________________
: ૧૬૨ :
પઉમચરિય-પદ્મચરિત્ર
ગયો હતો. ત્યાં પુંડરીકિણી નગરીમાં દેવો અને અસુરે સહિત સીમંધરસ્વામીને નિષ્ક્રમણ-દીક્ષા મહોત્સવ જે. સીમન્દર ભગવન્તને નમીને ત્યાં આગળ રહેલાં ચિત્યને વંદન કરીને ફરી મેરુપર્વત ઉપર ગયો અને ત્યાં જિનાલયને વાંદીને હર્ષ પામ્ય. દેવસમૂહથી સેવાતા શિખરવાળા મેરુપર્વતની પ્રદક્ષિણા કરીને જિનચેત્યોને વંદન કરતે હું તરત જ પાછો ફર્યો. ત્યાર પછી સાકેત-અયોધ્યાપતિ દશરથને નારદે કહ્યું કે, મારું એક વચન સાંભળે-“અહીં બેઠેલા લેકને દૂર કરો, જેથી કંઈક ગુપ્ત વાત નિવેદન કરૂં.” સભામાંથી લોકે ચાલ્યા ગયા એટલે નારદે રાજાને કહ્યું કે-“ત્રિકૂટપર્વતના શિખર પર જિનચૈત્યને વંદન કરવા માટે હું ગયો હતો. ત્યાં શાન્તિનાથ ભગવંતના મન્દિરમાં વંદન કરીને હું રોકાયા હતા, ત્યારે તમારા પુણ્ય-પ્રભાવથી મેં એક વચન સાંભળ્યું અને અવધારણ કર્યું. એક નિમિત્તિયાને પૂછ્યું, તેણે કહ્યું કે, “સમુદ્રના માર્ગેથી આવીને દશરથના પુત્ર જનકની પુત્રી સીતા–નિમિત્તે યુદ્ધમાં રાવણને મારી નાખશે, તેમાં સદેહ નથી. આ સાંભળીને બિભીષણ એમ કહેવા લાગ્યો કે, “હું દશરથને જ મારી નાખું, જેથી તેને પુત્ર થાય જ નહીં.” બિભીષણે મને પણ પૂછયું કે, “હે ભગવંત! દશરથ અને જનક ક્યાં છે? આ સ્પષ્ટ હકીકત કહો, તે કહેવામાં વિલંબ ન કરશે. બિભીષણને મેં કહ્યું કે, “તેઓની ઉત્પત્તિ ક્યાં છે? તે મેં સાંભળી નથી”—એમ જવાબ આપીને અહીં તમારી પાસે આવ્યો છું. તમારા સમ્યકત્વપણના સાધર્મિક સ્નેહથી આ હકીકત તમને જણાવી છે. માટે જ્યાં સુધી બિભીષણ અહીં ન આવે, ત્યાં સુધીમાં ઉપાય કરે. કેટલાક ઉપદેશ દશરથને આપીને નારદ એકદમ જલ્દી મિથિલા નગરીએ ગયા, અને જનકરાજાને પણ મરણના કારણની સર્વ વાર્તા જણાવી.
મરણના મહાભયથી ડરીને દશરથ રાજા મંત્રીઓને કોશ અને દેશ સમર્પણ કરીને બહાર ચાલ્યા ગયા અને ગુપ્તવેશમાં છૂપાઈ ગયા. તે સમયે મંત્રીઓએ પણ ભવનના સાતમા માળ ઉપર લેપ્યમય દશરથ રાજાનું મનહર પ્રતિબિંબ કરાવ્યું. અને જનકરાજાનું પણ મંત્રીઓએ આ પ્રમાણે કરાવ્યું. રાજ્યમાંથી બંને રાજાઓ નાસી ગયા અને પૃથ્વીમાં છૂપાં રૂપ ધારણ કરીને ભ્રમણ કરવા લાગ્યા. તે સમયે બિભીષણે પણ સાકેતપુરીમાં પુરુષે મોકલ્યા. દશરથની શોધ કરતા, તેના ઉપર નજર રાખતા તેઓ હિંડ્યા કરતા હતા. રાજાના ઘરમાં પ્રવેશ પામવા અસમર્થ તેઓને વિલંબ થયે, એટલે બિભીષણ જાતે સાકેતપુરીમાં જલ્દી આવ્યા. બિભીષણુની આજ્ઞાથી વિજળીની જેમ જલદી રાજમહેલમાં પ્રવેશ કરીને બનાવટી પ્રતિબિંબના મસ્તકને છેદી નાખ્યું. લાક્ષારસ ગળતા મસ્તકને તરવારથી ઉઠાવી ઝપાટાબંધ લઈને રાત્રે પિતે દેખ્યું અને ત્યાર પછી સ્વામી બિભીષણને દેખાડ્યું. અંતઃપુરના વિલાપ સાંભળીને મસ્તક પૃથ્વી પર મૂકીને મન અને પવન સરખા વેગથી બિભીષણ લંકા તરફ ગયો. પરિવાર પણ પ્રલાપ કરીને પ્રેતકર્મ અને મરણોત્તર કાર્યો કરીને દશરથના માટે ઉત્સુક મનવાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org