________________
[9] દેશમુખ–રાવણની વિદ્યા-સાધના
રહેનારા અશ્વિની નામથી, વૈશ્વાનરપુરમાં નિવાસ કરનારા વૈશ્વાનરના નામથી પ્રસિદ્ધ થયા. આ પ્રમાણે ઇન્દ્રે દેવતાઓના ખીજા વિભાગાનું નિર્માણ કર્યું. વિદ્યા અને ખલથી ગર્વિષ્ઠ મહાપરાક્રમી તે દેવતાઓની જેમ આનંદ કરવા લાગ્યા. તે ઇન્દ્ર વૈતાઢ્ય પતની વિદ્યાધરશ્રેણીનું સ્વામીપણું પામીને મહાગુણ્ણાની સમૃદ્ધિવાળુ મહારાજ્ય ભાગવતા હતા, એટલું જ નહિં, પરંતુ તે ઇન્દ્રને કેાઈ વિાધી શત્રુના ભયની પરવા પણ ન હતી.
રત્નથવાને વૃત્તાન્ત
હું શ્રણિક ! હવે ધનદની ઉત્પત્તિ કેવી રીતે થઇ, તે એકાગ્ર મનથી સાંભળે. બ્યાબિન્દુને નન્દવતી નામની સુંદર પત્ની હતી. કૌતુકમ'ગલ નામના નગરમાં કૌશિકી તથા કેકસી નામની એ રૂપવતી કન્યાએ તેની કુક્ષિમાં ઉત્પન્ન થઇ. તેમાંથી મેાટી પુત્રીનાં લગ્ન યક્ષપુરમાં વિશ્વસેન રાજાની સાથે કર્યાં. તેણે વૈશ્રમણ નામના સુંદર પુત્રને જન્મ આપ્યા. સુરપતિ ઇન્દ્રે વૈશ્રમણને એકદમ ખેલાવીને લાંકાનગરી આપી. સાથે જણાવ્યું કે, ‘ લાંખા કાળ સુધી તારી ઇચ્છા પ્રમાણે નિભયતાથી રાજ્ય ભાગવ. આજથી માંડીને તને પાંચમા લેાકપાલપદે સ્થાપ્યા છે. સર્વ શત્રુઓ નાશ પામેલા હાવાથી નિષ્કટકપણે રાજ્ય ભાગવ.’ઇન્દ્રના ચરણમાં નમસ્કાર કરીને સવ અલ-સહિત વશ્રમણ્ લકાપુરીએ ગયા અને નગરજાએ કરેલા જયકારના શબ્દો પૂર્વક નગર-પ્રવેશ કર્યાં. પાતાલ-લ’કાપુરીમાં સુમાલીની પત્ની પ્રીતિમતીના ગર્ભથી રત્નશ્રવા આદિ ત્રણ ધીર પુત્રા ઉત્પન્ન થયા. તેમાં રત્નશ્રવા પુત્ર કામદેવ સરખા રૂપવાળા, પ્રત્યક્ષ સૂર્ય સરખા તેજવાળા, ચંદ્ર સરખી સૌમ્યતાવાળા અને લવણસમુદ્ર સમાન ગ‘ભીરતા ગુણવાળા હતા. સેવક અને સ્વજન તેમજ સાધુ પ્રત્યે ઉપકાર કરવાની બુદ્ધિવાળા, દેવ-ગુરુની પૂજા કરવામાં તત્પર, તેમજ ધર્મપકરણેામાં સાવધાન હતા. પારકી સ્ત્રીઓને માતા સમાન અને પરદ્રવ્યને તણખલા સમાન ગણતા હતા. તે ધીરપુરુષ લેાકેાની રક્ષામાં હુંમેશાં અધિક ઉદ્યમ કરતા હતા. જેને પેાતાનું રૂપ એ જ ભૂષણ છે, તથા કુટુમ્બ સાથે કીર્તિ, લક્ષ્મી અને ગુણે! જેમાં વિદ્યમાન હોય, તેને આભૂષણેાની શી જરૂર હોય ? આ પ્રમાણે સર્વ કળાઓ અને શાસ્ત્રોમાં હાશીયાર રત્નશ્રવા પેાતાની નગરીમાં પ્રવેશ કરવા માટે વિચાર કરતાં ક્ષણવાર પણ નિદ્રા લઇ શકતા ન હતા. આ વિચારીને પેાતાની શક્તિ અને મહત્ત્વ જાણીને વિદ્યાઓની સાધના કરવા માટે તે કુસુમ નામના ઉદ્યાનમાં આવી પહેાંચ્યા.
: ૫૭ :
ગ્રહ, ભૂત, વાનવ્યંતર અને પિશાચાના ભયંકર બીહામણાં રૂપ અને શબ્દોવાળા ઉદ્યાનના મધ્યભાગમાં ધ્યાન-ઉપયાગમાં એકાગ્રચિત્તવાળેા બન્યા. વિદ્યા સાધવા માટે ઉદ્યાનમાં તેને આવેલા જાણીને વ્યાખન્તુ તેની પૂર્વ સેવામાં સહાય કરવા લાગ્યા અને નિર'તર તેની સેવા કરવા માટે કેકસી નામની પોતાની પુત્રી તેને આપી. વિનયવતી અને પ્રસન્ન મનવાળી તે ત્યાં તે સમયે તે યાગીની ચારે દિશામાં નજર રાખીને
૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org