________________
: ૨૧૦ :
પહેમચરિય-પદ્ધચર્સિ
ઓના બલથી મારું રાજ્ય પ્રાપ્ત ન કરું, ત્યાં સુધી મારે સ્ત્રીને સંબંધ કરવો નથી. ભરતના સમગ્ર દેશને છોડીને મલય પર્વત ઉપર અમારા નિવાસ કરીશું અને ત્યાં પાછા ફરીશું, ત્યારે હું કન્યાઓની સાથે પાણિગ્રહણ કરીશ. ત્યારે સર્વે નરેન્દ્રોએ તે વાતને સ્વીકાર કરતાં કહ્યું કે, “ભલે એમ હે” આ વચન સાંભળીને સર્વે રાજપુત્રીઓ વિષાદ પામી અને સજજડ વિરહાવર્તવાળા શેકસમુદ્રમાં ડૂબી ગઈ. આ પ્રમાણે તે નરેન્દ્રો ઉદ્વેગ મનવાળા થયા અને દશરથના પુત્રોને નમસ્કાર કરીને પોતપોતાના સ્થાને ગયા.
ત્યાં જિનમન્દિરવાળા ઉદ્યાનમાં રાત્રિ પસાર કરીને પ્રાતઃકાળમાં પુનઃ પિતાની ઈચ્છા પ્રમાણે માગ પકડ્યો અને સુખેથી ચાલવા લાગ્યા. પ્રભાતમાં જિનમન્દિર શૂન્ય દેખીને સર્વે લોકોએ તેમના વિરહના શેકથી ઘરનાં સર્વ કાર્યો છેડી દીધાં. વજકર્ણ સાથે સિંહદરને ઉત્તમ પ્રકારની પ્રીતિવાળી મૈત્રી થઈ, તેમ જ પરસ્પર સન્માન દાન ગમન વગેરેમાં પ્રીતિ વધવા લાગી. આ પ્રમાણે પૃથ્વીમાં ધીમે ધીમે ભ્રમણ કરતા દશરથ પુત્રે વિવિધ ગન્ધપૂર્ણ તરુણ વૃક્ષનાં ઘણાં ફલને આહાર કરતા, ઘણાં ભવને, મોટા કિલ્લાઓ અને વાવડીઓથી સમૃદ્ધ કૃપ૫દ્ર નામના નગરમાં આવી પહોંચ્યા અને મત્ત ભ્રમરે જેના પર ગુંજારવ કરતા હતા, એવા વિમલ પુષ્પોથી શોભાયમાન ઉદ્યાનમાં નિવાસ કર્યો. (૧૪૮)
પદ્મચરિત વિષે વજકણું ઉપાખ્યાન' નામના તેત્રીશમા ઉદેશાને
ગૂર્જરનુવાદ પૂર્ણ થયો. [૩૩]
[૩૪] સિંહદર-દ્રભૂતિ-વારિખિલ્યનાં ઉપાખ્યાને
ઉદ્યાનમાં રહેલા તેઓને તૃષા લાગી હતી, ત્યારે લક્ષમણ જળ શોધવા માટે એક સરોવર પાસે જલ્દી આવી પહોંચ્યો. તે સમયે નગરમાંથી કલ્યાણમાલ નામને રાજપુત્ર લેક સાથે આવ્યા હતા અને ક્રીડા કરવા લાગ્યું. તેણે સરોવરના કિનારા ઉપર મનહર રૂપવાળા લક્ષમણને જોયા. કામદેવના બાણથી પીડિત શરીરવાળા તે રાજકુમારે તેની પાસે મોકલ્યો. તેણે જઈ પ્રણામ કરીને કહ્યું કે, “હે પ્રભુ! કૃપા કરીને આપ પધારે, રાજકુમાર અહીં આપના દર્શનેત્સવના સુખની અભિલાષા રાખે છે. “જવામાં શું વાંધો છે?” એમ ચિન્તવીને લક્ષમણ ચાલ્યા. કોમલ હાથમાં તેને પકડીને તેને ભવનમાં દેરી ગયા. બંને એકાસન ઉપર બેઠા અને પછી લક્ષમણને પૂછયું કે,
હે મહાયશ! આપ કઈ તરફથી પધારો છે અને આપનું નામ શું છે? તે કહે.. ત્યારે તેણે કહ્યું કે, મારા મોટાભાઈ અહીં સુંદર ઉધાનમાં એકલા અને તરસ્યા બેઠેલા છે, તેમની તૃષાને અંત લાવ્યા વગર અને તેમની પાસે પહોંચ્યા વગર આ પ્રત્યુત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org