________________
: ૨૦૨ :
પઉમચરિય-પદ્યચસ્ત્રિ
સમ્યકત્વની વિશુદ્ધ ભાવનાવાળા, વિનીત, મુનિઓને દાન દેવાની અભિલાષાવાળા અને તેમાં પ્રયત્ન કરનાર ભરતરાજા ગુણસમૃદ્ધ દોઢસે યુવતીઓની સાથે વિશાલ રાજ્ય–વભવ ભેગવતા હતા. આવા પ્રકારનું નિષ્કટક અને અનુકૂલ રાજ્ય મળવા છતાં તે પોતાના રાજ્યના ભોગવટામાં સ્નેહાનુબંધ કરતો ન હતો, પણ તેનું મન નિરન્તર ધર્મમાં જ લાગેલું હતું અને એવી ભાવના હંમેશાં વહેતી હતી કે, ક્યારે એવો સુંદર સમય આવશે કે, તે સમયે હું જિનેશ્વર ભગવતે કહેલી પ્રવજ્યા અંગીકાર કરીશ.” આ પ્રમાણે જિનેન્દ્ર અને નિર્ચન્થ સાધુ ભગવન્તોની કથામાં અનુરાગવાળા વિનીત ભરત રાજા પિતાનાં કર્મને નાશ કરવાના કારણભૂત ચિત્તને વિમલ અને વિશુદ્ધ કરતા હતા. (૯૭)
પદ્મચરિત વિષે “દશરથદીક્ષા, રામ-નિગમન અને ભરતને રાજ્યપ્રાપ્તિ નામના બત્રીશમા ઉદેશાને આ. શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂર્જરનુવાદ
પૂર્ણ થયો. [૩૨].
[ ૩૩ ] વજકર્ણ ઉપાખ્યાન
ત્યાર પછી સીતા સહિત તે રામ અને લક્ષમણ બંને જણ કેમ કરી ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા છે, જ્યાં વલ્કલનાં વસ્ત્ર અને જટાને ધારણ કરનાર તાપસે રહેતા હતા. એવા તાપના આશ્રમે પહોંચ્યા. જેમાં વિવિધ પ્રકારનાં ફલને સંગ્રહ કરેલ હતો, તથા ઉમ્બર, ફણસ અને વડનાં સુક્કાં પત્રો વેરાએલાં પડેલાં હોવાથી તેને માર્ગ જાણી શકાતો ન હતો. તથા જેમાં દર્ભ, પૂજા-સામગ્રી અને ઈશ્વણાના ઢગલાએ કરેલા હતા–એવા તાપસના આશ્રમમાં પ્રવેશ કર્યો. એટલે આસન આપવું, વિનય સત્કાર-સન્માન કરવામાં કુશલ એવા સર્વે તાપસ-ગણે વિવેક પૂર્વક આદર આપી તેમને બોલાવ્યા. ત્યાં એક રાત વાસ કરીને ફરી અટવીના માગે આગળ ચાલ્યા, તે અતિશય ઉંચા શિખના સમૂહવાળે ચિત્રકૂટ પર્વત જોવામાં આવ્યા. તે અનેક પ્રકારના વૃક્ષોથી આચ્છાદિત હતો, જુદા જુદા જંગલી જાનવર માટે નિવાસસ્થાન, વિવિધ પ્રકારના પક્ષીગણથી સમૃદ્ધ, પર્વત પરથી વહેતી નદીએ જેને માગ રેકી દીધેલ છે, જેમાં કોઈ સ્થળે સિંહે વિદારેલ હાથીના રુધિરથી ખરડાએલ હોવાથી તેને લાલ પ્રદેશ ભયંકર જણાતો હતો. કોઈ કઈ સ્થળે શરભથી ત્રાસ પામેલા હાથી–ટોળાંઓની નાસ–ભાગથી ભાંગી ગએલા વૃક્ષોના સમૂહવાળા, કે કોઈ સ્થળમાં વરાહ અને સિંહના અત્યંત દર્પવાળાં યુદ્ધો ચાલતાં હતાં, તે ક્યાંઈક વાઘે મારેલા, કઠણ થાપાથી ચીરાઈ ગએલા વક્ષસ્થલવાળી ભેંશ જણાતી હતી. જ્યાંઈક વાંદરાઓ “હુક હુક” કરતા ચીચીયારી મચાવતા હતા. ક્યાંઈક પક્ષીગણ કિલકિલારવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org