________________
પઉમચરિય-પદ્ધચરિત્ર
ળવા લાગી. પછી દશમુખે રૂપ અને ગુણવાળી આ શ્રેષ્ઠ કન્યાઓની સાથે ગાંધર્વવિધિથી હર્ષપૂર્વક પાણિગ્રહણ કર્યું. તે સમયે કઈક સેવકે અમરસુન્દરની પાસે ઉતાવળા ઉતાવળા જઈને કુમારીઓને ગાંધર્વ વિવાહ જેવી રીતે થે, તે હકીકત જણાવી. હે સ્વામી! “આ ત્રણે ભુવન શૂન્ય છે એમ ચિતવત શત્રુના ભયની પરવા વગરને કઈક વીરપુરુષ કન્યાઓની મધ્યમાં કીડા કરે છે. આ વચન સાંભળીને કે પાયમાન થયેલ, રથચક્રવાલપુરને સ્વામી સુરસુન્દર રાજા કવચને ધારણ કરીને કનકબુધ (વિવિધ વાહનો) સાથે તે મહાત્મા તેના ઉપર આક્રમણ કરવા માટે પોતાના નગરથી બહાર નીકળ્યો. આયુધોમાંથી નીકળતાં કિરણોથી શોભતે તે આકાશતલમાં જવા લાગ્યા. આકાશમાર્ગમાં આવતી સેનાઓને દેખીને કન્યાઓ કહેવા લાગી કે, “હે દશમુખ ! તમે અહીંથી એકદમ પલાયન થાવ અને તમારા અતિદુર્લભ પ્રાણનું રક્ષણ કરો' કન્યાઓનું આ વચન સાંભળીને તેમજ શત્રુબેલને નજીક આવી પહોંચેલું દેખીને ગર્વ સહિત હાસ્ય કરતાં કન્યાઓને કહ્યું કેઘણા કાગડાઓ એકઠા થઈને ગરુડને શું કરવાના છે? મદગંધ ધારણ કરનાર હાથીને શું સિંહ હણતો નથી? તેના મનની વાત જાણીને તે કન્યાઓએ દશાનનને કહ્યું કેહે નાથ! આપ પિતાને આટલા સમર્થ માનો છે, તો અમારા પિતા, ભાઈ અને સંબંધીઓનું રક્ષણ કરજે.” કન્યાઓની વાતને સ્વીકાર કરીને યુદ્ધરસની તૃષ્ણાવાળો તે એકદમ વિમાનમાં બેસીને તે શત્રુની સામે જવા માટે આકાશમાર્ગમાં ઉડ્યો. તે સમયે રથ, ઉત્તમ હાથી, ઘોડા, પાયદલ–સમગ્ર સિન્ય ઉત્સાહથી ઉછળી ઉછળીને યુદ્ધભૂમિમાં લડવા લાગ્યું. મત્સરવાળા ખેચરે તેના ઉપર શસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા. તે સમયે જાણે પર્વત ઉપર વરસાદ વરસતો હોય તેવો દેખાવ દેખાવા લાગ્યો. સમર્થ દશાનન યુદ્ધમાં પોતાના ઉપર આવીને પડતા આયુધ-સમૂહને નિવારણ કરીને કાજલ અને મેઘ સરખી શ્યામ કાન્તિવાળાં તામસ શસ્ત્રને છોડતો હતો. વિદ્યાધરરાજાના સમગ્ર સિન્યને નિકષ્ટ કરીને યમરાજાના દંડ સરખા નાગપાશેથી સમગ્ર સિન્યને જકડી દીધું. નવવધૂઓના વચનાનુસાર પરિવાર સહિત વિદ્યાધરોને મુક્ત કર્યા. તુષ્ટ થએલા તેઓએ ફરી વિવાહ-મહોત્સવ પ્રવર્તાવ્યો. આ ઉત્તમ કન્યાઓને ત્રણ દિવસ ઉત્તમ લગ્નમહોત્સવ મનાવ્યા બાદ વિદ્યાધરરાજાઓ પોતપોતાના સ્થાનમાં પહોંચી ગયા. ત્યાર પછી નવવધૂઓ સાથે શ્રેષ્ઠ ઋદ્ધિ પામેલ દશાનન સ્વયંપ્રભ નગરે પહોંચ્યો અને સ્વજનવગને આનંદ આપવા લાગ્યો. કુંભકર્ણ અને બિભીષણના વિવાહ તથા ઈન્દ્રજિત વગેરેના જન્મ
કુંભપુરમાં મહદર નામનો એક પ્રસિદ્ધ રાજા હતા. તેની સુરૂપનયના ભાર્યાથી તડિત્માલા નામની એક પુત્રી ઉત્પન્ન થઈ. સુંદર રૂપ-યૌવનને ધારણ કરનારી, સૂર્યનાં કિરણોથી વિકસિત કમલપત્ર સરખાં શુભતાં નેત્રવાળી, વિવિધ ગુણોને ધારણ કરનારી તે કન્યા ભાનુકર્ણની ભાર્યા થઈ. તે કુંભનગરમાં કેઈકે સુન્દર કાને દેખીને તેને સ્નેહપૂર્વક બેલા, તે કારણે તેનું કુંભકર્ણ નામ પડયું. જો કે તે ધીર, ધર્માનુરાગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org