________________
[૧૧] મરુતના યજ્ઞને વિનાશ તથા રાવણ પ્રત્યે જનતાને અનુરાગ
: ૯૩ :
કેટલાક સમય પછી વિહાર કરતા કરતા સાધુભગવંતે તે તાપસના આશ્રમમાં આવી પહોંચ્યા અને તરત ત્યાં તેમણે વિશ્રામ કર્યો. તેઓને આસન આપ્યાં, એટલે ત્યાં બેઠા. ત્યાં તેમણે બ્રહ્મરુચિ અને મોટા પુષ્ટ સ્તનવાળી ગર્ભવતી તેની પત્ની કૂમીને દેખી. ત્યાર પછી સંસારનું યથાર્થ સ્વરૂપ જાણનાર એક સાધુએ કહ્યું કે
અફસની વાત છે કે, જીવને કર્મો કેવા કેવા પ્રકારે નચાવે છે! ધર્મબુદ્ધિથી બંધુજન અને ઘરવાસ છોડીને તાપસધર્મ અંગીકાર કર્યો, તે પણ હજુ આસક્તિ છૂટતી નથી. જેમ ભેજનને ત્યાગ કરનાર કોઈ અભણ્યનું ભક્ષણ કરતા નથી, તે પ્રમાણે કમને ત્યાગ કરીને યતિ અકરણીય કાર્ય કરતા નથી. સ્ત્રીને ત્યાગ કરીને જે લિંગધારી ફરી સ્ત્રીને ભોગવટો કરે છે, તે પાપમોહિત મતિવાળો લાંબો સંસાર પ્રાપ્ત કરનાર થાય છે. આવા પ્રકારનાં શ્રમણનાં વચન સાંભળીને બ્રહ્મરુચિ તે જ ક્ષણે પ્રતિબંધ પાયે અને તેણે સર્વ સંગને ત્યાગ કરીને જિનદીક્ષા અંગીકાર કરી. કૂર્મી પણ ધર્મ સાંભળીને મિથ્યાદષ્ટિ મતનો ત્યાગ કરીને જિનપદિષ્ટ શાસ્ત્રની શ્રદ્ધાવાળી થઈ. અનુકમે દશમે માસે અરણ્યમાં પુત્રને જન્મ આપ્યો. સાધુઓનાં વચન યાદ કરીને મનુષ્યપણું અશાશ્વત જાણીને સંવેગ પામેલી કૂર્મી હદયથી ચિંતવવા લાગી કે-“અરણ્યમાં, સમુદ્રની મધ્યમાં, અગ્નિમાં, પર્વતના શિખર પર, કે તેની ગુફામાં રહેલા પુરુષનું પોતાનાં જ કર્મો પ્રયત્નપૂર્વક રક્ષણ કરે છે. શસ્ત્રધારીઓ વડે કદાચ રક્ષા કરાએલે હોય, પાંજરાની અંદર પેસીને રહેલો હોય, તો પણ પુરુષ નક્કી કાલ પાકે, ત્યારે મૃત્યુ પામે છે. આ પ્રમાણે પરમાર્થ સમજેલી તે કૂમ બાળકને અરણ્યમાં છોડીને જિનેશ્વરની આજ્ઞામાં રહેલી તે લેકપુર નામના નગરમાં આર્યાની પાસે જવા તૈયાર થઈ. ઈન્દ્રમાલિની નામની આર્યાએ તીવ્ર વૈરાગ્ય પામેલી કૂર્મીને દીક્ષા આપી, તે પણ સંયમધર્મમાં લીન બની તપ અને ચારિત્રની આરાધના કરવા લાગી.
આ બાજુ અરણ્યમાં ત્યાગ કરેલા એકલા બાળકને આકાશમાં રહેલા જંક નામના દેવસમૂહે છે. અને તેનું અપહરણ કરી લઈ ગયા. પુત્ર માફક તેનું પાલનપિષણ કર્યું. તેને શાસ્ત્રો શીખવ્યાં, આકાશગામિની વિદ્યા આપી, સંપૂર્ણ યૌવન પામેલો તે જિનશાસનની પ્રભાવના કરવામાં ઉદ્યમવંત બન્યો. પિતાની માતાને દેખીને અંગ અને અવયવોનાં ચિહ્નોથી ઓળખીને તુષ્ટ થએલા તેણે ઉત્તમ સમ્યકત્વ અને ચારિત્રધર્મને સ્વીકાર કર્યો. હંમેશાં કન્દર્પ, હાસ્ય-વિનોદ, મુખ-નાસિકાની ખોટી ચેષ્ટા કરવામાં આનંદ માનનાર, ગીત-વાજિંત્ર સાંભળવામાં અનુરાગવાળ, કલહપ્રિય, રાજાએથી પૂજિત તે ઈચ્છાનુસાર પૃથ્વી પર વિચરતો હતો. જો કે તે દેવોથી રક્ષાએલા હતા, દેવલેકમાં ગતિ કરનાર, દેના વૈભવને વર્ણવનાર હતા, તેથી લોકમાં નારદ એ દેવર્ષિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. યજ્ઞ આર્ષ અને અનાર્ષ
આકાશમાર્ગે જતાં જનસમુદાયને એકઠો થએલો જોઈને નારદ નીચે ઉતર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org