________________
: ૧૮૬ :
પઉમચરિય-પદ્ધચરિત્ર
તો એક ઉદરમાં ઉત્પન્ન થએલા છીએ અને તે તે મારી સગી બહેન છે. ચન્દ્રગતિએ ફરી કહ્યું કે, “હે પુત્ર! તું તારી સગી બહેન છે, તો તે કન્યા કોની પુત્રી છે? તે સ્પષ્ટ હકીકત કહે.” ત્યારે હવે ભામંડલ કહેવા લાગ્યા કે, “હે પિતાજી ! મારા પૂર્વભવના સંબન્ધવાળું ચરિત્ર આપ સાંભળે. મહેન્દ્રપર્વતથી ઘેરાએલી અને દુર્ગમ એવી વિદર્ભ નામની નગરી હતી. ત્યાં હું પહેલાં ઇંડલમંડિત નામના મેટો રાજા હતા, ત્યારે કામાધીન બની મેં બ્રાહ્મણની પત્નીનું અપહરણ કર્યું હતું. અનરણ્ય રાજાએ પકડીને મને બાંધે, વળી છેડી મૂક્યું ત્યાર પછી આગળ જતાં તપલકમીથી વિભૂષિત શરીરવાળા એક મુનિને માર્ગમાં જોયા તેમના ચરણકમલમાં ધર્મ સાંભળીને ભાવિત મતિવાળા ધર્મ વિષે મન્દસત્વવાળા મેં માંસ–ભજન ન કરવાનું વ્રત ગ્રહણ કર્યું. આ લેકમાં જિનેશ્વરના ધર્મને આ પ્રભાવ છે કે, હું સજજડ પાપ કરનાર હતો, છતાં પણ હું દુર્ગતિ ન પામ્ય.
નિયમ અને સંયમમાં એકાગ્ર મનવાળે થયા હોવાના કારણે મરીને બીજા જીવની સાથે વિદેહાના ગર્ભમાં ઉત્પન્ન થયા. જેની ભાર્યાનું મેં હરણ કર્યું હતું, તે કઈ ઉત્તમ દેવતા થયા અને તેણે મારું જન્મસમયે હરણ કર્યું અને મણિના કુંડલો મને આપીને શિલાપ પર છોડી દીધું. ત્યાં પડેલા મને તમે જોયે, ગ્રહણ કરીને અહીં મને આયે, ક્રમે કરી વૃદ્ધિ પામ્ય અને વિદ્યાધરપણું પણ પામ્યું. આ વૃત્તાન્ત સાંભળીને લોકો સાથે ચન્દ્રગતિ વિસ્મય પામ્યા. ધિક્કાર શબ્દ બોલતા સંસારની સ્થિતિને નિન્દવા લાગ્યા. પોતાનું રાજ્ય પુત્રને આપીને સંસારથી અતિશય ભય પામેલા રાજાએ પરિવાર સહિત સર્વભૂતશરણ નામના મુનિની પાસે ગયા. મહેન્દ્રદય નામના ઉદ્યાનમાં એ શ્રમણસિંહને જોયા અને તેમને કહ્યું કે, હે ભગવંત ! મારું એક વચન આપ સાંભળો-“આપના પસાયથી કરેલા નિશ્ચયવાળે, હું જિનદીક્ષા ગ્રહણ કરીને આ ભવરૂપી કેદખાનામાંથી નીકળવા માટે ઈચ્છા કરું છું. વાત્સલ્ય ભાવવાળા મુનિએ પણ કહ્યું કે, “ભલે એમ થાઓ” ત્યાર પછી ભામંડલે પણ તેને મોટો નિષ્કમણમહત્સવ કર્યો. “જનક મહારાજના પુત્ર કુમારવર ભામંડલનો જય હો” એમ બન્દીજનોએ કરેલી ઉધેાષણ ચારે બાજુ ફેલાવા લાગી. ભવનમાં નિદ્રા ઉડી ગયા પછી સીતા આ શબ્દો સાંભળીને વિચારવા લાગી કે, કે બીજા જનકરાજાના આ ઉત્તમ પુત્ર હશે? અથવા સૂતિકાગ્રહમાંથી મારા ભાઈનું શત્રુએ અપહરણ કર્યું હતું, તે તે કર્મને ઉપશમ થવાના કારણે તે અહીં આવ્યું હશે? ત્યારે રુદન કરતી સીતાને રામે કહ્યું કે – “હે ભદ્રનષ્ટ થએલી, કે અપહૃત વસ્તુ માટે સમજુ આત્માઓએ શેક ન કરવું જોઈએ.” પ્રાતઃકાલે યુવતીઓ સિન્ય અને પુત્ર સહિત દશરથરાજા મુનિ પાસે જવા નીકળ્યા અને ક્રમે કરીને તે ઉદ્યાનમાં પહોંચ્યા. તે ત્યાં રાજાએ વિદ્યાધરોની વિશાલ સેના તથા દવજ અને નાની પતાકાઓ તેમજ બાંધેલાં તોરણથી શોભિત ભૂમિ દેખી. સિન્યસહિત દશરથરાજા તે સાધુને વંદન કરીને બેઠા. ત્યાં આગળ ભામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org