________________
[૨૩] બિભીષણનું કથન
: ૧૬૩ : થઈ દિશા અવલોકન કરતો રહેલો હતો. ત્યાં બિભીષણ પણ ગુરુઓનું સન્માન-દાન પૂજા વગેરે પ્રયત્નપૂર્વક કરતા મનમાં પ્રસન્ન થઈ આનંદ કરતો હતો. પૂર્વભવમાં કરેલાં સુકૃત કે દુષ્કત એ લોકોને તે જ પ્રમાણે પરિણમે છે, તે કદાપિ મિથ્યા થતાં નથી, અહીં આ જન્મમાં આ વાત સમજીને અર્થાત્ આ સંસારવાસ ભયંકર છે-એમ સમજીને જિનેન્દ્રના મોક્ષમાર્ગ વિષે વિમલભાવ કરે. (૨૬).
પદ્મચરિતવિષે “બિભીષણ-કથન નામના ત્રેવીસમા ઉદેશાને
ગૂજરાનુવાદ પૂર્ણ થયો. [૨૩]
[૨૪] કૈકેયીને વિવાહ અને વરદાનપ્રાપ્તિ
હે શ્રેણિક! ભ્રમણ કરતાં તે દશરથ રાજાને જે કંઈ બન્યું, તે સર્વ હકીકત હું કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. દક્ષિણદિશામાં મનહર કૌતુકમંગલ નામનું નગર હતું. ત્યાં અધિક ગુણવાળા શુભમતિ નામના એક રાજા હતા. તેને પૃથ્વીશ્રી નામની પત્ની અને કેકેયી નામની મનહર રૂપવાળી કન્યા હતી, યૌવન-લાવણ્યથી પરિપૂર્ણ દ્રોણમેઘ નામને પુત્ર પણ હતું. બુદ્ધિની અધિકતા સાથે કાતિથી પરિપૂર્ણ શોભાવાળી, રૂપતિશય આદિ ગુણોથી યુક્ત, વિવિધ કળા અને શાસ્ત્રોમાં કુશલ હતી. લક્ષણ અને ગુણોથી યુક્ત નૃત્ય, આરોહ-અવરોહરૂપ, સ્વર-વિભક્તિ-યુક્ત ગાન્ધર્વ– ગીત કરવાની વિદ્યા, તેમ જ વિશેષ પ્રકારે ચાર ભેદવાળી આભરણવિધિ જાણતી હતી, ભેદ-પ્રભેદયુક્ત વિદ્યા, લિપિશાસ્ત્ર, સમગ્ર શબ્દશાસ્ત્ર, હાથી, ઘોડાનાં લક્ષણે, ગણિત, છન્દ અને નિમિત્તશાસ્ત્ર, લેપ્ય-લેપવાળી, ચિત્રામણ કરવાની કળા, પત્રછેદ્ય, ભેજનકળા, બહુવિધ રત્નોની પરીક્ષા, અનેક પ્રકારનાં પુષ્પોની પારખશક્તિ, વિવિધ પ્રકારના ગની મેળવણી, લોકનું વિશિષ્ટ જ્ઞાન, કહેલી અને તે સિવાયની બીજી કળાઓ આ કન્યા જાણતી હતી. નવયૌવના આ કન્યાને જોઈને રાજા ચિંતવવા લાગ્યું કે, “પૃથ્વીતલમાં આ કન્યાને અનુરૂપ વર કેણ થશે? સ્વયંવરા આ કન્યા જે કઈ તેના મનને ઈષ્ટ હોય, તેને ભલે ગ્રહણ કરે”—એમ કહીને તરત જ સર્વે રાજાઓને એકઠા કર્યા. ચારે તરફથી બીજાઓ અને પરસ્પર ઓળખાણ કરીને દશરથ અને જનક બંને રાજાઓ પણ ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર પરિવાર સહિત, આભરણેથી વિભૂષિત શરીરવાળા હરિવહન વગેરે નરેન્દ્રો મંડપમાં મંચ ઉપર બિરાજમાન થયા. તે કેકેયી ઉત્તમકન્યા પણ સર્વાલંકાર અને સુંદર વસ્ત્ર પહેરીને સેંકડો મંગલગીત ગવાતી રાજસમુદ્રમાં ઉતરી. કન્યાની બે બાજુ ચામરો વીંઝાતા હતા, મોતીના ઝૂમખાની શેભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org