________________
: ૨૦૮ :
પઉમચરિય–પદ્મચરિત્ર
કરો.” જવાબમાં સિંહદર રાજાએ કહ્યું કે, “મહારાજા ભરત શું ગુણદોષ નથી જાણતા? કે વિનયનું ઉલ્લંઘન કરનાર સેવક ઉપર સ્વામી કેવી રીતે પ્રસન્ન થાય ? મારા તરફ વિનય કરવામાં તેને પ્રતિકૂળતા છે. વળી તે અભિમાની બની ફુલાઈ ગયો છે, તેનું
અભિમાન દૂર કરવા હું યોગ્ય ઉપાય કરું છું. તમારા સંતેષનું મને કશું પ્રજન નથી.” ત્યારે લમણે કહ્યું કે, “વધારે બોલવાથી સર્યું, ટૂંકમાં કહેવાનું કે-“મારા વચનથી છે સિંહદર ! તેને સર્વ પ્રકારે ક્ષમા આપો.” તે સાંભળીને અત્યંત ક્રોધે ભરાએલે સિંહદર કહેવા લાગ્યું કે, “તેને પક્ષ કરનાર પણ મારે હણવા ગ્ય છે.” ફરી પણ કુમાર લક્ષ્મણે જણાવ્યું કે-અતિશય ટૂંકાણમાં મારી વાત સાંભળી લે કે, આજે જ સન્ધિ કરી લો, નહિંતર જલદી મૃત્યુની પ્રતીક્ષા કરો.” આમ બેલતાં જ સભામાં બેઠેલા સમગ્ર રાજાઓની પર્ષદા ખળભળી ઉઠી. તે વખતે પર્ષદા અનેક પ્રકારની ચેષ્ટાઓ કરવા લાગી, તેમ જ આડા-અવળાં ગમે તેવાં દુર્વચન રૂપી તરંગોથી સભા વ્યાપ્ત બની. વળી તેને વધ કરવા માટે ઉત્સુક બુદ્ધિવાળા કેટલાક સુભટો તલવાર ખેંચીને જલ્દી તેની પાસે પહોંચી ગયા. પર્વતને ઘેરવા માટે જેમ મછરે ચારે બાજુ ફરી વળે, તેમ નિભય મનવાળા લક્ષ્મણ શત્રુના સુભટે સાથે લડવા લાગે. તેણે શત્રુના કેટલાક સુભટોને ગાલ પર થપ્પડ લગાવીને માર્યા, કેટલાકને પગની એડીના પ્રહારથી, કેટલાકને જંઘાબલથી, તે કેઈને ભુજાબલથી નીચે પાડી નાખ્યા. યોદ્ધાની સાથે યુદ્ધ કરીને પગની પાદુથી તેને નિર્જીવ કર્યો, બીજા કેઈની પીઠ ચીરાઈ ગઈ છે, તે ઊંધા મુખવાળ નીચે પડે, એટલે બીજાએ તેને બાંધી લીધે. આ પ્રમાણે જ્યારે સેનાને ભાગી જતી દેખી એટલે સિંહદર રાજા તરત મોટા મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થયે. અશ્વો, રથ, હાથીઓ અને બખ્તર પહેરેલા અને શસ્ત્ર બાંધી સજજ થએલા બીજા ભટોએ આવી વર્ષાકાળમાં વાદળાં જેમ સૂર્યને ઘેરી વળે, તેમ લક્ષ્મણને ચારે બાજુથી ઘેરી લીધે. શત્રુન્યને ચારે બાજુ ફરી વળેલું દેખીને લક્ષમણ હાથી બાંધવાના સ્તંભને મૂળમાંથી ઉખેડીને સામે આવીને બહાદૂરીથી સામનો કરવા લાગ્યો. પરાક્રમી દક્ષ અને ઉત્સાહી લક્ષમણ હાથી, ઘોડા તથા અભિમાની સુભટને સ્તંભથી હણવા લાગે અને ચકને ભમાડવા માફક શત્રુ–સૈન્યને ભરમાડવા લાગ્યા.
દશપુરના રાજા કે સાથે નગર દરવાજામાં રહેલા હતા, તેમણે હણાતા–પિટાતા મરાતા શત્રુસૈન્યના દ્ધાઓને જોયા; એટલે લોકો બોલવા લાગ્યા કે, “બહુ સારું થયું કે, એક જ સિંહ મૃગટોળાને ભગાડી મુકે તેમ એકલા વીરપુરુષે–આ મહાપુરુષે સમગ્ર શત્રુન્યને ભગાડી મુક્યું. ભાગી ગએલા સુભટો બોલવા લાગ્યા કે, “અરે! શું આ કઈ વેતાલ, દાનવ, દેવતા કે કાળ છે કે, જે મહાપુરુષ એકલો જ સૈન્ય સાથે લડવા સમર્થ છે. ભયથી વિહલ અને પૂજતા અંગવાળા રથમાં બેઠેલ સિહોદર રાજા પાસે પહોંચીને રથમાં કુદકો મારીને વીર લક્ષ્મણે તે રાજાને ખેંચીને પૃથ્વીતલમાં પટક્યો. તે સિંહદર રાજાને તેનાં પહેરેલાં વસ્ત્રો ખેંચીને બળદની જેમ બાંધ્યું અને ગળું પકડીને આગળ કરીને લક્ષમણ તત્કાલ રામની સમક્ષ લઈ જવા લાગ્યો, એટલે જેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org