________________
[૩૨] દશરથની દીક્ષા, રામનું નિČમન અને ભરતનું રાજ્ય
શેાધ કરવા જતા હતા. ભયકર મહાવનમાં નદીના કિનારે વિશ્રાન્તિ લેતા સીતા સહિત પાસે રહેલા ઉત્તમધનુષ-સહિત તેમને જોયા.
રામ, લક્ષ્મણુ એ અને કુમારસિંહાએ જે દેશ ઘણા દિવસેાએ વટાવ્યા, તે જ ભરતે સહેલાઇથી છ દિવસમાં પાર કર્યાં. કૈકેયી-પુત્ર ભરતની નજર જ્યાં તેમના ઉપર પડી કે, ઘેાડાના ત્યાગ કરીને રામના ચરણમાં પડ્યો, પ્રણામ કર્યા એટલે ભરતને મૂર્છા આવી ગઇ. મૂર્ચ્છ ઉતરી ગઇ, સ્વસ્થ થયા, એટલે રામે સ્નેહથી તેને આલિંગન કર્યું. સીતા અને લક્ષ્મણે તેની સાથે ક્રમપૂર્વક ખૂબ વાર્તાલાપ કર્યાં. શરીર નમાવીને મસ્તકે અંજલિ કરીને ભરત રામને વિનંતિ કરવા લાગ્યા કે− હૈ સુપુરુષ! આજ્ઞા ગુણવાળા વિશાલ સમગ્ર રાજ્યનું તમે પાલન કરે. હું છત્ર ધારણ કરીશ, શત્રુઘ્ર ચામર ધારણ કરશે, લક્ષ્મણ મ`ત્રી થશે અને તમારે અંગે બીજી જે કંઇ સુંદર કાય હશે, તે કરીશું.
: ૧૯૯ :
આ પ્રમાણે વાર્તાલાપ થઈ રહેલા હતા, તેટલામાં રથમાં બેસીને ઉતાવળી ઉતાવળી કૈકેયી દેવી પણ તે સ્થળે આવી પહોંચી. ઉત્તમ રથમાંથી નીચે ઉતરીને રામને આલિંગન કરી રુદન કરતી કૈકેયીએ રામને, સીતાને તેમજ લક્ષ્મણને ક્રમસર ખાલાવ્યા. ત્યાર પછી કૈકેયીએ રામને કહ્યું કે, ‘હે પુત્ર! ચાલેા વિનીતા નગરીમાં જઇએ અને તું તારુ' પેાતાનું રાજ્ય કર અને ભરતને પણ રાજ્યનીતિ શીખવજે. અમારા સ્ત્રીઓના સ્વભાવ ચપલ હોય છે, લાંખી બુદ્ધિ હેાતી નથી, કપટ કરવાની ટેવ હોય છે. જે કંઇ મારાથી તને પ્રતિકૂલ કરાયું હોય, તેની હે પુત્ર! ક્ષમા કરજે.' ત્યારે રામે કહ્યું કે, હું માતાજી ! મહાકુલમાં જન્મેલા ક્ષત્રિયા કદાપિ અસત્ય ખેલે ખરા ? માટે ભરત રાજ્ય કરશે જ.’ તે જ વનમાં સર્વ રાજા સમક્ષ લક્ષ્મણ સહિત રામે ભરતને રાજ્ય પર સ્થાપન કર્યો. કૈકેયીને નમસ્કાર કરીને. ભરત રાજાને ભુજાએથી આલિંગન કરીને સર્વ સામન્તા સાથે વાર્તાલાપ કરીને સીતા સહિત તેએ દક્ષિણ દેશ તરફ ચાલવા લાગ્યા. ભરત પેાતાની નગરી તરફ ચાલ્યા અને પહેાંચીને ઇન્દ્ર જેમ દેવનગરીમાં, તેમ ભરત રાજ્ય કરવા લાગ્યા. શેાકના કારણે આવું નિષ્કંટક રાજ્ય હોવા છતાં તે ક્ષણવાર પણ તેમાં ધૃતિ કરતા ન હતા. માત્ર જિનેશ્વરને પ્રણામ કરતા હતા, ત્યારે શરીર-સુખ થતું હતું. એક વખત ભરત સરિવાર જિનભવનમાં ગયા. ભગવંતને વંદન કર્યાં, સ્તુતિ કરી, ત્યાર પછી ગણુસહિત દ્યુતિ નામના મુનિને જોયા. ધીર ભરતે મુનિને નમસ્કાર કરીને તેમની પાસે અભિગ્રહ ગ્રહણ કર્યાં કે, રામનાં દન કરું પછી મારે પ્રયા ગ્રહણ કરવી. ’ ત્યાર પછી ભરત રાજાએ મુનિને ધનુ સ્વરૂપ પૂછ્યું, એટલે મુનિએ ધમ સમજાજ્ગ્યા અને કહ્યુ કે, જ્યાં સુધી રામ ન આવે ત્યાં સુધી શ્રાવકધર્મનું પાલન કર.
વિવિધ વ્રત, નિયમ, જિનપૂજા, દાન આદિનાં ફળ
નિગ્રંથ સાધુ મહર્ષિઓની ચર્ચા અત્યંત દુર હાય છે. અભ્યાસ કરવાથી-દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org