________________
[૩૩] વજકર્ણ ઉપાખ્યાન
: ૨૦૫ : તત્પર હોય છે, તેઓ આત્મહિત કરનારા છે, તે સિવાયના તે દુઃખ પ્રાપ્ત કરે છે. આ ભવમાં જો તમે ધર્મ કરશે તો દેવલોકમાં ઉત્તમ સુખ મેળવશે અને ધર્મ ન કરતાં અધર્મ–પાપ કરશે તે નરકમાં ગએલા તમે લાંબા કાળ સુધી મહાદુઃખને અનુભવ કરશે. આ બિચારા ઘાસ ખાનારા, શરણ વગરના, હંમેશાં ઉદ્વેગમાં રહેનારા અને ભયથી થરથરી રહેલા મૃગલાંઓને માંસના રસમાં આસક્ત થઈ હણે નહીં અને આ હિંસાને મન, વચન અને કાયાથી સર્વથા છોડી દે.”
આ અને બીજા સેંકડો ઉપદેશથી તેને પ્રતિબોધ કર્યો, ત્યારે ઘોડા ઉપરથી નીચે ઉતરીને સાધુને પ્રણામ કર્યા. પછી તે કહેવા લાગ્યું કે, ખરેખર હું કૃતાર્થ થયે, એમાં સન્દહ નથી, પાપથી મુક્ત થયે, તેમ જ દેવો અને મનુષ્યને પૂજ્ય એવા સાધુનો સમાગમ હું પામ્યા. હે મહાયશવાળા ! નિર્ચાની મહાઆકરી ચર્ચા પાળવા હજુ હું એટલો સમર્થ થયો નથી, તે પાંચ અણુવ્રત ધારણ કરનાર ગૃહસ્થ ધર્મમાં મને અભિરુચિ થઈ છે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરીને તે રાજા વાકર્ણ કહેવા લાગ્યો કે, “જિને અને સાધુઓ સિવાય મારું મસ્તક કક્યાંય નહીં નમાવીશ.” તે રાજાએ અત્યન્ત ભાવપૂર્વક તે પ્રીતિવર્ધન સાધુની પૂજા કરી અને આનંદથી રોમાંચિત થઈ તેણે ઉપવાસ ગ્રહણ કર્યો. સાધુએ ઉપવાસ કરેલા રાજાને સર્વ કાલ સંબંધી પરમ હિત થાય, જેનું આચરણ કરવાથી ગૃહ અને ભવ્યજીવો દુઃખથી મુક્ત થાયતેવો ઉપદેશ આપ્યો. ચારિત્રધર્મ બે પ્રકારને કહે છે. ૧ સાગાર અને ૨ અનગાર. ગૃહસ્થને આલમ્બનવાળે અપૂર્ણ સાગાર અને અનગાર સાધુને આલમ્બનરહિત–પૂર્ણ ચારિત્રધર્મ છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાત્રતા, જિનેશ્વરની પૂજા અને સાધુઓને વંદન કરવાને ઉપદેશ આપ્યો. ત્યાર પછી વાકણ રાજાએ ભાવથી જિનધર્મ ગ્રહણ કર્યો. તુષ્ટ થએલ તે રાજાએ અનેક લોકો સાથે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. રાત્રિસમય પસાર કરીને સ્નાન-ભોજન કાર્ય પતાવીને મનથી તે વિચારવા લાગ્યું કે, “સિંહોદર રાજાનો વિનય પ્રગટપણે હવે કેવી રીતે કરી શકીશ? એમ ચિતવતાં યાદ આવ્યું કે-અહીં મારા અંગૂઠામાં રત્નની બનાવેલી મુનિસુવ્રતસ્વામીની નાની પ્રતિમાથી યુક્ત સુવર્ણ મુદ્રિકા કરાવું. રાજાએ તેવી મુદ્રિકા કરાવીને જમણું અંગૂઠામાં પહેરી. હર્ષથી રોમાંચિત ગાત્રવાળો વાકણ રાજા સિહોદર રાજાની સમક્ષ ગ અને પિતાના મસ્તક પર અંગૂઠે રાખીને ગભરાતાં ગભરાતાં લોકની વચ્ચે જિનેન્દ્રની પ્રતિમાને પ્રણામ કર્યા. કઈક શત્રુએ સિંહદર રાજાને વૃત્તાન્ત કહ્યો અને તે સાંભળીને દશપુરના અધિપતિ વાકર્ણ રાજા ઉપર અતિ કે પાયમાન થયો. તેમ જ સર્વ સૈન્ય સાથે કવચ અને બાણનાં ભાથાં ધારણ કરી સજજ થઈ તે માની રાજા વાકર્ણના દશપુર નગર ઉપર આક્રમણ કરવા ચાલ્યા. તેટલામાં વચ્ચે કોઈ ત્વરિત ગતિવાળો હાથમાં વાંસલતા ગ્રહણ કરેલ કોઈક પુરુષ વજકર્ણ પાસે આવીને કહેવા લાગે કે-મારી એક વાત તમે સાંભળો. નમસ્કાર ન કરેલો હોવાથી રોપાયમાન થએલા સિંહદર રાજા પોતાના સૈન્ય સાથે એકદમ તમારા તરફ તમારો વધ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org