________________
: ૨૦૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
વાકર્ણ રાજાને સમ્યકત્વ પ્રાપ્ત થયું. હે દેવ ! જગતમાં પ્રસિદ્ધ તેને તમે સાંભળ્યા નથી ? આ હકીકત વિશેષ જાણવા માટે લક્ષ્મણે પૂછયું કે, “કયા ઉપાયથી તેણે સમ્ય
ત્વ પ્રાપ્ત કર્યું? તે મને કહે, તે જાણવાનું મને મોટું કુતૂહલ થયું છે. તે સાંભવળીને પથિક કહેવા લાગ્યું કે, “હે દેવ ! સમ્યકત્વરહિત તેને સાધુઓએ સમ્યકત્વરત્નને જે ઉપદેશ આપે, તે આપ સાંભળે–
એક દિવસ વજકર્ણ રાજા શિકાર કરવા માટે જંગલમાં ભટકતું હતું, ત્યારે તેણે આછા અરણ્યમાં એક નિગ્રંથ સાધુને જોયા. ગ્રીષ્મકાળમાં સૂર્યના તાપમાં ઉષ્ણ પત્થર પર બેસીને શરીરને શેષવતા, દઢ વૈર્યવાળા સિંહની જેમ ભયમુક્ત, જેણે પોતાને નિયમ પૂર્ણ કરેલ છે. તે જ સમયે ઉત્તમ ઘોડા પર આરૂઢ થએલ, યમના સરખા અનાદિમિથ્યાત્વી તે રાજા ત્યાં આવ્યા અને તે સાધુને કહેવા લાગ્યું કે, “અહીં આ જંગલમાં શું કરે છે?” ત્યારે તે શ્રમણ-સિંહે કહ્યું કે, “હું આ વનમાં આત્માનું કલ્યાણ વિચારું છું, તથા દુઃખથી મુક્ત કેમ થવાય, તેના પ્રયત્નમાં રહેલો છું.” તે સાંભળી રાજાએ ફરી પૂછયું કે, ભોગ-રહિત આવી અવસ્થામાં અ૯પ પણ સુખ નથી, તે હે સાધુ! તમારા આત્માના કલ્યાણની તે વાત જ ક્યાં રહી? વિષયસુખના અભિલાષી રાજાને જાણીને સાધુએ સુન્દર વચનથી તેને સમજાવ્યું કે-“જે તમે આત્મહિતના વિષયમાં પૂછે છે, તે સર્વે હું તમને સમજાવું છું.
જે ઈન્દ્રિના વિષયમાં આસક્ત થયા છે, તેઓ આત્મ-સુખથી ઠગાઈને હજારો દુઃખને અનુભવતા ભવસમુદ્રમાં મૂઢ બની ભ્રમણ કર્યા કરે છે. આ નશ્વર શરીરના પિષણ માટે અનેક પ્રાણીઓની હિંસા કરીને જળમાં લોહના ગોળાની જેમ સુખરહિત નારકીમાં ઉત્પન્ન થશે. હે નરાધિપ! અનેક નરકથી વ્યાપ્ત, ભયંકર અગ્નિ જેમાં સળગી રહેલો છે, એવી સાત નરક-પૃથ્વીઓને શું તમે નથી જાણતા ? અતિદુર્ગધ અને અતિ અશુભ સ્પર્શવાળી, નિરંતર સૂર્ય-ચંદ્રના પ્રકાશ વગરની, કુંભીપાક, કૂટ શામલી વૃક્ષ સરખા વૃક્ષે કે, જેનાં પત્રો કરવત અને તરવારની ધાર સરખાં, યંત્ર માફક પડે કે શરીરને કાપી નાખે-તેવાં દુઃખદાયક હોય છે. જેની હિંસા કરનારા પાપી અને દીન જી પોતાનાં પાપકર્મથી તેમાં ફેંકાય છે કે, જેઓ આંખના પલકારા જેટલા સમય માટે પણ સુખ મેળવતા નથી, માત્ર દુઃખ જ ભોગવે છે. વિષયમાં લાલુપ બનેલાઓ આવા પ્રકારનું મહાદુઃખ પામે છે. તેવા બિચારાઓને નારકીમાં આત્મહિત કરવાને અવકાશ જ ક્યાંથી હોય? અલ્પ સુખ અને બહુ દુઃખવાળાં વિષયસુખે કિપાકવૃક્ષના ફલ સમાન હોય છે, કે જે ફલ દેખાવમાં મનોહર સુગંધી સ્વાદિષ્ટ હોય, પરંતુ ખાધા પછી તરત શરીરનાં આંતરડાં ચીરી નાખે છે, તેમ વિષય-સુખો ભેગવતી વખત સારાં લાગે છે, પરંતુ પરિણામે નરકનાં દુઃખ આપનાર છે. માટે અહિતકર પાપને ત્યાગ કરો અને તમારા આત્માને હિતકારી હોય તે ધર્મ કરે. જેઓએ પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા છે, અથવા તે જેઓ શ્રાવકનાં અણુવ્રત પાળવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org