________________
[૩૦] ભામંડલને ફરી મેળાપ
આ સર્વ વૃત્તાન્ત સાંભળીને દશરથરાજા ભામંડલકુમારને તીવ્ર નેહથી અતિશય ભેટી પડ્યા. આ સોદર ભાઈને જોઈને ઉત્પન્ન થએલા બાન્ધવનેહવાળી સીતા તેમ થવાના કારણે રોમાંચિત બનેલી કમલસરખા મુખવાળી સીતા આલિંગન કરીને સ્વસ્થ થઈ. ત્યાર પછી રામ, લક્ષ્મણ અને બીજા બાન્ધવજને એ ભારી સ્નેહાનુરાગથી ભામંડલકુમારને આલિંગન કર્યું. તે શ્રમણ મુનિવરને પ્રણામ કરીને ઘડા, હાથી, તથા સમગ્ર
દ્ધાઓ સહિત સર્વે વિદ્યાધરો અને ભૂમિપર ચાલનારા મનુષ્યોએ સાકેતપુરીમાં પ્રવેશ કર્યો. ભામંડલની સાથે દશરથે મંત્રણા કરીને અશ્વ સહિત પવનવેગ નામના એક વિદ્યાધરને લેખ પહોંચાડવા મોકલ્યો. ત્યાં પહોંચીને પવનગતિએ જનકરાજાને પ્રણામ કરીને અણધાર્યા પુત્ર-સમાગમની વધામણી આપી, ત્યારપછી મોકલેલો લેખ આપ્યા. સમાચાર સાંભળીને અત્યંત આનન્દ પામેલા જનકરાજાએ શરીર પર રહેલાં સમગ્ર આભૂષણો પુત્ર-વધામણી આપનારને આપી દીધાં. લેખમાં લખેલા સમાચાર જાણીને પરિવાર અને પત્ની સહિત જનકરાજાએ ઉત્સવ અને મંગલ શબ્દોથી ખૂબ અભિનન્દન કર્યું. વિદેહીપત્ની સહિત વિદ્યાધરની સાથે તરત જ વાહનમાં આરૂઢ થઈને ક્ષણવારમાં સાકેતપુરમાં આવી પહોંચ્યા.
લાંબા કાળના વિગરૂપ અગ્નિથી જળી રહેલા અને નેત્રયુગલમાંથી અશ્રુ પાડતા જનકરાજા પિતાના પુત્રને દેખીને અને આલિંગન કરીને રુદન કરવા લાગ્યા. રુદન કર્યા પછી સ્વસ્થ થએલા રાજા અંગો અને ઉપાંગોને પંપાળવા લાગ્યા. આનન્દમાં આવેલા રાજા તેના સ્પર્શને ચન્દનના સ્પર્શ સરખો માનતા હતા. પુત્રને દેખીને ત્યાં માતા મૂચ્છ પામી, વળી ભાનમાં આવી એટલે લાંબા કાળે પુત્રનાં દર્શન થવાના કારણે પ્રાપ્ત કરેલી જીવનની આશાવાળી મૃગસરખા નેત્રવાળી તે કરુણ રુદન કરવા લાગી અને વિલાપ કરતી કહેવા લાગી કે- “ હે પુત્ર ! જ્યારથી માંડીને જન્મ થતાં જ તારું અપહરણ થયું, ત્યારથી મારું આ શરીર ચિન્તાગ્નિથી અત્યંત બળીજળી રહેલું છે. આજે તારાં દર્શનરૂપી જળવડે શાન્ત થયું છે, તેમાં સન્ડેહ નથી. આજે મારું હદય હર્ષથી ઉભરાઈ રહેલું છે. “હે પુત્ર! તે અંશુમતીને ધન્ય છે કે, જેણે બાલપણમાં ક્રીડા કરતાં ધૂળથી મલિન થએલાં તારાં અંગને ચુમ્બન કર્યા હશે. બે નેત્રો અને સ્તનયુગલમાંથી અનુક્રમે અશ્રુજળ અને ક્ષીર ઝરાવતી અને હર્ષિત અંગવાળી પિતાના પુત્રના સમાગમથી અભિનન્દ્રિત કરાઈ. પુત્રસમાગમના કારણે જનકરાજાએ મેટો મહોત્સવ કરાવ્યો અને જિનચૈત્યને વિશેષ પ્રકારે સ્નાત્રવિધિ કરાવ્યું. ભામંડેલે રામને કહ્યું કે, “હે પ્રભુ! હું તમારે અત્યન્ત નેહી-બન્દુ છું અને સીતા લગાર પણ ઉદ્વેગ ન પામે–એમ આપ પ્રયત્ન કરજે.” સર્વેની સાથે વાર્તાલાપ કરીને જનકરાજાને મિથિલાપુરી મોકલીને ચન્દ્રગતિને લઈને ભામંડલ પોતાના સ્થાને ગયો. “હે શ્રેણિક! પૂર્વ જન્મમાં સેવિત ઉત્તમ પ્રકારના વિશિષ્ટ ધર્મને દેખો! નિરન્તર ઉછળતા સ્નેહપૂર્ણ મનવાળા ભામંડલ જેમની પત્નીના ભાઈ છે. વજાવ ધનુષ જેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org