તેમાં સુખેથી સુતેલા હતા. પ્રભાતમાં મંગલગીતના શબ્દોથી જાગ્યા, તે એક નવીન ભવન દેખ્યું અને પોતે તળાઈમાં બેઠેલા શરીરવાળા જણાયા. મહેલ, ઉંચાં તોરણ, હાથી, ઘોડા, સામન્ત, પરિવાર, આદિથી પરિપૂર્ણ અને શરીર માટે જરૂરીયાતવાળી સામગ્રીથી સમૃદ્ધ જાણે કુબેરની પ્રત્યક્ષ નગરી હોય તેવી નગરી યક્ષોના અધિપતિ દેવે રામને માટે નિર્માણ કરી, તેથી તે રામપુરી નામથી પૃથ્વમાં પ્રસિદ્ધિ પામી.
ત્યાર પછી ગણાધિપતિ ગૌતમ સ્વામી કહેવા લાગ્યા કે, “હે શ્રેણિક! ત્યાં જે કપિલ બ્રાહ્મણ હતો. તે સૂર્યોદય થયો એટલે હાથમાં દભ લઈને જંગલમાં ગયે. ફરતાં ફરતાં તેણે ઘર, બજાર વેચવાના માલથી સમૃદ્ધ દુકાને, બાગ, બગીચા, તળાવ, લેકે અને ધનપૂર્ણ ઉંચા કિલ્લાવાળી નગરી દેખી. ત્યાર પછી તે બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યું કે-શું કેઈના પુણ્ય–પ્રભાવથી આ મનહર નગરી દેવકથી આવી હશે કે શું? અથવા હું કઈ સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને ? અથવા કોઈએ ઈન્દ્રજાળ તો નથી ફેલાવી ? અથવા મારી આંખમાં કમળાને રોગ તો નથી થયે? અથવા નજીકમાં મારું મરણ તે નહીં હશે કે, “આવો ઉત્પાત દેખાય છે? આ અને આવા બીજા સંકલ્પ કરતે હતો, ત્યારે તેના જોવામાં એક સ્ત્રી આવી. તેને કપિલે પૂછ્યું કે, “હે ભદ્ર! દેવનગરી જેવી આ કોની નગરી છે? ત્યારે તે કહેવા લાગી કે, “સીતા જેની પત્ની છે અને લક્ષ્મણ જેને ભાઈ છે–એવા રામની આ સુન્દર નગરી છે. તે વિપ્ર ! બીજી વાત પણ તું સાંભળી લે કે, “આ રામ તમારી ઈચ્છા પ્રમાણે તમને ધન આપે છે. ત્યારે તે સ્ત્રીને ફરી પૂછયું કે, તેમનાં દર્શનને ઉપાય કર્યો? તે સુનામા નામની યક્ષિણીએ કહ્યું કે, “હે વિપ્ર ! મારી વાત સાંભળ. જે પ્રમાણે તે રામના મુખનું દર્શન કરે, તે ઉપાય હું તને કહું છું. આ નગરીના ત્રણ દરવાજા ઉપર રક્ષા કરવા માટે હાથી અને સિંહ સરખા મુખવાળા, વેતાલ સરખા બીહામણાં એવા ઘણું પુરુષો રહે છે. પૂર્વ દ્વારની બહાર દવજા-પતાકાથી કરેલી શુભાવાળાં મોટાં જિનમન્દિર છે. જેમાં સારા સાધુઓ રહેલા છે, જેઓ વિશુદ્ધભાવથી અરિહંતને નમસ્કાર કરે છે, તે નિર્વિદને અંદર પ્રવેશ મેળવી શકે છે અને વિપરીત વર્તન કરનાર વધ પ્રાપ્ત કરે છે. વળી જે કોઈ અણુવ્રત ધારણ કરનાર હોય, જિનધર્મ આરાધન કરવા માટે ઉઘત મનવાળે, સુંદર શીલ ધારણ કરનાર પુરુષ હોય, તેને રામ અનેક દ્રવ્યથી પૂજે છે.” આ વચન સાંભળીને વિપ્ર સ્તુતિ કરતે કરતે આગળ ચાલ્યો, જિનમન્દિરમાં પહોંચ્યો અને ત્યાં જિનેશ્વર ભગવંતને પ્રણામ કર્યા. તેમને પ્રણામ કર્યા પછી સાધુને ધર્મ પૂછો, તે અરિહંત પરમાત્માએ ઉપદેશેલ સમગ્ર ચારિત્રધર્મ અને અણુવ્રતસ્વરૂપ શ્રાવકધર્મ સમજાવ્યું. તે ઉત્તમ વિષે તે ધર્મ સાંભળીને ગૃહસ્થને ઉચિત શ્રાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org