________________
[૩૩] વાકર્ણ ઉપાખ્યાન
': ૨૦૩ : શબ્દો કરતા હતા, ક્યાંઈક સિંહના ભયથી હરણીયાઓનાં ટોળાં ઉતાવળાં ઉતાવળાં દેડતાં હતાં. કઈ કઈ પર્વતના સ્થાનમાં મદોન્મત્ત હાથીઓના ગંડસ્થલમાં રહેલા મદની ગંધમાં લુબ્ધ બનેલા ભમરાઓ મધુર સ્વરથી ગુંજારવ કરતા હતા. આવા પ્રકારના વિવિધ સ્થળોના વિનિયેગવાળા ચિત્રકૂટ પર્વતને તેઓએ જે. - ત્યાં પહોંચીને વિવિધ પ્રકારના સુગંધયુક્ત ઉત્તમ સ્વાદવાળા વૃક્ષો અને વેલા પર ઉગેલાં ફળ ઈચ્છાનુસાર ખાધાં. આરામથી જતાં જતાં કંઈક અધિક ચાર મહિને અનેક બાગ-બગીચા વનોથી અલંકૃત મનોહર અવન્તિદેશમાં પહોંચ્યા. ત્યાં લોકો અને ધન-ધાન્યથી સમૃદ્ધ એવો કેટલોક પ્રદેશ ઓળંગ્યા પછી આગળ ચાલ્યા, ત્યારે જેમાંથી લોકો ચાલ્યા ગયા છે, એવો બીજે ઉજજડ પ્રદેશ જોવામાં આવ્યું. એક વડના વૃક્ષ નીચે થાક ઉતારવા આરામથી બેઠા. ત્યાર પછી રામે કહ્યું કે-“હે લક્ષ્મણ ! આ નિર્જન પ્રદેશ છે. અહીં અન્ન ઘણું ઉત્પન્ન થયું છે, ઉદ્યાનના વૃક્ષો ફલોના ભારથી નમી પડેલા છે, શેરડીના ખેતરની પ્રચુરતાવાળા ગામે પણ શહેરે જેવા મોટા મોટા આકારવાળા છે. પક્ષીઓથી નહીં ભક્ષણ કરાએલા અને અખંડિત કમળવાનાં મોટાં મોટાં સરેવર અણવપરાતાં જણાય છે, ઈંધણ અને સામાન ભરેલાં ગાડાંઓ માર્ગ વચ્ચે ભાંગી ગયાં છે, તેથી માર્ગો શેકાઈ ગયા છે. ચણું, તલ, મગ, અડદ, ડાંગર અને અનેક પ્રકારનાં ધાન્ય વેરાએલાં પડેલાં છે. ઘણા પ્રદેશમાં અશક્ત અને ઘરડી ગાયે પડેલી છે. વળી રામે લક્ષ્મણને કહ્યું કે-“નજીકમાં કઈ ગામ કે શહેર હેય તે તપાસ કરે; કારણ કે સીતાને અતિશય થાક લાગે છે.'
એટલે મોટી લાંબી અને વિસ્તૃત ડાળીવાળા ઉંચા વડલાના વૃક્ષ પર ચડીને લક્ષમણ ચારે દિશામાં જોવા લાગ્યો. રામે પૂછયું કે, “હે લક્ષ્મણ ! તું શું જુવે છે ?” ત્યારે તેણે કહ્યું “હે દેવ ! સાત સાત માળવાળા ઉંચા સેંકડો સફેદ મહેલેથી વ્યાપ્ત પર્વત જેવા પ્રગટ આકારવાળું રૂપ દેખાય છે. સેંકડો બાગ-બગીચા અને જળાશવાળું આખું નગર ધન અને જનરડિત થવાના કારણે ઉજજડ અને ભયંકર દેખાય છે. હે પ્રભુ! માત્ર અતિ ચપળતા અને વેગથી ચાલતો એક પુરુષ દેખાય છે. ત્યારે રામે કહ્યું કે, તેને મારી પાસે બોલાવી લાવ. લક્ષ્મણ વડ ઉપરથી નીચે ઉતર્યો, તેને બોલાવીને રામ પાસે લાવ્યું. એટલે રામના ચરણુયુગલમાં નમસ્કાર કરીને પાસે ઉભો રહ્યો. રામે તેને પૂછયું કે- હે ભાગ્યશાળી ! તું ક્યાંથી આવ્યો છે? આ દેશ કર્યો છે? આ દેશ ધન અને લેકથી રહિત કેમ જણાય છે ? તેની યથાર્થ હકીક્ત મને કહે.” ત્યારે શ્રીગુપ્ત નામના તે પુરુષે રામને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, “હે મહાશય ! હું તો પરદેશમાં રહેનાર ગૃહસ્થ છું. હું અહીં કેમ આવ્યો છું ? તેની હકીકત કહું, તે આપ સાંભળે – ઉજજયિની નગરીના સ્વામી સિંહદર નામના રાજા છે. દશપુર નગરના સ્વામી વજકર્ણ અહીં તેના સેવક છે, તે ત્રણે ભુવનના ગુરુ જિનેશ્વર ભગવંત અને જ્ઞાની નિગ્રંથ મુનિઓ સિવાય બીજા કોઈ પુરુષને નમસ્કાર કરતા નથી. નિગ્રન્થ સાધુઓના પ્રસાદથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org