________________
[૨૭] રામે સ્વેચ્છાને આપેલો પરાજય
: ૧૭૫ :
પિતાના નગર તરફ પ્રયાણ કરવા લાગ્યા. આવા પ્રકારનું અપૂર્વ રામનું પરાક્રમ જોઈને તુષ્ટ થએલા જનક મહારાજાએ રામને સીતા સમર્પણ કરી. આ પ્રકારે પૂર્વે કરેલા સુકૃત-યેગે વીરપુરુષ યુદ્ધમાં જય પ્રાપ્ત કરે છે. વિખ્યાત કીર્તિવાળા ચંદ્ર સરખી વિમલ પ્રભાવાળા રામ સર્વ ભુવનમાં પ્રસિદ્ધ છે. (૪૨).
પદ્મચરિત વિષે “સ્વેચ્છ-પરાજય’ નામના સત્તાવીશમાં ઉદ્દેશાને
ગૂજરાનુવાદ પૂર્ણ થયો. (૨૭)
[૨૮] રામ-લક્ષ્મણને ધનુષ્યરત્નની પ્રાપ્તિ
કેઈક દિવસે પૃથ્વીમાં ભ્રમણ કરતા નારદે સાંભળ્યું કે, “જનકે રામને શ્રેષ્ઠ રૂપવાળી સીતા કન્યા આપી.” ત્યારે નારદ આકાશમાર્ગેથી ઉડીને મિથિલા નગરીમાં ગયા અને કન્યાને જોવા માટે સીતાના ભવનમાં પ્રવેશ કર્યો. લાંબી છૂટી લટકતી વીખરાએલી મસ્તકની જટાથી બીહામણું નારદને પ્રવેશ કરતા જોઈને મયથી વિહલ અને કમ્પતા અંગવાળી સીતા ભવનની અંદર લપાઈ ગઈ. પાછળ જતા તેને દ્વારરક્ષા કરનાર સ્ત્રીઓએ ક્યા. તેમની સાથે કલહ કરતા રાજપુરુષોએ તેમને પકડી લીધા. જેટલામાં લોકો કહેતા હતા કે, “આ કોણ છે? મુષ્ટિ-પ્રહારથી તેને હણો.” એમ કહેતાં જ ભયથી ઉદ્વેગ મનવાળા નારદ ઉડીને નાસી ગયા. કેલાસ પર્વત ઉપર સ્વસ્થ થઈ વિચારવા લાગ્યા કે, “તે પ્રઢ કુમારીને સંકટ-સમુદ્રમાં પટકાવું.” એમ વિચારીને રથનપુર નગરમાં ગયા. ત્યાં ઉદ્યાનગૃહમાં પટ ઉપર સીતાનું પ્રતિબિમ્બ આલેખ્યું. તે સમયે ભામંડલ સાથે ચન્દ્રગતિ તે ઉદ્યાનમાં કીડા કરવા માટે નગરમાંથી બહાર નીકળ્યા. ત્યાં ઉદ્યાનગૃહમાં પટ પર આલેખેલા તે કન્યારૂપને દેખીને ભામંડલકુમાર એકદમ વિષાદ પામ્યો, લાંબા નિઃશ્વાસ મૂકવા લાગ્યા. જેમ તેમ શોક અને પ્રલાપ કરવા લાગ્યો. “ચિંતા-રાક્ષસીથી પ્રસાએલો તે રાતે કે દિવસે નિદ્રા પામી શકતો નથી.” તેમાં લીન મનવાળો ભામંડલ અત્યંત સુગન્ધી ગંધ, કે પુષ્પમાલા, આહાર, સ્નાનવિધિ વગેરે નિત્ય કાર્યોની ઈચ્છા કરતો ન હતો. તેનાં અંગ-ઉપાંગો ક્ષીણ થવા લાગ્યાં. તે સમયે કામપીડિત તે કુમારને જાણીને વિશ્વસ્ત નારદે તેની પાસે જઈને દર્શન આપ્યાં. ભામંડલે તરત જ ઉભા થઈને પ્રણામ કર્યા. આપેલા આસન ઉપર બેઠેલા નારદને કહ્યું કે, “આપ સાંભળો. કેઈકે ઉદ્યાનગૃહમાં સુંદર બાલિકાને આલેખી છે. જે આપ યથાર્થ પદાર્થને જાણતા હો તે કહો કે, આવી. આ કન્યા કેની છે?” આ પ્રમાણે જ્યારે નારદને પૂછયું, ત્યારે પ્રશંસા કરતાં નારદે કહ્યું કે, “મિથિલામાં ઇન્દ્રકેતુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org