________________
[૩૧] દશરથ રાજાનો પ્રવજ્યાને નિર્ણય
: ૧૯૧ : - એક વખત બખ્તર પહેરી તૈયાર થઈ સિન્ય સહિત સિંહપુરી તરફ લડાઈ કરવા માટે પ્રયાણ કર્યું કે, જ્યાં વાવરનયન નામનો રાજા હતો. કેપથી અનલ નામની વિદ્યાથી શત્રુન્યને તેની નગરીને બાળી નાખવાની ઈચ્છાથી રથમાં આરૂઢ થઈને જઈ રહેલું હતું, ત્યારે આકાશમાં રહેલા દેવે તેને કહ્યું કે- “હે રત્નમાલી રાજા ! આવું પાપ ન કર, મારી વાત સાંભળ, હું તને તારા પૂર્વભવને વૃત્તાન્ત કહીશ. “આ ભારતવર્ષમાં ગાન્ધાર પ્રદેશમાં ભૂરી નામને રાજા હતો. કમલગભ નામના સાધુની પાસે તેણે નિયમ ગ્રહણ કર્યો કે, “હવે હું પાપ નહીં કરીશ” એવું મારું વ્રત છે. આ નિયમથી પાંચ પલ્યોપમ પ્રમાણ દેવનું આયુષ્ય ઉપાર્જન કર્યું. ત્યાં ઉપમૃત્યુ નામને એક પાપી પુરહિત રહેતું હતું, તેના ઉપદેશથી પુણ્યવગરના ભૂરીએ વ્રતને ત્યાગ કર્યો. સ્કન્દ મારી નાખે તે પુરોહિત મોટા હાથીપણે ઉત્પન્ન થયા. યુદ્ધમાં જર્જરિત દેહવાળો થએલે હતા, ત્યારે કોઈકે કાનમાં સારા નામના જાપ સંભળાવ્યા. તે મૃત્યુ પામી ગાન્ધારમાં ભૂરીની પત્ની જનગન્ધાના અરિહસન નામના પુત્ર તરીકે જમ્યા. કમલગર્ભને દેખીને અને પૂર્વભવ યાદ કરીને દીક્ષા લીધી. કાલ પામીને હું સહસાર ક૯૫માં દેવ છે. જે ભૂરી હતું, તે જ તું છે. કાલ કરીને દંડકારણ્યમાં ઉદક કીર્તિધર થયે, દાવાનલમાં બળી મરી ગયે, ત્યાર પછી પાપ-પ્રસંગે કરીને શર્કરા પ્રભા નામની બીજી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયો. ત્યાં નરકમાં નેહવશ હું ગયા અને પ્રતિબંધિત કર્યો. હે મહાયશ ! કાલ પૂર્ણ થયા એટલે નરકમાંથી નીકળીને તું વિદ્યાધરોને અધિપતિ રત્નમાલી થયે. જે પહેલાં ભૂરી હતું, તે તું રત્નમાલી છે અને જે ઉપમૃત્યુ પુરોહિત હતા, તે હું અત્યારે દેવ થયે છું. શું તે નરક અને તિર્યંચ યોનિમાં દુઃખો ઓછાં અનુભવ્યાં છે? કે સજજડ રાગ-દ્વેષ કરીને આવાં અકાર્ય કરવા તૈયાર થયે છે ?”
આ પ્રમાણેનું દેવનું વચન સાંભળીને નરેન્દ્ર સંવેગપરાયણ બને. સૂર્ય જયના પુત્ર કુલનન્દનને રાજ્યગાદી પર સ્થાપન કર્યો. સૂર્યજય પુત્ર સહિત ધીર રત્નમાલીએ આચાર્ય તિલકસુન્દરના શરણમાં જિનપદિષ્ટ દીક્ષા અંગીકાર કરી. સૂય જય મુનિ ભારી આકરું તપ કરીને મહાશુક નામના દેવલોકમાં ગયા. ત્યાંથી ચ્યવીને તું અનરણ્યને દશરથ નામે પુત્ર થયો. હે રાજન્ ! અપપુણ્યરૂપ શુભકર્મના ઉદયથી ઉપાસ્તિ આદિના જન્મમાં તું વડલાના બીજની જેમ વૃદ્ધિ પામે. પૂર્વભવમાં તું નન્દિવર્ધનના પિતા નદિોષ નામના હતા, તે શ્રેયકમાંથી ચ્યવીને સર્વભૂતહિત નામના મુનિ થયા. ભૂરી અને ઉપમૃત્યુ નામના જે બે મનુષ્ય હતા, તે તમારી આજ્ઞાને આધીન જનક અને કનકરાજા થયા. અનેક લાખ ભોના સમ્બન્ધવાળા ઘોર સંસારમાં જીવો પિત પિતાનાં કર્મ પ્રમાણે મરણ અને પરાવર્તન પામ્યા કરે છે.
' આ પ્રમાણે મુનિવરે કહેલ વૃત્તાન્ત સાંભળીને દશરથરાજા ભવથી ઉદ્વેગ પામ્યા અને તત્કાલ સંયમ ગ્રહણ કરવાની અભિલાષા કરી. દશરથરાજાએ સવંદરથી ગુરુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org