________________
૬ ૧૯૨ ;
પઉમચરિય-પદ્મચરિત્ર ચરણમાં નમીને લોક અને ધનથી પરિપૂર્ણ સાકેત નગરીમાં પ્રવેશ કર્યો. મનમાં ચિતવન કર્યું કે, રામને રાજ્ય આપીને પછી સર્વ સંગથી મુક્ત થઈ મુક્તિસુખની પ્રાર્થના કરું. મેરુપર્વત સરખા ધીર અને ગંભીર રામ બાન્ધવજન-સહિત ત્રણ સમુદ્રની મેખલાવાળી પૃથ્વીને પાલન કરવા સમર્થ છે. આવા પ્રકારની ચિન્તાવાળા રાજ્યસુખથી વિમુખ થએલા દશરથ મહારાજાએ શરદકાળ વીતાવ્યું અને હેમન્ત સમય પ્રાપ્ત કર્યો.
હેમન્ત ઋતુમાં ઠંડા પવન વાવાને કારણે લોકોના હોઠ, હાથ અને પગ ફાટવા લાગ્યા. ધૂળીઓના રજસમૂહથી આચ્છાદિત ચન્દ્રની જેમ આછી કાન્તિ વહન કરવા લાગ્યા. ઠંડીના કારણે હાથ અને ગરદન સંકોચાવા લાગ્યા. જેના શરીરમાં ફાટ પડેલી છે, તે અગ્નિના તાપણાનું સ્મરણ કરવા લાગ્યા, તેમ જ ઘણાં કપડાં પહેરેલા દીન બનીને અગ્નિનું શરણુ શોધવા લાગ્યા. દાંતરૂપી વીણા વગાડનાર દારિદ્રથી અત્યંત પરાભવ પામેલા અપુણ્યશાળી લાકડાના અને ઘાસના ભારા લાવીને આજીવિકા કરનારા લોક થર-થર ધ્રુજતા થકા પિતાનો સમય પસાર કરવા લાગ્યા. મહેલોમાં રહેનાર કેટલાક બીજાઓ ઠંડી શકનારા સુંદર વસ્ત્રો પહેરીને, કલાગુરુના ધૂપની સુગંધ ગ્રહણ કરતા, હંમેશા સુવર્ણના ભાજનમાં પીરસાએલા સ્વાદિષ્ટ આહારનું ભેજન કરતા. કુંકુમ અને સુગંધી પદાર્થોનું વિલેપન કરેલા, અક્ષીણ ધનવાળા પુણ્યવાન લોક ગીત અને વાજિંત્રોના કર્ણપ્રિય મધુર સ્વરે સાંભળતા પિતાને સમય સુખમાં પસાર કરે છે. પુણ્યથી પરિપૂર્ણ લોક અત્યંત મધુર વચન બોલનાર તથા ઉત્તમ મનહર બંધ બેસતાં વર્ણવાળાં વસ્ત્રો સજેલી અને મનહર રૂપવંતી તરુણ યુવતીઓ સાથે લાંબા કાળ સુધી કીડા કરે છે. જો ધર્મ કરવાથી દેવો અને મનુષ્યની વિવિધ ભાગસામગ્રી અને અધર્મથી નરક અને તિર્યચનિમાં વારંવાર દુખ પ્રાપ્ત કરે છે.
આવા પ્રકારના સંસારના સમગ્ર લોકોના કર્મના પરિણામો જાણીને અને સાંભળીને સંસારભ્રમણથી ભય પામેલા દશરથરાજા પ્રત્રજ્યા ગ્રહણ કરવાની અભિલાષા કરે છે. તરત જ રાજાએ સામન્તો અને મંત્રીઓને બોલાવ્યા એટલે તેઓ આવીને મસ્તકથી પ્રણામ કરીને ઉત્તમ આસન ઉપર બેસી ગયા. અને વિનંતી કરી કે, “હે સ્વામી ! આપ આજ્ઞા કરે કે, અમારે શું કાર્ય કરવાનું છે?” એમ ભટોએ કહ્યું, એટલે દશરથે કહ્યું કે, “આજે હું પ્રત્રજ્યા અંગીકાર કરીશ.” ત્યારે મંત્રીઓએ કહ્યું કે-“હે સ્વામી! આજે એવું કયું સબલ કારણ ઉપસ્થિત થયું કે, ધનનો અને સમગ્ર યુવતીવર્ગને ત્યાગ કરીને આપ દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે દશરથ રાજાએ કહ્યું કે, “તમારી સમક્ષ રહેલું આ સમગ્ર સુક્કા અસાર ઘાસની જેમ સતત મરણરૂપી અગ્નિથી જળી રહેલું છે. ભવ્ય માટે જે સારી રીતે ગ્રહણ કરી શકાય તેવું છે, અભ
ને માટે અગ્રહણ ચગ્ય છે, દેને જે પ્રાર્થનીય છે, તે મોક્ષમાં જવા માટે સુગમ માગ છે. મુનિની પાસે તે ધર્મ સાંભળીને મને વૈરાગ્ય થયે છે, માટે સંસારરૂપી ભવ-સમુદ્રને પાર પામવાની અભિલાષા કરું છું. માટે રાજ્યપાલન કરવા સમર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org