________________
= ૧૭૦ :
પઉમચરિય-પદ્યચરિત્ર
જાય છે. તે ત્યાં ખણખણ કરતી તરવારે તેના શરીર પર પડે છે. કણ-કણુ શબ્દ કરતી શક્તિઓ અને ભડ-ભડ કરતા પડતાં ભાલાંઓ તેના શરીરમાં ભેંકાય છે. હાથ, પગ, નાક, કાન, હોઠ, આંતરડાં વગેરે સર્વ અંગે છેદાઈ–ભેદાઈને મેદ, ચરબી, પરુ અને લેહીથી ખરડાએલ ધરણપટ્ટ પર આમ તેમ રેલાય છે. કઠોર તીક્ષણ ચામડીમાં ભોંકાય તેવા ડાભ સરખા સ્પર્શવાની દેરડીથી જકડાએલાઓને રુદન કરે, તે પણ જલદી જલ્દી ચલાવીને, દોડાવીને ઉંચે ચડાવે છે. વિષમ સ્થાનોમાં નીચે ઉતરાવે છે. નિર્ભાગી બિચારા પાસે અનિષ્ટ કાર્યો કરાવે છે, કપટ કરનારા છેવને કડ-કડ શબ્દ કરતા યંત્રોમાં પીલે છે, વળી બીજા કેટલાકને મુસુંઢિ, મોગર, ચડક વગેરે હથિયારના પ્રહારથી જર્જરિત કરે છે.
શરીરનાં માંસ ખાવામાં આસક્ત બીજા પ્રાણીઓનાં શરીર ચડ-ચડ શબ્દ કરતા ખાય છે, તે નરકનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી અત્યંત અશુભ વેદના અનુભવે છે. કહી તે અને તે સિવાયની બીજી અનેક દુઃખવેદનાઓ સતત અનુભવતા લાંબા કાળ સુધી નરકમાં રહે છે કે, જેઓએ પૂર્વજન્મમાં અધર્મ કર્યો હોય, માંસ ખાવાથી ઉત્પન્ન થએલ નરકનું દુઃખ સાંભળીને દોષના મૂલરૂપ આ માંસનો ત્યાગ કર. શીલદાન-રહિત એવો પુરુષ પણ જે માંસની નિવૃત્તિ કરે, તો તે પણ સદ્ગતિ પામે છે, તેમાં સંદેહ નથી. પાંચ અણુવ્રત ધારણ કરનાર તપ, નિયમ અને શીલથી સંપન્ન હોય, જિનશાસનને અનુરાગી હોય, તે સુખના ધામરૂપ દેવ થાય છે. અહિંસા મૂલ ધર્મ છે, તેમ ઉત્તમ જિનેશ્વરએ કહેવું છે. માંસની નિવૃત્તિથી તે અત્યંત નિર્મલ-તર સંભવે છે. ભીલ, કળી, પુલિન્દ કે ચંડાલ મધ અને માંસની નિવૃત્તિ દયાપૂર્વક કરે છે, તે પાપરહિત થાય છે. પાપને વર્જનાર દેવપણું કે રાજાપણું મેળવે છે. ક્રમે કરી સમ્યકત્વ-સહિત પ્રાપ્ત કરેલી બુદ્ધિવાળે થઈ છેવટે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશે.” આ પ્રમાણે સાધુનો ઉપદેશ સાંભળીને દઢસત્ત્વવાળો કુંડલ પાંચ અણુવ્રત-સહિત મધુ અને માંસનો ત્યાગ કરનારે થયે. તે યથાર્થ સમ્યગ્દષ્ટિવાળો થયો અને સાધુને નમન કરીને ત્યાંથી નીકળ્યો અને ચિંતવવા લાગ્યો કે, મારે એક મામા છે, તેના પ્રસાદથી યુદ્ધમાં શત્રુને જિતને સેના સહિત હું મારા રાજ્યમાં પ્રવેશ કરું અને રાજય ભેગવું.” એમ વિચારીને એકલો ઉતાવળે ઉતાવળે દક્ષિણાપથ તરફ ચાલ્યો. માર્ગના થાકથી દુઃખી થએલો તે મરણ અવસ્થાવાળો થયો. જે સમયે અહીં કુંડલે જીવે છે, તે જ સમયે આયુને ક્ષય થવાથી સ્વર્ગમાંથી એક દેવી પણ ચ્યવી જનકરાજાની વિદેહા નામની પત્નીના ગર્ભમાં કર્મના વશથી તે બંને પણ ઉત્પન્ન થઈને એક ઉદરમાં સાથે રહ્યા.
આ જ સમયે પિંગલ નામને સાધુ કોલ કરીને સ્વર્ગમાં મહાપ્રભાવશાળી દેવ થો. તેને પૂર્વ ભવ યાદ આવ્યું. અવધિજ્ઞાનથી જાણ્યું કે, “જનકની ઉત્તમ પત્નીના ગર્ભમાં બીજા જીવની સાથે મારે શત્રુ ઉત્પન્ન થયો છે. શ્રેણિક ! વિરહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org