________________
[૨૨] સુકેશલનું માહાસ્ય અને દશરથને જન્મ
: ૧૬૧ :
તથા રઘુરાજા જાણવા. આ પ્રમાણે ઈવાકુકુલમાં નરવરેન્દ્રો થયા પછી સાકેત નામની ઉત્તમ નગરીમાં અનરણ્ય રાજા થયે. તેની મુખ્ય પટ્ટરાણી પૃથ્વીને બે પુત્રો ઉત્પન્ન થયા. પહેલો અનન્તરથ અને બીજો વળી દશરથ નામનો થયે. માહેશ્વર નગરીના રાજા અને પિતાના મિત્ર સહસ્ત્રકિરણે દીક્ષા લીધી-એમ સાંભળીને અનરણ્યને પણ આ સંસારવાસથી વૈરાગ્ય થયો, અનરણ્ય રાજાએ પણ દશરથ પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને અભયસેન મુનિની પાસે અનન્તરથ પુત્ર સાથે દીક્ષા લીધી. છડું, અઠ્ઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, પંદર ઉપવાસ, મહિનાના ઉપવાસ રૂપ ઉદાર-ઘેર તપ કરીને અનરણ્ય રાજા મેક્ષે ગયા. અનંતબલ, વીર્ય અને શક્તિસંપન્ન, સંયમ, તપ અને નિયમ અભિગ્રહને ધારણ કરનાર, સૂર્યની હાજરીમાં વિચરનાર અનંતરથ સાધુ પણ પૃથ્વીમાં વિચરવા લાગ્યા.
અરુહસ્થલમાં સુકોશલ નામના રાજા હતા, તેની અમૃતપ્રભા નામની પત્નીને અપરાજિતા નામની પુત્રી હતી. તે કન્યા દશરથને આપી. તેણે મોટા આડંબરથી તેની સાથે પાણિગ્રહણ કર્યું. કમલસંકુલપુરમાં સુખધુતિલક નામના રાજા હતા, તેને મિત્રા નામની મહાદેવી અને મનોહર રૂપવાળી કૈકેયી પુત્રી હતી, તેને વિવાહ દશરથ સાથે કરવામાં આવ્યો અને અહીં તેનું સુમિત્રા બીજું નામ રાખ્યું. આ પ્રમાણે યુવતીઓની સાથે દશરથે મહારાજ્યને ભગવતો હતો, તેમ જ સમ્યક્ત્વ-ભાવિત મતિવાળો દેવ-ગુરુની પૂજા કરવામાં નિરંતર તલ્લીન રહેતો હતો.
ઉત્તમ શક્તિ અને શોભાને ધારણ કરનાર જે ભરત વગેરે શૂરવીર મહાપુરુષે થયા, તે જિનવચન-ધર્મના ફલસ્વરૂપ ફરી પણ વિમલ નિર્મલ ભાવવાળા થાય છે. (૧૧૦ ગાથા)
પદ્મચરિતવિષે “સુકેશલ-માહામ્યથી યુક્ત દશરથની ઉત્પત્તિ” નામના બાવીશમા ઉદેશાને ગૂર્જરાનુવાદ પૂર્ણ થયે. [૨]
#I
[૨૩] બિભીષણનું કથન
કોઈક સમયે દશરથ રાજા સભામાં સુખાસન પર બેઠેલા હતા, તે સમયે નારદ ત્યાં આવી પહોંચ્યા. રાજા એકદમ ઉભા થયા, સુખપૂર્વક આસન પર નારદ બેસી ગયા, ત્યાર પછી પૂછ્યું કે, “હે ભગવંત! તમે ભ્રમણ કરીને ક્યાંથી પધાર્યા?” ત્યારે નારદે આશીર્વાદ આપી કહ્યું કે– જિનવરોને વંદન કરવા માટે હું પૂર્વ વિદેહમાં
રી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org