________________
: ૧૬૬ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ત્સવ કરાવ્યા. શત્રુઓના ઘરે મહાપાપ-સૂચક ભય'કર ઉત્પાતા થયા અને અન્ધુ તથા સ્નેહીઓને ત્યાં વિપુલ પ્રમાણમાં સુખ અને સ`પત્તિ પ્રાપ્ત થઈ-તેમ કહેવાયું. નીલકમલના દલ સમાન શ્યામવર્ણવાળે તે લક્ષણાથી યુક્ત હતા, તે કારણે ગુણને અનુરૂપ તેનું નામ લક્ષ્મણ’ સ્થાપ્યું. શાભાના ધામરૂપ તથા આભૂષણાથી શણગારેલા શરીરવાળા તે અને ખળકા ઢીંચણથી ચાલવું, એક સ્થાનેથી બીજા સ્થાને જવું, માલક્રીડા કરવી ઈત્યાદિક કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. જન્મથી અન્ય અન્ય અતિશય સ્નેહ રાખનારા, એક-બીજાના વશવર્તી, અન્ધુજનેાના હૃદયને આનન્દ આપનાર તે ઉત્તમ કુમારાનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરાતું હતું. ત્યાર પછી કૈકેયીએ ભરતકુમાર અને શત્રુન્નને જન્મ આપ્યા. રાજાએ તેમના પણ મહાન જન્મ-મહાત્સવ પ્રવર્તાવ્યેા. શક્તિ, કાન્તિ અને અલયુક્ત કલાએ ગ્રહણ અને ધારણ કરવા સમ તે ચારે ય કુમારસિંહાને જોઇને રાજા હર્ષ થી વ્યાકુલ થયા.
"
અહીં કાપ્પિલ્ય નામની એક નગરી હતી. ત્યાં એક ભાવ રહેતા હતા. તેને ચિરા નામની પત્ની હતી, તેની કુક્ષિથી તેને એક પુત્ર થયા હતા. અતિશય લાલન-પાલન કરાએલા તે અવિનીત અને લેાકેાને અતિદ્વેષને વિષય બન્યા. તે કારણે પોતાના અપયશ થશે તે ડરથી પિતાએ તેને નગરની બહાર કાઢી મૂક્યા. એ વસ્ત્ર પહેરનાર તે રાજગૃહ નામના મહાનગરે પહેાંચ્યા. ત્યાં ધનુવેદમાં અતિકુશલ વૈવસ્વત નામના ધનુવેદાચાય હતા. હજાર શિષ્યાથી પરિવરેલા તે આચાય ની પાસે ધનુવેદની શિક્ષા ગ્રહણ કરવા લાગ્યા અને ક્રમે કરીને તે સ શિષ્યા કરતાં ઉત્તમ શિક્ષા પામ્યા. ‘ ધનુષ અને ખાણના લક્ષ્યમાં અતિકુશલ છે. ' તેમ રાજગૃહના સ્વામીએ સાંભળીને બીજા વિદ્યાર્થીઓ સાથે તે ભાગ વપુત્ર પાસે પણ શરક્ષેપ કરાવ્યા. તેણે કરેલા શરક્ષેપ દેખીને રાજાએ કહ્યું કે, ‘તે સારી રીતે શિક્ષા ગ્રહણ કરી નથી. ’ તેમ સાંભળીને ફરી વખત ગુરુની પાસે કળા શીખવા ગયા. વૈવસ્વતની પુત્રીને વશ કરીને પેાતે રાત્રે છિદ્રથી નીકળીને પલાયન થયા અને સાકેત નગરીએ પહેાંચ્યા. ત્યાર પછી દશરથ રાજાને પેાતાની સશસ્રકળાની કુશલતા બતાવી, એટલે નરેન્દ્ર તુષ્ટ થયા અને પેાતાના ચારે કુમારાને શસ્રકળાની શિક્ષા ગ્રહણ કરવા માટે સોંપ્યા. જળમાં જેમ ચંદ્રષિષ સંક્રાન્ત થાય, તેમ ધનુષ્ય બાણ આદિ તથા અન્ય અસ્ત્ર-શસ્ત્રાની કળાએ રાજપુત્રામાં સંક્રાન્ત થઈ. તે ચારે ય રાજકુમારા વિવિધ વિજ્ઞાનામાં કુશળતા મેળવીને સમુદ્રની જેમ પ્રસિદ્ધ યશવાળા થયા. આ પ્રકારે વિજ્ઞાન, જ્ઞાન, ખલ, શક્તિ, અને સમગ્ર વિચાર કરવાની શક્તિવાળા પુત્રને કળાઓમાં કુશળ જાણીને તુષ્ટ થએલા રાજાએ સન્માન-દાન અને સમ્પત્તિથી ગુરુની વિમલ મનથી પૂજા કરી. (૨૬)
'
પદ્મચરિત વિષે ‘ચાર ભાઇઓનું વિધાન ’ નામના પચ્ચીશમા ઉદ્દેશના ગૂજરાનુવાદ પૂર્ણ થયા. [૨૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org