________________
: ૧૬૮ :
.ઉમરિય-પદ્મચરિત્ર
એટલે દુ:ખિત અને ઉદ્વેગવાળા તે પૃથ્વીમાં ભ્રમણ કરવા લાગ્યા. પૃથ્વીમાં પટન કરતાં તેણે આ ગુપ્ત નામના સાધુને જોઇને પ્રણામ કર્યા અને બે હાથ જોડીને જિનાપર્દિષ્ટ ધર્મનું શ્રવણ કર્યું. ધર્મોપદેશ સાંભળવાથી તેને વૈરાગ્ય થયેા, સ`વેગવાળા તેણે ગુરુની પાસે આસક્તિ-રહિત દીક્ષા અ'ગીકાર કરી. તે મુનિ ગ્રીષ્મકાળમાં સૂર્યના તડકામાં આતાપના લેતા હતા, ઠં'ડીના સમયમાં રાત્રિના સમયે એકાન્તમાં બેસતા હતા. અને વર્ષાકાળમાં તે મુનિ પર્યંતની ગુફામાં હંમેશા રહેતા હતા. મુનિ ખાર પ્રકારનું ઘાર તપ કરતા હતા, ઠંડી-ગરમીથી દુઃખિત થવા છતાં પણ પત્નીના માહ છેાડતા ન હતા.
હે મગધપતિ ! આ વૃત્તાન્ત હાલ અહીં રહેવા દો. રત્નમાલાની જેમ અંદરના સબન્ધથી જોડાએલી આ એક બીજી કથા છે. માટે હાલ જે કહું, તે સાંભળેા. જ્યારે અનરણ્યરાજા રાજ્ય કરતા હતા, ત્યારે મહાસુભટ કું ડલડિત દુગ મપુરમાં રહીને સ દેશના વિનાશ કરતા હતા. અનરણ્ય સાથે સબન્ધ અને પક્ષપાત રાખનારા જે સુભટા હતા, તેમને ખલમાં ઉન્મત્ત ખની મારી નાખ્યા. નિય અને અનુકપા વગરના તે સ દેશેાના વિનાશ કરવા લાગ્યા. કુંડલમ`ડિત એવા વિષમ પ્રદેશમાં ભરાઇને છૂપાઈ રહેતા હતા કે, કઈ રીતે અનરણ્ય તેને પકડવા સમર્થ થઇ શકતા ન હતા. આ કારણે ચિંતાવાળા અનરણ્યને રાત-દિવસ નિદ્રા પણ આવતી ન હતી. અનરણ્યને આવા ચિંતાગ્રસ્ત અને દુઃખિત જાણીને બાલચંદ્ર નામના એક સામ`તે રાજાને વિનતિ કરી કે, • હે સ્વામી ! મારુ' એક વચન સાંભળે. જો યુદ્ધમાં કુંડલમડિતને અહીં ખાંધીને ન લાવું, તેા હુ આ દેશને! ત્યાગ કરીને અહાર નીકળી જઇશ.' આ મારી પ્રતિજ્ઞા છે. સમગ્ર ચતુરંગ સેના-રહિત તે જલ્દી ત્યાં ગયા અને વિશ્વાસમાં રહેલા તે પ્રમાદી કુંડલમંડિતને ખાંધી લીધા. તેના નગરના વિઘ્ન'સ કર્યા અને એકદમ પેાતાના નગરમાં પાછે આવીને નરેન્દ્રના ખધેલા શત્રુને ખાલચન્દ્રે સમર્પણ કર્યાં. તે સજ્જન સેવકે સમગ્ર પૃથ્વીને સ્વસ્થ કરી, અનરણ્ય રાજા તુષ્ટ થયા અને તેનું સન્માન કર્યું.... માંસત્યાગના ઉપદેશ, માંસ-ભક્ષણથી નરકવેદનાનું વર્ણન
ત્યાર પછી કુંડલમ`ડિતને મુક્ત કર્યાં, તેણે ફરતા ફરતા એક મુનિવરને જોયા. તેના વિનયાપચાર કરીને ધર્મ પૂછ્યો કે, ‘ભગવંત! ગૃહવાસના પાશમાં બધાએલ જે મનુષ્ય દીક્ષા અંગીકાર ન કરી શકે, તે અનાદિ-અનન્ત સંસારમાંથી કેવી રીતે મુક્ત થઇ શકે? ત્યારે મુનિએ તેને ધમ સભળાવ્યેા કે, · જીવાની દયા, ક્રોધાદિ કષાયાના નિગ્રહ કરવા, આમ કરવાથી જીવ ગાઢ કર્મોનાં અન્ધનથી મુક્ત થાય છે. જીવાના વધ કરવા એ હિંસા છે. માંસ માટે જીવવધ કરવા પડે છે. તું પણ માંસ ખાય છે, તે આત્માને કાઁથી કેવી રીતે મુક્ત કરી શકીશ ? જિહ્વા-ઇન્દ્રિયને પરવશ બની શરીરના પાષણ ખાતર આ ભવમાં માંસ ખાઇને તીત્ર વેદનાવાળી નરકમાં મનુષ્ય જાય છે. તીમાં સ્નાન કરવાથી, મુંડન કરાવવાથી, દાન કરવાથી, વિવિધ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org