________________
: ૧૬૪ :
પઉમચરિય-પદ્મચર્ચિ
યુક્ત ઉપર છત્ર ધરેલું હતું. આગળ મેઘ સરખા ગંભીર શબ્દવાળું મોટું વાજિંત્ર વાગતું હતું. લીલા પૂર્વક ગમન કરતી તેને સર્વે રાજાઓ આંખને પલકારો માર્યા વગર એકી નજરથી જોતા હતા, તેના રૂપને દેખીને ક્ષણવારમાં ઉન્માદી બની ગયા, ઘણાએ તે પિતાનું ભાન પણ ભૂલી ગયા. સાથે ચાલતી સખીઓથી ઓળખાવાએલા સર્વે નરેન્દ્રોને જોઈને બાલાએ એકદમ દશરથ રાજાના કંઠમાં માલા આપી.
આરેપિત કરાએલ માળાવાળા દશરથને દેખીને લોકો કહેવા લાગ્યા કે. “રૂપમાં ચડિયાત હોવા છતાં તેનાં કુલ અને વંશ જાણેલાં નથી. કેટલાક રાજાઓ કહેવા લાગ્યા કે, “પૂર્વકર્મના અનુસારે સુંદર લાવણ્યવાળો એગ્ય વર કન્યાને પ્રાપ્ત થયો છે.” વળી બીજા ગુસ્સો પામેલા કેટલાક કહેવા લાગ્યા કે-“જેનું કુલ ઓળખાયું નથી, એવા આ સામાન્યની કન્યાનું હરણ કરે, ઉતાવળ કરે, વિલંબ ન કરો. ક્ષણવારમાં હરણ કરવા સજજ થએલા તે રાજાઓને દેખીને શુભમતિ રાજા જમાઈને વચન કહેવા લાગ્યા કે, “જ્યાં સુધી યુદ્ધમાં આ રાજાઓને બાણથી ભગાડી મૂકું નહિં, ત્યાં સુધી કન્યા સાથે આપ રથમાં આરૂઢ થઈને નગરમાં પ્રવેશ કરે.” આ પ્રમાણે કહ્યા પછી તે કહેવા લાગ્યા કે, મારી ખાતર આપ કેમ ખેદ કરે છે? થોડીવારમાં જ રણમુખમાં તેમને ભાગતા આપ જોશે.” એમ કહીને તે સજજ થયા અને ઉત્તમ રથમાં બેઠા. તેના આગલા આસને હાથમાં લગામ પકડીને સારથી તરીકે કેકેયી બેઠી. દશરથે આગળ બેઠેલી કેકેયીને કહ્યું કે-“હે વિશાલનેત્રવાળી ! શશિમંડલ સરખું ઉજજવલ છત્ર સુભટોની વચ્ચે દેખાય છે, તેના તરફ આ રથને ઉતાવળે વેગથી ચલાવ.” આ પ્રમાણે કહ્યા પછી ઉંચા દવજદંડવાળા મંડપ સરખા દેખાતા ઉત્તમ રીતે તેવી રીતે ચલાવ્યો કે, જેથી શત્રુનું સમગ્ર સૈન્ય ક્ષોભ પામ્યું. રણના મોખરે યુદ્ધ કરતાં પરિપૂર્ણ ચતુરાઈથી છોડેલાં બાણો વડે કરીને તે સુભટો એકબીજા ઉપર પડતા અને ઓળંગતા નાસવા લાગ્યા. હેમપ્રભથી પ્રેરાએલા તેના સર્વ સુભટે પાછા ફર્યા અને યુદ્ધક્ષેત્રમાં બાણ ફેંકતા દશરથ ઉપર આક્રમણ કરવા લાગ્યા. હાથી, ઘોડા, રથ અને દ્ધાઓથી ઘેરાએલા દશરથ રાજા યુદ્ધમાં વિષાદ પામ્યા વગર સેંકડો આયુધોને છોડતાં લડવા લાગ્યા. રથમાં આરૂઢ થએલા દશરથ જલ્દી જલ્દી ચારે દિશામાં ભ્રમણ કરતા હતા, હાથી, ઘોડા અને દ્ધાઓને શસ્ત્રોના પ્રહારથી ઘાયલ કરતા હતા. ભયથી ઉગ પામેલા સૈન્યને દેખીને હેમપ્રભ નરેન્દ્ર બાણના ભાથાને બાંધીને દશરથ રાજાની સન્મુખ આવ્યું.
બાણથી છેદાઈ-ભેદાઈ ગએલા બખ્તર અને છત્રવાળા હેમપ્રભ રાજાને રથમાંથી નીચે પાડ્યો, એટલે તરત જ રણની વચ્ચેથી સૈનિકો સાથે પીઠ બતાવીને ચાલે ગયે. હેમપ્રભ રાજા ભાગી ગયે, એટલે બદિજાવડે જયકાર શબ્દની ઉ૬ઘોષણ કરાતા દશરથે વિશ્વસ્ત બની પત્ની સાથે રથમાં બેસી નગરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી અનેક લોકોથી પરિવરેલા કૌતુકમંગલ સ્થાનમાં દશરથ રાજાએ વિધિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org