________________
: ૨૦૬ ઃ
પઉમરિય-પદ્મચરિત્ર
માટે ચાલ્યા આવે છે. તમારા કાઈક શત્રુએ તે રાજાને ખરી હકીકત જણાવી દીધી છે, તેથી તે અહીં ચાક્કસ આવે છે, માટે તમને રુચે તેમ કરે.’ ત્યારે વાકણે તેને પૂછ્યું કે, ‘તું કાણુ છે? કયા પ્રદેશમાં રહે છે? આ રાજાની ગુપ્ત મંત્રણા તે કેવી રીતે જાણી ? તે કહે.' આના પ્રત્યુત્તરમાં તેણે કહ્યુ કે—
66
કુન્દનગરમાં શબ્દસંગમ નામના એક વિક છે. તેને યમુના નામની સુન્દર પત્ની છે, તેઓનેા વિદ્યુઇંગ નામના હું પુત્ર છું. યૌવનલક્ષ્મી પામ્યા એટલે વેપાર માટે હું ઉજ્જૈણી નગરીએ આવ્યા. ત્યાં અન’ગલતા નામની વેશ્યાને દેખીને હું તેમાં અત્યંત અનુરાગી થયા. એક રાત તેની સાથે રહ્યો અને જાળમાં સપડાએલા કે અંધાએલ મૃગલાની જેમ સ્નેહરાગવશ થઈ તેને વિષે અત્યંત આસક્ત થયા. મારા પિતાએ વરસાના પરિશ્રમથી અસંખ્ય-અઢળક ધન ઉપાર્જન કર્યું. હતું, તે મેં કુપુત્રે છ મહિનામાં ખલાસ કર્યું. જેમ કમલમાં ભમરા આસક્ત થાય, તેમ પુરુષ કામમાં આસક્ત થાય છે. સ્ત્રીમાં અનુરાગવાળેા કયું સાહસ નથી કરતા ? હવે કાઈ સમયે તે ગણિકા પેાતાની સખી પાસે પેાતાના કુંડલની નિન્દા કરતી કહેવા લાગી કે, આવા કાનના ભારરૂપ કુંડલને ધારણ કરવાથી શે લાભ ? વળી તે કહેવા લાગી કે, ખરેખર પટ્ટરાણી શ્રીધરા રાણી ધન્ય છે કે, જેના કમાં શ્રેષ્ઠ રત્નાથી જડિત મણિકુંડલ શાલે છે. હવે તેના માટે તે કુંડલાની ચારી કરવા માટે રાત્રે રાજમહેલમાં મેં પ્રવેશ કર્યાં, તે સમયે શ્રીધરા રાણી સિંહાદરને પૂછતી હતી, તે મેં સાંભળ્યું કે, હું નરવર ! આજે તમાને નિદ્રા કેમ નથી આવતી ? તેમ જ ઉદ્વિગ્ન કેમ જણાવછે? ત્યારે રાજાએ કહ્યું કે, ‘ચિન્તાકુલ મન હોય, તેને નિદ્રા કવાંથી આવે ? હે સુન્દરી ! મારા અવિનય કરનાર, દશપુરના દુષ્ટ રાજાને મારી ન નાખું, ત્યાં સુધી મને નિદ્રા કેવી રીતે આવે ? ' હે નરાધિપ ! તે રાજાનું આ વચન પ્રત્યક્ષ કાનથી મેં સાંભળ્યું અને ચારી કરવાનું કાર્યાં છેડીને હું ઉતાવળા ઉતાવળા તમને આ ગુપ્ત વાત કહેવા માટે આંઠું આવ્યે છુ.”
જેટલામાં આ વાર્તાલાપ સભામધ્યે ચાલતા હતા તેટલામાં તે સેના સહિત સિંહાદર રાજા આવી પહેાંચ્યા. વિષમ અને દુર્ગમ કિલ્લાવાળા તે નગરને ગ્રહણ કરવામાં અસમર્થ એવા તે રાજાએ ચારે ખાજુથી નગરને ઘેરી લીધુ' અને તરત જ એક પુરુષને વાકણ રાજા પાસે માકલ્યા. તેની પાસે જઇને સ્વામીના કહેવા પ્રમાણે અત્યંત નિષ્ઠુર વચનાથી સ`ભળાવ્યું કે, ‘મુનિના ઉપદેશથી ઉત્સાહિત હૃદયવાળા થઈને જિનવરના નિમિત્તે તુ ગવ વહન કરે છે ? મેં તને પ્રભુત્વ આપ્યું છે અને તને આપેલા પ્રદેશના તું ભાગવટો કરે છે અને વળી જિનને નમસ્કાર કરે છે ! આ પ્રમાણે માયા-કપટથી તું મારી સાથે વ્યવહાર કરીને મને કેવી રીતે શાન્તિ પમાડીશ ? જો તું અહીં આવીને મારા ચરણકમલમાં નમન નહીં કરીશ, તેા નક્કી તારુ જીવન નથી કે રાજ્ય પણ નથી.’ તેના જવાખમાં વજાકણે કહ્યું કે- મારા દેશ, સેના, નગર, કેષ સર્વ આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org