________________
[૩૩] વાકણું ઉપાખ્યાન
: ૨૦૭ : ગ્રહણ કરી લો; માત્ર મને ધર્મકાર આપે. આવી પ્રતિજ્ઞા મેં સાધુની પાસે અંગીકાર કરેલી છે, તે વાત તમને જણાવી. જ્યાં સુધી જીવિત છે, ત્યાં સુધી પ્રતિજ્ઞાને ત્યાગ નહિં કરીશ.” દૂતે પાછા જઈને સર્વ હકીકત સિંહદર રાજાને જણાવી. આ કારણે ક્રોધાયમાન થએલા તેણે નગરને ઘેરે ઘાલ્યો અને પ્રદેશને ખેદાન-મેદાન કરી નાખ્યા. દેશ-વિનાશ થવાનું સર્વ કારણ તમેને જણાવ્યું; હવે હું શૂન્ય ઘરેવાળા ગામમાં જાઉં છું. જ્યાં આખા દેશને બાળી નાખ્યો છે, તો મારી ઝુંપડીને પણ બાળી મુકી હશે. હે દેવ ! દહીં મથવાની મેટી હાંડલી અને રોયે, ઘડા અને તાવડી ખરીદવા મને મારી ભાર્યાએ મોકલ્યો હતો. આ પ્રમાણે પોતાની હકીકત જણાવી એટલે તેના દુઃખથી દયાળુ થએલા રામે પિતાનું કીમતી કટીસૂત્ર કાઢીને તેને ભેટ આપ્યું. તે મુસાફર રામને પ્રણામ કરીને ઉતાવળ કરતો પોતાના ઘરે ગયો. ત્યાર પછી રામે લક્ષ્મણને કહ્યું કેહે લક્ષ્મણ ! મારી વાત સાંભળ
ગ્રીષ્મકાળમાં જ્યાં સુધી સૂર્ય દુસ્સહ ન થાય, ત્યાં સુધીમાં આપણે આ નગરની ભૂમિની નજીકમાં પહોંચી જઈએ.” અનુક્રમે તેઓ દશપુર નગરની બહારના પ્રદેશમાં આવી પહોંચ્યા અને ચન્દ્રપ્રભ જિનેન્દ્રના ભવનમાં સ્તુતિ કરીને તેની આસપાસના ઉદ્યાનમાં નિવાસ કર્યો. માર્ગમાં ચાલવાના પરિશ્રમથી થાકેલી સીતાને દેખીને લક્ષ્મણ એકદમ દશપુરના દરવાજા પાસે ગયે અને દ્વારપાળની રજાથી નગરમાં પ્રવેશ કર્યો. લક્ષ્મણ વજકર્ણને મળ્યા, તેણે પણ આદરથી લક્ષમણને બેસાડ્યા, વાતચીત કરી અને રસોયાને આજ્ઞા કરી કે. “જલદી આમને જમાડો.” ત્યારે લક્ષ્મણે કહ્યું કે,
મારા વડીલબધુ પોતાની પત્ની સાથે જિનગૃહ પાસે રહેલા છે, તેઓને જમાડ્યા વગર હું ભજન કરતો નથી.” એટલે રડાના અધિપતિ મેટા રસોયાને રાજાએ આજ્ઞા કરી કે, “તમે જલ્દી અને ઉત્તમ પ્રકારને આહાર તૈયાર કરી આપો.” લક્ષમણ તે આહાર લઈને ગયા, એટલે સર્વેએ ઇચ્છા પ્રમાણે ભોજન કર્યું. સર્વ ગુણોથી પૂર્ણ તથા અમૃત સમાન તે ભજન શરીરને સુખદાયી થયું. ત્યાર પછી રામે લક્ષ્મણને કહ્યું કે, “કે લક્ષમણ! દેખો કે આપણું ગુણ ન જાણવા છતાં–ન ઓળખવા છતાં આપણી સાથે આટલે ભજન-સત્કાર કરી વ્યવહાર કર્યો, તે રાજા જિનશાસનમાં અત્યંત રક્ત છે, બીજા ધર્મમાં દષ્ટિ ન કરનાર દશપુરનો રાજા છે. આ ગુણવત્તા રાજા વિનાશ પામે તો આપણું જીવનને ધિક્કાર થાઓ. હે લક્ષમણ ! તું સિંહદર રાજા પાસે જઈને-એમ કહે કે, “વાકર્ણ રાજા સાથે તમે જલદી પ્રીતિ બાંધે.” “જેવી આપની આજ્ઞા” એમ કહીને પવન સરખી ગતિવાળા લક્ષમણ ત્યાં ગયા અને પડાવ પાસે પહોંચીને અનુક્રમે રાજમહેલમાં પ્રવેશ કર્યો.
તેણે રાજસભામાં બેઠેલા સિંહદર રાજાની પાસે જઈને કહ્યું કે-“હે બુદ્ધિશાળી રાજા ! ભરતરાજાએ તમારી પાસે મને દૂત તરીકે મોકલ્યા છે. સમુદ્ર પર્યન્ત પૃથ્વીના સ્વામી ભસ્ત મહારાજા આપને આજ્ઞા દે છે કે, “વજકર્ણ રાજાની સાથે વિરોધ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org