________________
૬ ૧૭૮ :
પઉમચરિય-પદ્મચરિત્ર હું ઘણો ઉપકૃત થએલો મને માનીશ-એમાં સન્ડેહ નથી.” ત્યારે તેણે કહ્યું કે-“હે બેચરાધિપ ! એકાગ્ર ચિતે મારી વાત સાંભળો, કે તે કન્યા તે દશરથના પુત્ર રામને અપાઈ ગએલી છે. ફરી ચન્દ્રગતિએ પૂછયું કે, “તમે કયા કારણથી દશરથના પુત્ર રામને તે કન્યા આપી છે? આ વિષયમાં મને મેટું કૌતુક થયું છે. તેના સમાધાનમાં તેણે જણાવ્યું કે, “ધન-સમૃદ્ધ અને લોકોની પ્રચુરતાવાળે મારો દેશ છે, તે આખા દેશને અર્ધબર્બરવાસી સ્વેચ્છાએ વિનષ્ટ કર્યો હતો. રાક્ષસે સમાન અને દે પણ જેમને જિતી ન શકે, તેવા સવ પ્લેચ્છોને સંગ્રામમાં રામે હરાવ્યા. એટલું જ નહિ, પરંતુ ઉજજડ થઈ ગએલા મારા દેશને ફરી ભયમુક્ત બનાવી વસાવ્યું અને રામના પ્રસાદથી દેશ અને લોકો ધન અને રત્નોથી પરિપૂર્ણ બન્યા. તેના ઉપકારના બદલામાં રૂપ, યૌવનાદિ ગુણ-સમૂહવાળી તે કન્યા મેં રામને આપી. આ ગુપ્ત હકીકત સ્પષ્ટ રૂપમાં મેં જણાવી.
જનકરાજાનું આ વચન સાંભળીને રોષાયમાન થએલા વિદ્યારે કહ્યું કે, “હે જનક! તમે અવિવેકી છે, કાર્યાકાર્યની વિશેષ પ્રકારે પરીક્ષા કરી શકતા નથી. પશુ સરખા હીનસ ઉપર વિજય મેળવીને શી બહાદૂરી કરી? યુદ્ધમાં તેનો નાશ કરવાથી સુભટને યશ મળતો નથી. કાગડાને સુકા વૃક્ષ ઉપર અને બાલકને વિષફલ ઉપર પ્રીતિ થાય છે, તે પ્રમાણે હલકે પુરુષ હલકાની સાથે પ્રીતિ ઈચ્છે છે. હે જનક! ભૂમિ પર ચાલનારા–ભૂચર સાથે કુસંબન્ધ ત્યાગ કરો અને કાયમ માટે ખેચર-વિદ્યાધરોની સાથે સ્નેહ-સંબંધ કરે. દેવ સરખી સંપત્તિવાળા શૂરવીર વિદ્યાધર ચન્દ્રગતિ છે, તેના પુત્ર ભામંડલને કન્યા આપો, પગપાળા કરનારની ગણતરી કેટલી?” જોકે તેમને પ્રત્યુત્તર આપ્યો કે, “તમે ભૂમિ પર ચાલનારની નિન્દા કેમ કરો છો? તીર્થકરે, ચકવર્તીએ, બલદે, મનુષ્ય શું ભૂમિ પર ચાલનારા નથી? ભરતક્ષેત્રને ભેગવટ કરીને ઈવાકુ કુલમાં ઉત્પન્ન થએલા, સુરો અને અસુરો વડે નમન કરાએલા ચરણ-કમલવાળા ઘણા ભૂમિચારીઓ અચલ, અનુત્તર, શાશ્વત સ્થાન પામેલા છે. તેમના જ મહાવંશમાં સુમગલાના ગર્ભમાં અનરણ્યના પુત્ર દશરથ રાજા અધ્યામાં ઉત્પન્ન થએલા છે. રૂપ, ગુણશાલી એવી પાંચસે યુવતીઓ અને જેના મહાસત્ત્વશાળી પદ્મ વગેરે ચાર પુત્રો છે. રામના મહાપરાક્રમ ગુણને જાણીને અને તેના પરમ ઉપકારના બદલામાં મેં મારી શ્રેષ્ઠ કન્યા તેને સમર્પણ કરેલી છે. ત્યારે વિદ્યાધરે કહ્યું કે, “હે જનક! તમે અમારો નિશ્ચય સાંભળે. તમે પ્રગટપણે રામ સંબન્ધી ઘણું જ ઉંચો ગર્વ રાખી રહેલા છે. તે હવે દેથી રક્ષિત આ વાવ ધનુષને રામ જે વશ કરી લે, તો કૃતાર્થ રામ ભલે તે કન્યા ગ્રહણ કરે, અને જે વજાવત ધનુષરત્ન રાજાઓની હાજરીમાં રામ ન વશ કરે છે, તે કન્યા તેની શી રીતે થાય? ત્યાર પછી તે ખેચરે રાજા જનક અને ધનુષને લઈને જલ્દી મિથિલા નગરી તરફ ચાલ્યા. ચન્દ્રગતિ પોતાની નગરીએ ગયા.
'આ બાજુ કરેલ વિવિધ શેલાવાળા મહેલમાં જયકાર શબ્દની સાથે મંગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org