________________
[૨૬] સીતા અને ભામડલના જન્મ
હે શ્રેણિક ! હવે તમે એકાગ્ર ચિત્તવાળા થઇ જનકરાજાના વૃત્તાન્ત સાંભળેા. જનકને વિદેહી નામની મુખ્ય પટ્ટરાણી હતી. તે ગાઁવતી થઇ હતી અને જન્મસમયે તેના ગર્ભની રક્ષા દેવ કરતા હતા. આ વિષયમાં મગધરાજાએ ગૌતમ ભગવંતને પૂછ્યું' કે-‘ હે ભગવત ! કયા કારણથી દેવ ગનુ રક્ષણ કરતા હતા ? તે હકીકત આપ મને જણાવેા. કારણ કે, તે જાણવાનું મને મેટુ કુતૂહલ થયું છે.' ત્યારે ગણુધર ભગવંતે કહ્યું કે, ‘ચક્રધ્વજ નામના એક રાજા હતા, તે ચક્રપુરમાં રહેતા હતા, તેને મનઃસુન્દરી નામની ભાર્યા હતી. તેમને ગુણાનુરૂપ અત્યંત સુન્દર એક પુત્રી હતી, જે ગુરુના ઘરે હાથમાં લેખિની રાખીને પ્રયત્ન-પૂર્વક અક્ષરા ઘૂટતી હતી. રાજાના પુરાહિતના પુત્ર કે, જે તેની શાખા નામની પત્નીની કુક્ષિથી ઉત્પન્ન થયા હતા. તેનું નામ મધુમ્પિંગલ પાડ્યું હતું. તે પણ તે જ ગુરુને ત્યાં ભણતા હતા. પ્રથમ વાર્તાલાપ, ત્યાર પછી રતિ, રતિથી વિશ્વાસ, વિશ્વાસથી પ્રણય અને પ્રણયથી સ્નેહ વૃદ્ધિ પામે છે. સદ્ભાવ ઉત્પન્ન થયા પછી તે કન્યાનું અપહરણ કરીને પિંગલ ઘણા જ દૂર રહેલા અત્યન્ત દુર્ગામ વિદ` નગરમાં પહેાંચી ગચા, વિજ્ઞાન-જ્ઞાન-ધન રહિત તે મૂખ ત્યાં ઘર માંડીને નગરમાં તૃણ અને કાછો વેચી આજીવિકા ચલાવતા હતા. તે સમયે તે નગરમાં પ્રકાશસિંહની પ્રથમપત્ની પ્રવરાવલીને કુંડલમડિત નામના પુત્ર થયા. પેાતાની મેળે લીલાપૂર્વક ભ્રમણ કરતા તે ત્યાંથી પસાર થયા કે, જ્યાં હરણ કરી લાવેલી પેલી સુંદરી હતી. તેને દેખીને કુંડલમ'ડિત કામદેવનાં ખાણાથી વિંધાયા. રાજાએ તે સુન્દરી પાસે ગુપ્ત કૃતી મેાકલી. તેને છેતરીને તે ખાલાને રાજભવનમાં દાખલ કરી. તિની સાથે જેમ કામદેવ તેવી રીતે ગુણાનુરક્ત ઉત્તમ કુંડલમડિત રાજા તે સુંદરી સાથે ઉત્તમ તે પ્રકારના ભાગે। ભાગવવા લાગ્યા. મધુપિંગલ કયાંયથી પાછા પોતાના ઘરે આવી પહેાંચે, ત્યારે પેાતાની પત્નીને ન દેખતાં એકદમ દુઃખસાગરમાં પડ્યો. પત્નીને શેાધતા તે ગદ્ગદ સ્વરવાળા કંઠથી રુદન કરવા લાગ્યા. રાજા પાસે જઇને શ્રીયાદ કરી કે, કોઇકે મારી સ્ત્રીનું હરણ કર્યું.” સભાની વચ્ચે બુદ્ધિશાળી મંત્રીઓએ કુડલમડિત રાજાને ( મધુપિંગલના સાંભળતાં) કહ્યું કે, પાતનપુરમાં સાધ્વીઓની સાથે તે ખાલાને અમે જોઈ હતી. આટલું કહેતાં જ જલ્દી એ પાતનપુર તપાસ કરીને પાછા રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે, મને મારી પત્ની ખેાળી આપેા. ' ત્યાર પછી રાજાની આજ્ઞાથી તે પુરુષને ગળે પકડીને પ્રહાર કરનારા પુરુષા દ્વારા
6
નગર અહાર કઢાખ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org