________________
: ૧૮૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
હું જિનાદિષ્ટ તપ કરીશ. આ પૃથ્વીનેા લાંખા કાળ સુધી ભાગવટો કર્યાં. વિષયા પણ ભાગવ્યા, ઉત્તમ પુત્રી પણ પ્રાપ્ત થયા; હવે મારે કાની પ્રતીક્ષા કરવાની છે ? આવા પ્રકારની વિચારણા કરીને પૂર્વે કરેલાં કર્મનો ક્ષય કરવા માટે ધર્મમાં અનુરાગવાળા થયા, તેમ જ ભાગામાં અનાદર કરવા લાગ્યા.
કેટલાક સમય પછી અતિવિશાલ મેાટા સંઘ-સહિત વિહાર કરતા કરતા સર્વ જીવાને હિતકારી એક મુનિવૃષભ સાકેતનગરમાં આવી પહેાંચ્યા. માના પરિશ્રમ અને તડકાથી થાકેલા સઘને સારા સ્થળમાં વિસામા આપીને પાતે દશમા એમ મહેન્દ્રોદય નામના બગીચામાં પ્રવેશ કર્યાં. ત્રસ-પ્રાણ-જન્તુ-રહિત, સરખા તલવાળા મનેાહર શિલાતલ ઉપર નાગવૃક્ષની નીચે ચારજ્ઞાની ભગવંત બિરાજમાન થયા. કેટલાક શ્રમણાએ ગુફામાં નિવાસ કર્યાં, કેટલાક શ્રમણા પતાની ઉપર રાકાયા, કેટલાકે પર્વતની કન્દરાઓમાં અને કેટલાકાએ ચૈત્યગૃહામાં આશ્રય કર્યાં. તે સર્વભૂતશરણે ચતુર્વિધ સંઘ સાથે ત્યાં જ એક માસ પૂર્ણ કર્યા. ત્યાર પછી વર્ષાકાલ આવી પહેાંચ્યા. મેઘા ખૂબ ગારવ કરવા લાગ્યા, વિજળીના ચમકારાથી આકાશ દેદીપ્યમાન થવા લાગ્યું, સેંકડા ધારાએથી જરિત અને નવીન ધાન્યના પાકથી ાભાયમાન પૃથ્વી જણાવા લાગી. નદીઓ ઉભરાવા લાગી. મુસાના માર્ગા દુમ બની ગયા, પરદેશ ગએલા પતિવાળી, પતિને મળવાની ઉત્કંઠાવાળી સ્ત્રીએ મનમાં ઝુરાયા કરતી હતી. નિઝરણાંઓના ઝજ્જી, મારા, દેડકા, બપૈયા વગેરેના ફેલાએલા શબ્દો હાથીની લીલાને રોકી રાખતા હતા. આવા વર્ષાકાલમાં સ્વાધ્યાય-ધ્યાનમાં તલ્લીન બનેલા મહાસમ સાધુએ દુઃખના ક્ષય કરવા માટે વિચારણા કરતા હતા.
એક દિવસ પ્રભાત સમયે સુભટાથી પરિવરેલા રાજા મુનિઓને વન્દન કરવાના ભક્તિરાગથી ઉત્તમ ઉદ્યાન તરફ ચાલ્યા. દશરથ રાજા ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. ભાવથી સાધુઓને અભિવાદન કરીને ત્યાં જ બેઠા અને સિદ્ધાન્તના પદાર્થો શ્રવણુ કરવા લાગ્યા. લેાક, દ્રવ્ય, ક્ષેત્રના વિભાગેા, કાલના સદ્ભાવ, કુલકાની પરમ્પરા, તથા અનેક પ્રકારના રાજવ’શ વિષયક શ્રવણુ કરીને તે મુનિની સ્તુતિ કરવા પૂર્વક પ્રણામ કરીને આનન્દ્રિત રાજાએ પેાતાની નગરીમાં પ્રવેશ કર્યા અને ઈચ્છાનુસાર સમય પસાર
કરવા લાગ્યા.
આ પ્રકારે મુનિના ગુણુ તથા ઉપદેશમાં અનુરાગવાળા મહાત્મા વિનયથી પ્રણામ કરતા રાજા પૂજા કરતા હતા અને દાન આપતા હતા, દિવ્ય નારીએ વડે સેવાતા દિવસ પસાર કરતા હતા અને પૂર્વભવમાં ઉપાર્જન કરેલ શરીરનું સુખ વિમલ હૃદયવાળા તે ભાગવતા હતા. (૪૯)
' નામના
પદ્મચરિત વિષે દશરથ-વૈરાગ્ય, સત્ર ભૂતશરણુ આગમન એગણત્રીશમા ઉદ્દેશાના ગૂજ રાનુવાદ પૂર્ણ થયા. [૨૯]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org