________________
: ૧૭૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
પુત્ર જનક નામના રાજા છે, તેને વિદેહા નામની પત્ની છે, તેની આ શ્રેષ્ઠ કન્યા છે. યૌવન ગુણવાળી તે સીતા નામથી પ્રસિદ્ધિ પામેલી છે. અથવા ચિત્રામણમાં તેનું પ્રતિબિંબ દેખીને આટલો તુષ્ટ કેમ થાય છે? તેના વિલાસના ગુણો વર્ણવવા કાણ શક્તિમાન્ છે?” એમ કહીને નારદ શીઘ્રગતિથી પોતે ઈચછેલા સ્થાને ગયા. કામદેવનાં બાણોથી વિંધાએલો ભામંડલ તેને મેળવવાની ચિન્તામાં દિવસો પસાર કરવા લાગ્યા.
કેટલાક ગણતરીના દિવસોમાં જે હું આ કન્યારત્નને ન મેળવું તે મદન–સર્ષથી ડંખાએલ અવશ્ય મૃત્યુ પામીશ.” સતાના રૂપથી વિડબિત થએલા પુત્રને જાણીને પત્ની સાથે ચંદ્રગતિ ત્યાં ભામંડલની પાસે ગયે. ત્યારે ચંદ્રગતિએ કહ્યું કે, “હે પુત્ર! તું દુઃખી ન થઈશ. જે તારા હૃદયમાં રહેલી છે, તે કન્યા માટે હું જઈને વરણ કરીશ.” પુત્રને સાત્વન આપીને ચંદ્રગતિએ પોતાની પત્નીને કહ્યું કે, “વિદ્યાધર અને મનુષ્યનો આ સંબન્ધ કેવી રીતે થઈ શકે ? ભૂમિ પરના ઘરમાં રહેનારા મનુષ્યોને ત્યાં આપણે જવું એગ્ય ન ગણાય, અથવા તે કન્યા આપવાની ના કહે, તો આપણા મુખની શોભા કેવી રીતે રહે? માટે વખત ગુમાવ્યા વગર હું એ કઈ ઉપાય કરું કે, અહીં રહેલે હું તે કન્યાના પિતાને લાવી શકું.”
ચપલગતિ નામના દૂતને એકાન્તમાં બોલાવીને ભામંડલ સંબન્ધિ સર્વ દુઃખની હકીકત જણાવી. સ્વામીની આજ્ઞાથી ચપલવેગ એકદમ મિથિલા નગરીએ ગયો અને અશ્વનું રૂપ કરીને લોકોને ત્રાસ પમાડતો ભ્રમણ કરવા લાગ્યા. નગરની અંદર સ્વચ્છંદપણે પરિભ્રમણ કરતા આ પ્રચંડ અશ્વને દેખીને રાજાએ સેવકોને આજ્ઞા કરી કે, પૂર્વે ન દેખેલ એવા મહાઅશ્વને પકડી લે.” રાજાની આજ્ઞાથી લગામ પકડનારા પુરુપોએ તેને પકડ્યો અને કેસરના વિલેપનથી લિપ્ત કરાએલા તેને અધશાળામાં સ્થાપ્યું. તે ત્યાં એક મહિનો રહ્યો, તેટલામાં મોટા હાથીને પકડનાર એવો કોઈક ઉતાવળ વેગથી આવી પહોંચ્યા અને કહેવા લાગ્યો કે, “હે સ્વામી! એક વાત સાંભળો અરણ્યમાં એક એરાવણ સરખો હાથી આવે છે, આકરા દપવાળા તેને પકડાતો. આપ થોડે દૂર રહીને જુવે.” તે એટલું જ કહીને તરત ચાલ્યો ગયો. હાથી પર બેસીને રાજા તે પ્રદેશમાં પહોંચી ગયા અને મત્તેહાથીને જે. દુગમ સરોવરમાં હાથીને દેખીને રાજાએ તેને કહ્યું કે, “કોઈ સબલ અને અહીં લાવે, તો હું તેના પર સ્વાર થાઉં.” તે સમયે અત્યંત દર્પ અને ગૌરવવંત તે અશ્વને લાવ્યા–એટલે ઉત્તમ હાથીને છોડીને રાજા તે અશ્વ ઉપર સ્વાર થયા. સ્વાર થતાં જ તે અશ્વ ઘણા જ વેગથી આકાશમાં ઉડ્યો. મેટા હાહાર કરીને સુભટો પિતાના નગરમાં ગયા. ત્યાર પછી ઘણા દેશે ઉલ્લંઘીને એક જિનાલયની નજીક રહેલા એક વૃક્ષની ડાળીને રાજાએ એકદમ મજબૂત રીતે પકડી લીધી. તે વૃક્ષથી નીચે ઉતર્યો, તે ત્યાં દશ દિશાઓને પ્રકાશિત કરતા ઉંચા સુવર્ણમય ઉત્તમ જિનપ્રાસાદને દેખ્યો, તરવાર ખેંચીને નિર્ભયતાથી દરવાજામાં પ્રવેશ કર્યો. ફરી ત્યાં ઉદ્યાનની મધ્યમાં એક વાવડી દેખી. ત્યાં વિવિધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org