________________
[૨] તીર્થકરે, ચક્રવર્તીઓ, બલદેવો આદિનું કીર્તન
: ૧૪૩ :
પદ્મ સરખા વર્ણવાળા, વાસુપૂજ્ય કિંશુકના સમાન વર્ણવાળા, દેના નાથ મુનિસુવ્રતસ્વામી અંજનગિરિના સરખા શ્યામવર્ણવાળા, યાદને આનંદ આપનાર નેમિજિન મોરના કંઠના ભાગ સરખા વર્ણવાળા હતા. બાકીના તીર્થંકર તપાવેલ સુવર્ણ સરખી કાંતિવાળા હતા. મલિજિન, અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી અને વાસુ પૂજ્ય સ્વામી આ પાંચ તીર્થકરોએ કુમારપણામાં સિંહ સરખા પરાક્રમી થઈ દીક્ષા અંગીકાર કરી; બાકીના તીર્થકરેએ પૃથ્વીનાં રાજ્ય ભોગવ્યા પછી દીક્ષા અંગીકાર કરી. દેવે અને મનુષ્યથી પૂજિત અને અર્ચિત આ સર્વે જિનવરેન્દ્રો જન્મસમયે નિયતકાલ સુધી મેરુપર્વત ઉપર મહાઅભિષેક કરાયા હતા. દીક્ષા, કેવલજ્ઞાન, નિર્વાણ કલ્યાણક પામેલા, પરમપદ એવું શાશ્વતું મોક્ષનું સ્થાન પામેલા, એવા સર્વ જિનેશ્વરે ત્રણે ભુવનમાં મંગલસ્થાનરૂપ મેક્ષગતિ આપો.
- “હે ભગવંત! આપની કૃપાથી હું તીર્થકર અને ચક્રવર્તીઓના આયુષ્યનું તેમજ તેઓની વચ્ચેના આંતરાને કાળ અને જેના જેના તીર્થમાં જે જે ચક્રવર્તી, વાસુદેવ કે બલદે થયા હોય, તે સાંભળવાની ઈચ્છા કરું છું, તે જે જે કાળમાં તેઓ થયા હોય, તે સ્પષ્ટ અને વિસ્તારથી કહે.” આ પ્રમાણે મગધરાજાએ વિનંતિ કરી, એટલે ગૌતમ ભગવંતે તરત જ મેઘ સરખા ગંભીર સ્વરથી સમગ્ર પૂછેલી હકીકત કહી. જે અર્થ વિસ્તારથી, સંખ્યાથી પણ ઘણો જ મેટો છે અથવા જેની ગણતરી કરવી અશક્ય છે, તે સર્વ જ્ઞાનીઓ પાસેથી ગ્રહણ કરીને સંક્ષેપમાં કહે છે. પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણું વગેરે કાળનું સ્વરૂપ
એક જન લાંબા પહોળા અને ઉંડા ખાડામાં એક દિવસના જન્મેલા બાળકના ઉગેલા કેશના નાનામાં નાના-એકના બે વિભાગ ન થાય તેવા બારીકમાં બારીક ટૂકડા કરીને સજજડ-પિલાણ ન રહે તે પ્રમાણે ઠાંસી ઠાંસીને ભરે. દર સે સો વર્ષે એક વાળને ટૂકડો બહાર કાઢે-એમ કરતાં જ્યારે તે ખાડો તદ્દન ખાલી થાય અને એક પણ વાળને ટૂકડે અંદર બાકી ન રહે-તેટલા કાળે એક પલ્યોપમ કાળ થાય. એવા દશ કોડાકેડી પલ્યોપમે એક સાગરોપમ પ્રમાણુ કાલ થાય. દશ કડાકોડી સાગરપમ–પ્રમાણુ કાળે એક અવસર્પિણી પ્રમાણે કાળ થાય. ઉત્સર્પિણી કાળ પણ એ જ પ્રમાણે થાય. જેમ કૃષ્ણ–શુક્લ પક્ષમાં ચંદ્ર ઘટે-વધે છે, તેમ પરિમિત દેશ અને ભાવ પ્રમાણે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળ ઘટતે-વધતો જાય છે. આ કાલવિભાગના છ ભેદ કહેલા છે, તે જાણવા ગ્ય છે. ભારત અને એરવત ક્ષેત્રમાં આ કાળભેદો પરિવર્તન પામ્યા કરે છે. (૧) અતિસુષમા નામનો પ્રથમારક ચાર કટાકોટી પ્રમાણને કાળ છે. (૨) સુષમા-બીજા આરાને ત્રણ, (૩) સુષમા-દૂષમાં નામના ત્રીજા આરાને કાળ બે કટાકોટી સાગરોપમાને છે, (૪) બેતાળીસ હજાર ન્યૂન એક કોડાકડી દૂષમાસુષમા નામના ચોથા આરાને કાળ છે. (૫) ૨૧ હજાર વર્ષ –પ્રમાણ કાળ દ્રષમાં નામના પાંચમા આરાનો અને (૬) દૂષમા–દૂષમા નામના છઠ્ઠા આરાને કાળ પણ તેટલા જ અર્થાત્ એકવીશ હજાર વર્ષને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org