________________
૧૬૦ :
પઉમચરિય–પદ્મચરિત્ર
અને ત્રણ ગુપ્તિરૂપ નિયમ ગ્રહણ કરવા તે રૂપ મુનિને મોટો ધર્મ છે. હિંસા, અસત્ય, ચોરી, પરસ્ત્રી અને પરિગ્રહની નિવૃત્તિ, ત્રણ ગુણવ્રત, મધુ, માંસ, મદિરા ઉપલક્ષણથી માખણ વગેરે મહાવિગઈઓને ત્યાગ કરે, તે નાને શ્રાવકધર્મ છે. આપ મહામુનિએ પ્રયત્નપૂર્વક જે ધર્મ કહ્યો, તે શ્રાવકધર્મ હું ગ્રહણ કરું પરંતુ હે ભગવંત એક માત્ર હૃદયને અત્યંત ગમતું માંસ હું છોડવા શક્તિમાન નથી.” ત્યારે મુનિએ તેને તે જ પ્રમાણે કહ્યું કે-કદાચ તું અજાણતાં પણ માંસ ખાય, તે તિર્મિંગલ મસ્યની જેમ નરકમાં જઈશ અને સંસારમાં પડીને દુઃખમાં ડૂબશ. ભેજનની આસક્તિથી ગીધ, કૂતરા, શિયાળ માંસ ખાય છે અને જે મનુષ્ય પણ માંસ ખાય છે, તે મનુષ્યો તે તુચ્છ જાનવર સમાન જાણવા–એમાં સંદેહ નથી.
જેઓ માંસનું ભક્ષણ કરીને તીર્થોમાં જઈ સ્નાન કરે, વ્રત-નિયમ કરે, તેઓને તે અરણ્યનાં પુષ્પ કે અકાલે થએલાં પુષ્પની જેમ ફલરહિત અને માત્ર કલેશ કરાવનાર સમજવા. જે મૂઢ-અજ્ઞાન કે અવળી બુદ્ધિવાળો વીર્ય અને રુધિરથી ઉત્પન્ન થએલ માંસ ભક્ષણ કરે છે, પાપકર્મથી ભારે બનેલ તે લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. માંસભક્ષણમાં આસક્તિવાળો પુરુષ નક્કી ને વધ કરનારે કે કરાવના હોય, જીવને વધ કરવામાં પાપ છે જ, પાપ કરનાર જરૂર દુર્ગતિમાં જાય, જે પુરુષ જિહાના સ્વાદ ખાતર જીવને મારીને માંસ ખાય છે, તે હજારે દુઃખથી પૂર્ણ ભયંકરે નરકમાં આમ-તેમ આથડ્યા કરે છે, જેઓ તે નરકમાં ઉત્પન્ન થાય છે, તે જીંદગી સુધી નિરંતર અત્યંત વેદના ભગવે છે, છેદાય છે, કરવત અને અસિપત્રના યંત્રમાં ભેદાયા કરે છે. મુનિવરે કહેલાં ભયંપૂર્ણ દુઃખવાળાં વચન સાંભળીને પ્રસન્ન હદયવાળો સદાસ શ્રાવક થયે. ત્યાર પછી મહાપુરમાં પુત્ર-રહિત રાજા મૃત્યુ પામ્ય, એટલે રાજ્યને વારસદાર બીજો કોઈ ન હોવાથી હાથીની ખાંધ પર આરૂઢ થએલો સોદાસ નગરમાં આવ્યો અને રાજ્ય પર આરૂઢ થયે. હવે તે સદાસે પોતાના પુત્ર પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે-“જલદી મને પ્રણામ કર.” તેણે પણ દૂતને કહ્યું કે, “હું તેને પ્રણામ નહીં કરીશ.’ પુત્રે કહેવરાવેલ દ્વતનું વચન સાંભળીને સમગ્ર સૈન્ય સાથે સોદાસ યુદ્ધ કરવા માટે નીકળ્યો. બંદીજને વડે જયકાર શબ્દની ઉઘોષણા કરાતે તેના દેશની નજીકમાં આવી પહોંચ્યો. ચતુરંગ સેના-સહિત સિંહરથ રાજા પણ નીકળીને ત્યાં આવ્યું અને બંનેનું સામસામું ભયંકર યુદ્ધ જામ્યું. યુદ્ધમાં પુત્રને જિતને, ત્યાર પછી તેને અતિગુણ-સમૃદ્ધ રાજ્ય આપીને સોદાસે દીક્ષા અંગીકાર કરી. અને તે બાર પ્રકારના ભેદવાળા તપની આરાધના કરવા લાગ્યા. - સિંહરથ રાજાને પુત્ર બ્રહ્મરથ રાજા થયો. તેને પણ ચતુર્મુખ, હેમરથ, યશરથ, પદ્મરથ, શશિરથ, રવિરથ, માધાતા, રાજા ઉદયરથ, નરવૃષભ, વીર સુષેણ તથા પ્રતિવચન ક્રમશઃ રાજાઓ થયાંત્યાર પછી કમલબધુ, રવિશત્રુ, વસન્તતિલક, રાજા કુબેરદત્ત, કુન્થ, સરથ, વિરથ, નિર્દોષ, મૃગારિદમન, હિરણ્યનાભ, પંજસ્થલ, કકુથ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org