________________
પઉમચરિય–પાચરિત્ર
મંડપમાં અલંકૃત અને ગૌરવવાળા ઉત્તમ રાજાઓને દેખવા લાગી. સીતાને જુદા જુદા રાજાઓને પરિચય આપતા કંચુકીએ કહ્યું કે-“હે બાલે! દેવકુમારની ઉપમાં સરખી શેભાવાળા, દશરથના પુત્ર મનને આનન્દ પમાડનાર આ રામ છે, તેની સમીપમાં રહેલા મહાબાહુવાળા તેના નાના ભાઈ લક્ષ્મણ છે, તેની સાથે ભારત અને શત્રુધ્ધ એ રામનાં ત્રીજા અને ચોથા લઘુબંધુઓ છે. હે બાલે! મહાત્મા હરિવાહન, મેઘપ્રભ, ચિત્રરથ, મન્દિર, જય, શ્રીકાન્ત, દુર્મુખ, ભાનુ, સુભદ્રરાજા, બુધ, વિશાલ, ધીર, શ્રીધર, અચલ, બધુ, રુદ્ર, શિખી અને સૂરરાજા--આ અને બીજા પણ વિશુદ્ધ કુલમાં ઉત્પન્ન થએલા ઉત્તમ રાજાઓ હે સુંદરાંગી! તારા માટે ધનુષની પરીક્ષા કરવા અહીં આવેલા છે. મંત્રીઓએ ઘેષણ કરી કે, “જે અહીં ધનુષ પર દેરી ચડાવશે, તે કન્યાને વરવા સમર્થ થઈ શકશે –તેમાં સંદેહ નથી, આમ કહ્યા પછી તરત જ કમપૂર્વક ધનુષની સમક્ષ જવા માટે સર્વ તૈયાર થયા, પિતાના પરિવારથી પરિવરેલા સુભટો જેમ જેમ આગળ જાય છે, તેમ તેમ વિજળીની કાંતિ અને ભયંકર સર્પોએ છોડેલા નિઃશ્વાસ સરખો ભયંકર અગ્નિ ધનુષમાંથી નીકળે છે.
- અગ્નિથી ભય પામેલા કેઈ સુભટો તો હાથવતી આંખોને ઢાંકીને પરસ્પર એક બીજાને ઉલ્લંઘન કરતા ઉલટા માર્ગે ભાગવા લાગ્યા. કુંફાડા મારતા સર્પોના ફણાપ દેખીને કેટલાક દૂર ઉભેલા અસ્થિર શરીરવાળાની વાણી બંધ થઈ ગઈ, ભયથી ધ્રુજવા લાગ્યા. અને કઈ દિશામાં નાસી જવું? એવી વિમારાણમાં પડ્યા. સર્પોના કૂકારથી ઘવાએલા કેટલાક ખાખરાના પાંદડાની જેમ દૂર ફેંકાઈ ગયા અને કેટલાક મૂચ્છથી વિહ્યલ શરીરવાળા સુભટો ખંભિત થઈ ગયા. કેટલાકએ તો માનતા માની કે, “જીવતા આપણું ઘરે પહોંચી જઈશું, તો અનેક પ્રકારના દીન અને દુઃખીઓને દાન આપીશું.” વળી કેટલાક આવેલા બીજા રાજાઓ કહેવા લાગ્યા કે અમે તો અમારી પોતાની પત્નીઓ સાથે કાલ પસાર કરીશું. અમારે એવી રૂપવતીનું શું પ્રજન છે?” વળી કેટલાક તે એમ બોલવા લાગ્યા કે, “કેઈ પાપીએ આ માયાવી નાટક કર્યું છે, ઘણ રાજેન્દ્રોને મારવા માટે અને સ્થાપના કરેલી છે.” તેટલામાં ચલાયમાન કુંડલ તેમજ મુકુટ વગેરે આભૂષણથી અલંકૃત શરીરવાળા ઉત્તમતાથી સરખી ચાલથી ચાલતા રામ ધનુષની નજીકમાં આવી પહોંચ્યા. હવે તે ધનુષના રક્ષક મહાભુજંગો હતા, તે પોતાના ક્રોધી સ્વભાવને ત્યાગ કરીને પોતાના સ્વભાવમાં રહેલા પરમસૌમ્ય બની ગયા. અગ્નિની જવાલા વગરનું ધનુષ રામે અચાનક હાથમાં ગ્રહણ કરી લીધું. લેહની પીઠ ઉપર સ્થાપન કરીને ઉત્તમ ધનુષને જલ્દી ખેંચીને દોરી ચડાવી દીધી. તેટલામાં આકાશમાં ધૂળ અને રેતીથી અંધકાર છવાઈ ગયે, પર્વતો કંપવા લાગ્યા, નદીઓ ઉલટી વહેવા લાગી, દિશાઓ ઉલકા અને વિજળી સરખી ભડકે બળતી પરવાળાના વર્ણ સરખી લાગવા લાગી. ચારે બાજુ ભયંકર અરેરાટી અને અવાજે થવા લાગ્યા, તેને પ્રચંડ પડઘા પડવા લાગ્યા. સૂર્યનું તેજ નાશ પામ્યું અને લોકો ભયથી ઉદ્વિગ્ન બની ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org