________________
= ૧૭૨ :
પઉમચરિય–પચરિત્ર
જ છે. શેક–સમૂહને ત્યાગ કર, દશરથ રાજા ઉપર લેખ પત્ર મેકલું છું, તે અને હું આજથી તે બાલકને શોધવાનો પ્રયત્ન ચાલુ કરીએ છીએ.” પ્રિયાને શાન્ત કરીને
અનરણ્યના પુત્ર દશરથ ઉપર લેખ મેકલ્યો. તે સાંભળીને દશરથ પણ બાલકની ગવે‘પણું કરવા લાગ્યા. જનકરાજાએ એકદમ ચારે દિશામાં ગુપ્ત ચરપુરુષને શેધ કરવા માટે મોકલ્યા. બાળકની ગવેષણ કરીને પોતાની નગરીમાં તે સર્વે પાછા ફર્યા. તે પાછા ફરેલા પુરુષે નમસ્કાર કરવા પૂર્વક કહેવા લાગ્યા કે, “હે સ્વામી ! સમગ્ર પૃથ્વી ફર્યા પણ તે બાલકને ક્યાંય ન દે. હે સ્વામી ! કેઈ દિવ્ય પુરુષે આકાશમાર્ગેથી હર્યો હશે.” “દુઃખ-ઉત્પત્તિ સમયે પ્રત્યક્ષ દુઃખ અનુભવાય છે, તે લોકોને દુસહ લાગે છે, પરંતુ પાછળથી દુઃખની વેદના ભૂલી જાય છે. લોકોમાં આ કહેવત પ્રચલિત છે. સીતા
ત્યાર પછી કાલક્રમે યૌવન, લાવણ્ય-કાતિથી પરિપૂર્ણ સીતા પુત્રી જાણે શેક છોડાવવાને માટે જે હોય તેમ વૃદ્ધિ પામી, ઉત્તમ કમલપત્ર-સમાન નેત્રવાળી, શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન મુખની શોભાવાળી, મોગરાના પુષ્પના પત્ર સરખા ઉજજવલ દાંતવાળી, દાડિમ-પુષ્પના સરખા લાલ હોઠની કાંતિવાળી, કોમલ બાહુલતાવાળી, લાલ અશક સમાન ઉજજવલ કાંતિવાળા હસ્તયુગલવાળી, હથેલીથી પકડી શકાય તેવી પાતલી કમ્મરવાળી, વિશાલ નિતમ્બ અને હાથીની સૂંઢ સમાન સાથળ-પ્રદેશવાળી, લાલ કમલા સમાન ચરણવાળી, કૌમુદી રાત્રિના પૂર્ણ ચંદ્રના કિરણોને જાણે ઢગલે ન હોય તેવી સીતા પિતાની કાન્તિથી જાણે ચંદ્રને પ્રકાશિત કરતી હોય એવી પ્રતીતિ થતી હતી. આવા સુન્દર રૂપ અવયવવાળી, સંપૂર્ણ લક્ષણ, યૌવન અને ગુણસમૂહ યુક્ત એવી સીતા પ્રસન્નતાથી જનકરાજાએ રામને સમર્પણ કરી. દેવકન્યા-સમાન રૂપ અને લાવણ્યયુક્ત તે સીતા સાતસે કન્યાઓની સાથે કીડા કરતી હતી, એવી તે કન્યાને રામના વિમલ ગુણનું સ્મરણ કરીને જનકરાજાએ તેને આપી. (૧૦૩)
પદ્મચરિત વિષે “ સીતા–ભામંડલની ઉપત્તિ” નામના છવીશમા
ઉદેશાને ગૂજરાનુવાદ પૂર્ણ થયો. (૨૬)
[૨૭] રામે સ્વેચ્છાને આપેલે પરાજય તે સમયે હૃદયમાં વિસ્મય પામેલા એકાગ્ર ચિત્તવાળા મગધના અધિપતિ શ્રેણુિં મુનિને પ્રણામ કરીને પૂછયું કે, આપ રામને વૃત્તાન્ત કહો. જનકરાજાએ રામમ એ કર્યો પ્રભાવ જે કે, રૂપ, ગુણ અને યૌવનને ધારણ કરનાર સીતા તેને આપી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org