________________
: ૧૯૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર
વડે અમાને આ ભયંકર સ'સારરૂપી સાગરના પાર પમાડી. ' ત્યાર પછી મુનિએ જિનાપર્દિષ્ટ સંક્ષેપથી ધર્મ કહ્યો, જેથી ઘણા તે જ સમયે સંવેગ-પરાયણ થયા. નિગ્ધ, વિજય, મેઘકુમાર, રણલાલ, નાગદમન, ધીર, શ, શત્રુન્નુમ, ધર, કટક, વિનાદ, શવ, પ્રિયવન અને કંઠાર આ સર્વે અને બીજા કેટલાક રાજાઓએ નિત્ર થલક્ષ્મી પ્રાપ્ત કરી–અર્થાત્ પ્રવ્રજ્યા અગીકાર કરી. વળી બીજા કેટલાક રાજાઓએ શ્રાવકધમ અંગીકાર કર્યાં. અને દેશ તરફ ગયા. ક્રમે કરી સાકેતપુરી પહેાંચ્યા અને ભરત રાજાને સ હકીકત સ્પષ્ટ જણાવી. સીતા અને લક્ષ્મણને સાથે લઈને રામચંદ્રજી અરણ્યમાં ગયા, પણ પાછા ન ફર્યાં. આ વચન સાંભળીને ભરત ઘણા દુ:ખી થયા.
પુત્રના વિયાગમાં અત્યંત વૈરાગી અનેલા દશરથ રાજાએ તરત જ ભરતના રાજ્યાભિષેક કર્યા. ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા દશરથ રાજાએ મહેાંત્તર સુભટાની સાથે ભૂતશરણુ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાં એકાકી વિહાર કરનારા દશરથ રાજા તપસ્યા કરતા હતા, પરંતુ મનમાં દુઃખિત હૃદયવાળા પુત્રસ્નેહને વહન કરતા હતા. એક વખત ધીર તે અતિશય શુભધ્યાનમાં આરૂઢ થયા અને મનથી ચિંતવવા લાગ્યા કે, ‘સ્નેહ એ પણ મજબૂત અ`ધન છે. બીજા ભવામાં મને અનેક પ્રકારના ધન, સ્વજન, પુત્ર અને પત્નીઓ વગેરે હતા, તે અનાદિ સ'સારમાં પરિભ્રમણ કરતા તે અત્યારે ક્યાં ગયા? ઉત્તમ વિમાનવાસવાળા દેવલાકમાં વિષયસુખા ભાગવ્યાં અને તેના લરૂપે નરકની અંદર અગ્નિમાં બળવાનાં દુઃખા પણ ભાગમાં. તિય ચયેાનિમાં એક બીજાને ભક્ષણ કરવા રૂપ દુઃખનો અનુભવ કર્યાં તથા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ રૂપ એકેન્દ્રિયયેાનિમાં લાંબા કાળ સુધી ભ્રમણ કર્યું.... મનુષ્યગતિમાં પણ અન્ધુઓના સ્નેહાનુરાગમાં રક્ત ખની ઘણા ભાગા ભાગળ્યા, સચાગ-વિયેાગ, અનેક રાગ, શેક આદિના અનુભવ કર્યાં. માટે દોષના મૂલરૂપ પુત્રસ્નેહનો ત્યાગ કરું છું અને મુનિવરની પાસે જઇને તેમનાં દર્શન કરીને તેમના કહેલા પ્રાયશ્ચિત્તથી મારા મનની નિ લતા કરીશ. વિવિધ પ્રકારના તપ કરતા, સર્વ પરિષહેાને સહન કરતા, મહાત્મા દશરથમુનિ એકાંત દેશમાં વિચરતા હતા.
પુત્રા પરદેશ ગયા, પતિએ પ્રવ્રજ્યા અંગીકાર કરી. એટલે અપરાજિતા અને સુમિત્રા રાણીએ શેાક-સમુદ્રમાં ડૂખી ગઈ. પુત્રના શાકથી દુઃખિત રાણીઓને દેખીને કૈકેયી રાણી પેાતાના ભરત પુત્રને કહેવા લાગી કે, ‘મારી એક વાત સાંભળ. હે પુત્ર ! સર્વથા નિષ્કંટક અને અનુકૂલ મહારાજ્ય તેં પ્રાપ્ત કર્યું છે, પરંતુ રામ અને લક્ષ્મણ વગર તે શાભા પામતું નથી. તેઓની માતાએ પુત્રવિયેાગમાં દુઃખ પામીને રખેને કાલ કરી જાય, તે પહેલાં જલ્દી તે ઉત્તમ કુમારેશને પાછા લઈ આવ. ” માતાનું વચન સાંભળીને અશ્વ ઉપર આરૂઢ થઇને ભરત ઉતાવળા ઉતાવળા તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. અરે! આ માર્ગે જતાં કાઇ સ્ત્રી સહિત બે કુમારસિંહાને જોયા છે? એમ માર્ગે ચાલતા પથિક જનાને પૂછતા પૂછતા પવન સરખા વેગથી ભરત ભાઇઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org