________________
[૩૩] વજકણ ઉપાખ્યાન
: ૨૦૯ : નેત્રોમાંથી અશ્રુપ્રવાહ વહી રહેલો છે, એવી સિંહદરની પત્નીઓ કરગરવા લાગી કે,
હે પ્રભુ! શરણ વગરની અમને શરણ એવા પતિની ભિક્ષા આપે.” ત્યારે લમણે તેમની પત્નીઓને કહ્યું કે, “અમારી સન્મુખ આ મોટું વૃક્ષ છે, તેના ઉપર સિંહેદરને હણવા માટે હમણાં જ લટકાવું છું. તેઓ રોતી હતી, તેમની હાજરીમાં લક્ષ્મણ તેને મોટાભાઈ રામની પાસે લઈ ગયા અને કહ્યું કે, આ વાકર્ણને શત્રુ છે. સિંહેદરે રામને પ્રણામ કર્યા અને કહ્યું કે-“હે દેવ! અહીં આવેલા આપ કોણ છે, તે હું બિલકુલ જાણતા નથી. હે સ્વામી! હું આપને સેવક છું અને આપ જેમ આજ્ઞા કરશે, તેમ આપની આજ્ઞાને અનુસરીશ.” ત્યારે રામે તેને કહ્યું કે, “વજકર્ણની સાથે સન્ધિ કરી લે.” તેટલામાં દશપુરના રાજાને લાવવા માટે તેના હિતકારી એક પુરુષને મોકલ્યા, તે એકદમ આવ્યું અને જિનમન્દિરમાં દર્શન કરીને પ્રદક્ષિણા કરવા લાગે. શ્રીચન્દ્રપ્રભસ્વામીની પ્રતિમાની સ્તુતિ કરી. અત્યંત આનન્દ પામેલા અને આનન્દથી બેઠેલા રામચન્દ્ર તથા સ્નેહયુક્ત સીતા સાથે વાત કરી. પહેલાં શરીરના કુશલ–સમાચાર પૂળ્યા અને પછી વજકણું રાજા ત્યાં બેઠે, ત્યારે રામે તેને કહ્યું કે,
હે ભદ્ર! તમારું કુશલ હોય, તે અમારું કુશલ છે જ.” - આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો. દરમ્યાન વિદ્યુદંગ પણ ત્યાં આવ્યો, સીતા સહિત રામને પ્રણામ કરીને ત્યાં બેઠે. તે સમયે સર્વેની વચ્ચે રામે શ્રીવાકર્ણને કહ્યું કે, “મેરુની ચૂલાની જેમ તમારી જિનમતમાં જે દષ્ટિ-શ્રદ્ધા છે, તે કુથતિના વાયરાથી ચલાયમાન ન થઈ, તેથી તમે ખરેખર ધન્ય છે. તમે બહુ સુંદર પ્રતિજ્ઞા ટકાવી. સંસારમાં ભવ–પરંપરાના પ્રવાહનો નાશ કરનાર, ત્રણલેકથી પૂજાએલા એવા જિનવરેન્દ્રને આ ઉત્તમ મસ્તકવડે નમ્યા પછી બીજા કેઈને તેનાથી કેવી રીતે પ્રણામ કરી શકાય?” ત્યારે વાકણે કહ્યું કે, “હે સુપુરુષ! દુઃખના ખાડામાં ગબડી પડેલા અને સીદાતા એવા મને આપ મારા પુણ્યને જ મળી ગયા અને મારા ખરા ધર્મના બધુ બન્યા. ત્યાર પછી લક્ષ્મણે વજકર્ણને કહ્યું કે, “આજે જે કંઈ તમને ઈષ્ટ વસ્તુ હોય, તેની માગણી કરે જેથી તરત જ તમારા સર્વ મનોરથ પૂર્ણ કરું.” ત્યારે તેણે કહ્યું કે, “તૃણથી માંડી કેઈ પણ જીવને પીડા થાય તેમ હું ઈચ્છતો નથી, તો હે મહાયશ ! મારા વચનથી આ સિહોદર રાજાને છોડી દે.” આમ બોલ્યા, એટલે લોકોએ ઉદઘોષણા કરી કે, બહુ સારું બહુ સારૂં. વજકર્ણના વચનથી સિંહદરને મુક્ત કર્યો. સધિ થઈ ગયા પછી બંનેને પૂર્ણ પ્રીતિ પ્રાપ્ત થઈ અને બંનેની સદભાવવાળી મિત્રી થઈ. સિંહેદર રાજાએ પ્રસન્ન થઈને પિતાના રાજ્યમાંથી અધી નગરીનું દાન આપ્યું. તુષ્ટ થએલા સિહોદરે પિતાના અશ્વો, હાથીઓ અને હિરણ્ય વગેરેના સરખા બે વિભાગ કરીને એક વિભાગ વજકર્ણને મૈત્રીથી આપ્યું. ત્યારે દશપુરના રાજાએ લક્ષ્મણને પિતાની આઠ કન્યાઓ આપી, આભૂષણથી ભૂષિત એવી તે આઠે કન્યાઓને તેની સન્મુખ સ્થાપના કરી. તેમ જ સિંહદર વગેરે બીજા રાજાઓએ સ્તન અને જઘનથી સુંદર દેખાતી ત્રણસે કન્યાઓ આપી. ત્યારે તે રાજાઓને લમણે કહ્યું કે, જ્યાં સુધી હું મારી ભુજા
૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org