________________
: ૧૭૪ :
પઉમચરિય-પદ્મચરિત્ર
સૈન્યના શબ્દના ઉત્કને ન સહન કરતા, મેઘના સમૂહમાં જૈમ ગ્રહેા તેમ જનકરાજાના સુભટાએ ફ્લેશના સૈન્યમાં પ્રવેશ કર્યા.
સ્વેચ્છા અને આર્યાના ભયકર સગ્રામ આરંભાયા. એક બીજાનાં શસ્ત્ર અથડાવાના કારણે ઉત્પન્ન થએલ અગ્નિવાલાના સમૂહવાળુ' અનેનું યુદ્ધ જામ્યું. અત્યંત અધકાર સરખા સ્વેચ્છાએ જનકને ઘેરીને આવરી લીધા. ત્યારે જનકે પણ સમગ્ર સૈન્યની સાથે આક્રમણ કર્યું. તે સમયે જેમ મેઘના સમૂહ સૂર્યને ઘેરી લે છે, તેમ ખર રાજાએ પણ ફરી ફરી ભગ્ન થએલા જનકના સુભટોને ક્ષણવારમાં ઘેરી લીધા. આ સમયે લક્ષ્મણ-સાંહત અને સૈન્યથી પરિપૂર્ણ રામ પણ અચાનક અતિ મેટા મ્લેચ્છ સૈન્ય પાસે આવી પહેાંચ્યા, જનકરાજાને આશ્વાસન આપીને જેમ હાથી પદ્મસાવરને વેર-વિખેર કરી તેની શેલાને નષ્ટ કરે, તેમ મ્લેચ્છના સુભટાના સમૂહને હતા—ન હતા તેવા વેર-વિખેર કરી નાખ્યા. તેમ લક્ષ્મણ પણ અનાય સૈનિકા ઉપર એવી રીતે માણેા ફેંકવા લાગ્યા કે, જાણે સમુદ્રમાં શરદકાલ સમયે મેઘ વરસા હાય તેમ જણાવા લાગ્યું. નિય પ્રહારાથી ત્રાસ પામેલ મ્લેચ્છ સૈન્ય યુદ્ધમાંથી ભાગી ગયું, તે પણ લક્ષ્મણ સૈન્ય-સહિત તેની પાછળ દોડ્યો અને પૂઠ પકડી. ૮ લક્ષ્મણવડે પેાતાની સેના પરાજય પામી અને નષ્ટ થઇ.’ એ દેખીને આતરગ મ્લેચ્છરાજા પોતે સુભટાની સાથે ઉભા થયા. મ્લેચ્છ સેનામાં કેટલાક કાજળ સરખી કાંતિવાળા હતા, ત્યાં વળી બીજા પાપટની પાંખના પિછા સરખા લીલાવવાળા હતા, કેટલાક તાંબા સરખા વણુ વાળા, કેટલાક વામન દેહવાળા, કેટલાક દખાએલા ચીખાનાકવાળા હતા, કેટલાક પત્રના અને ઝાડની છાલના અનાવેલાં વસ્ત્ર પહેરેલા, કેટલાક મણિમય કંદોરા અને આભરણાથી અલંકૃત દેહવાળા, કેટલાક ગેરુર'ગથી ર'ગેલા શરીરવાળા, કેટલાક પુષ્પમ જરી અને કુસુમાની કરેલી શેાભા ધારણ કરનારા-આવા વિવિધ પ્રકારના ચાન્દ્રાએની સાથે આતરંગ સ્વેચ્છાધિપતિ કેાષિત ખની લક્ષ્મણની આગળ યુદ્ધ માટે આવી પહોંચ્યા.
હાથી, બળદ અને સિંહના ચિહ્નવાળા તથા ખાણુ, શક્તિ અને ભયંકર ભાલા હાથમાં ધારણ કરી મ્લેચ્છ સુભટા આર્ચીના સૈન્ય-સમૂહને ક્ષેાભ પમાડવા લાગ્યા. ત્યાર પછી આતર`ગ રાજાએ લક્ષ્મણના ધનુષ્યના બે ટૂકડા કરી નાખ્યા. હજી જેટલામાં તલવાર ગ્રહણ કરતા નથી, તેટલામાં તે લક્ષ્મણને રથમાંથી નીચે પાડ્યો અને રથ વગરના બનાવ્યા. લક્ષ્મણને રથ વગરના દેખી રામ પાતે ઉભા થયા અને માણુ, શક્તિ, ચક્ર, મેાગર અને તામર હથિયારાથી સેનાને મારવા લાગ્યા. માટા પ્રહાર કરીને રામે આતરંગને વિમુખ કર્યાં અને દશે દિશાઓનું આલેાકન કરતા તે ભગ્ન થઈને નાસવા લાગ્યા. યુદ્ધમાં રામે શત્રુસૈન્યને પ્રહારિત, ખંડિત અને વેર-વિખેર કર્યું, છતાં પીછા ન છેડતા રામને લક્ષ્મણે પાછા વાળ્યા. મહાઆનન્દ થયા, પૃથ્વી ફ્રી ભયવિમુક્ત બની ગઈ, પ્રાપ્ત કરેલા યશવાળા રામને વિસર્જન કર્યા, એટલે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org