________________
[૩૨] દશરથની દીક્ષા, રામનું નિર્ગમન અને ભરતનું રાજ્ય
: ૨૦૧ : ઉજજવલ નિર્મલ વિમાનમાં લાંબા કાળ સુધી આનન્દ-ક્રીડા અનુભવે છે. જે, જિનેશ્વરને દહિંના કળશથી અભિષેક કરે છે, તે દહિં સરખા ઉજજવલ ભૂમિતલવાળા દેવવિમાનમાં દિવ્ય રૂપ ધારણ કરનાર ઋદ્ધિસંપન્ન દેવ થાય છે. જે પુરુષ, જિનેશ્વરને ઘીને અભિષેક કરે છે, તે ઉત્તમ વિમાનમાં સુગંધિત દેહવાળ ઉત્તમ દેવ થાય છે. અભિષેક કરવાના પ્રભાવથી પ્રભુભક્તિ કરનારા અનંતવીર્ય વગેરે અનેક શાસ્ત્રમાં સંભળાય છે કે, જેઓ અભિષેકની ઋદ્ધિ પ્રાપ્ત કરવા સાથે ઉત્તમ દેવતાનાં સુખનો અનુભવ કરે છે. જે, જિનેશ્વર ભગવાનની ભક્તિથી નૈવેદ્ય અને બલિ જિનગૃહમાં ચડાવે છે, તે પુરુષ પરમવિભૂતિ અને આરોગ્ય મેળવે છે. જે, જિનાયતનમાં ગાન્ધર્વ, વાજિંત્ર, નાટ્ય અને મધુર સ્વરથી ગાયન-સંગીત કરાવી પૂર્ણ મહોત્સવ કરે છે, તે શ્રેષ્ઠ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થઈ મહોત્સવ મનાવનાર થાય છે. જે, પોતાના વૈભવનુસાર વિવિધ પ્રકારના ઉત્તમ વૈભવ અને શેભાયુક્ત જિનભવનને કરાવે છે, દેવસમૂહથી અભિનન્દન પામતો તે દીર્ઘકાલ સુધી શ્રેષ્ઠ સુખને અનુભવ કરે છે. જિનમત વિષે અનન્ય દષ્ટિવાળો તેમ જ દઢધર્મવાળો જે કઈ પુરુષ, જિનપ્રતિમા ભરાવે છે, તે દેવ અને મનુષ્યના ભેગો પ્રાપ્ત કરીને મોક્ષ પણ મેળવશે.
આ પ્રમાણે જિનેશ્વર ભગવતે ઉપદેશેલ ધર્મ કરનાર દેવવિમાનમાં ઉત્પન્ન થઈને ફરી ચક્રધરપણું પણ પામે છે, વળી તેવા કુશલાનુબન્ધી પુણ્યશાળી આત્મા ભરત, સનસ્કુમાર આદિની જેમ ફરી પણ સંયમ–તપનું સેવન કરીને સર્વ કર્મ રજથી મુક્ત થઈ સિદ્ધિગતિને પણ મેળવે છે.”
“હવે જિનવરને વન્દન અને ભક્તિરાગ કરવાથી થતા ફલનું વિવેચન સાંભળો– જે, જિનેશ્વરને વંદન કરવાની મનથી ઇચ્છા કરે, તેને ઉપવાસનું ફલ, ઉભો થાય, તેને છરૂ તપનું ફલ, ગમનને આરંભ કરે, તો અઠ્ઠમતપનું ફળ મળે, ગમન કરે તે લાગલગાટ ચાર ઉપવાસ કરે–તેટલું ફળ મળે, થોડું ચાલ્યો તો પાંચ સામટા ઉપવાસ, મધ્યસ્થળે પહોંચ્યા, તે પંદર સામટા કરેલા ઉપવાસ જેટલું ફળ મળે, જિનમન્દિર દેખે, એટલે માસક્ષમણના ઉપવાસ જેટલો લાભ થાય. જિનભવનમાં પહોંચી ગયે, તે પુરુષ છ મહિનાના લાગલગાટ કરેલા ઉપવાસનું ફળ અને દ્વાર પ્રદેશમાં પ્રવેશ કરનારને એક વરસના ઉપવાસ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. દેહરાસર ફરતી પ્રદક્ષિણ કરનાર સે વરસના ઉપવાસ કરવા જેટલું ફલ મેળવે છે. જિનેશ્વર ભગવન્તની સ્તુતિ કરવાથી હજાર વર્ષ સુધી કરેલ મહાતપનું અખૂટ-અનન્ત પુણ્યફલ પ્રાપ્ત કરે છે. જિનેશ્વરને વન્દન કરવું, તેમની ભક્તિ કરવી, તેના કરતાં ચડિયાતો બીજો કોઈ ઉત્તમ ધર્મ નથી, આ કારણે હે ભરત! તું જિનેશ્વર ભગવન્તની હંમેશાં ભાવથી ભક્તિ કર. પ્રભુભક્તિ કરવાથી ચારિત્રમોહનીય કર્મ પાતળું પડે છે અને ઉત્તરોત્તર નિન્ય મુનિ થઈને કૃતાર્થ બની ક્ષે પણ જઈશ.” આ પ્રમાણે મુનિવર પાસે ધર્મોપદેશ સાંભળીને ભારતે તેમની પાસે શ્રાવકને યંગ્ય વ્રત-ગ્રહણરૂપ દેશવિરતિ-ધર્મ અંગીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org