________________
[૨૨] સુકેશલનું માહાસ્ય અને દશરથનો જન્મ
: ૧૫૯ :
રાજાઓ સાથે યુદ્ધ કરવા લાગી. નિર્દય પ્રહારથી ઘવાએલી હોવા છતાં પણ યુદ્ધમાં સિંહિકાએ શત્રુને હણીને પિતાના પ્રતાપથી ઉક્ત મતિવાળી તેણે સાકેતપુરીનું રક્ષણ કર્યું. નઘુષ રાજા પણ ઉત્તરદિશાના દેશને વશ કરીને પોતાની નગરીમાં આવ્યું; સિંહિકારાણનું પરાક્રમ સાંભળીને રેષાયમાન થયે. કહ્યું કે, “અહો ! લજજા વગરની છે, અખંડિત શીલ અને પરપુરુષમાં મન ન કરનારી કુલવધૂ માટે આ કાર્ય યોગ્ય નથી. આવા પ્રકારનું દોષારોપણ કરીને તે મહાદેવને રાજાએ તિરસ્કાર કર્યો.
હવે કેક સમયે નઘુષરાજાને શરીરમાં જવર ઉત્પન્ન થયે. વૈદ્ય દ્વારા કરાએલાં ઔષધો તેમજ મંત્રાદિક દ્વારા પણ આ મહાન દાહજવર શાન્ત ન થયે અને વધારે વધારે વેદના આપવા લાગ્યું. આવા પ્રકારના નરાધિપને જાણીને શેકથી પરિગ્રહિત મનવાળી સિંહિકા મહાદેવી તેની પાસે આવીને સર્વજન-સમક્ષ હાથમાં જળ લઈને કહેવા લાગી કે, “મારા પતિને છોડીને જે મારા હૃદયમાં બીજા કેઈને પણ મેં માન્યા નથી, આ વાત સત્ય હોય, તો હાથથી મૂકેલા આ જળથી મહારાજાને દાહજવર શાન્ત થાઓ-એમ કહીને તે જળથી રાજાને સિં-એટલે રાજાની જવવેદના શાન્ત થઈ. સર્વ ગાત્રો જેના સિંચનથી શાન્ત થયાં છે, તેવા રાજાને જોઈને લોકો આનંદ પામ્યા. તેના શીલની પ્રશંસા કરતા “અહો ! શીલનો પ્રભાવ બહુ સારે છે.” એમ લોક બોલવા લાગ્યા. દેવોએ અત્યંત સુગન્ધ અને સુગધીવાળાં પુષ્પોની વૃષ્ટિ કરી. પત્નીના શીલને પ્રભાવ જાણીને રાજા પણ વિશેષ તુષ્ટ થા. પિતાના પદ પર સિંહિકા મહાદેવીને સ્થાપન કરીને રાજા લાંબા કાળ સુધી ભોગો ભેગવીને વૈરાગ્ય-પરાયણ થયા. સિંહિકાના પુત્ર સોદાસને રાજ્ય પર સ્થાપન કરીને, પરિગ્રહ-આરંભને ત્યાગ કરીને નરવૃષભ નઘુષે દીક્ષા અંગીકાર કરી.
તે કાળમાં હંમેશાં સોદાસ રાજાના કુલ અને વંશમાં કઈ પણ આઠ દિવસ સુધી માંસભક્ષણ કરતા ન હતા, પરંતુ કર્મના ઉદયથી તે રાજા તે દિવસોમાં પણ માંસભક્ષણ કરતો હતો. રઈયાને આજ્ઞા કરી કે, મારા માટે જલદી માંસ લાવ.” તે સમયે જિનેશ્વરનો અાફ્રિકા-મહોત્સવ પ્રવર્તતે હોવાથી આઠ દિવસની અમારિ પ્રવર્તતી હતી, માંસપ્રાપ્તિ ન થવાથી તેણે મનુષ્યનું માંસ આપ્યું. મનુષ્ય-માંસ ખાવાની અત્યંત આસક્તિવાળો દરરોજ રસોઈયાની સહાયથી ઘણા બાળકોની હત્યા કરીને બાળકનાં માંસ ખાવા લાગ્યો. આ કારણે પુત્રે રસયાઓ સહિત રાજાને રાજ્યમાંથી હદપાર કર્યો. તે સદાસના ગુણયુક્ત સુવર્ણ સરખી કાન્તિવાળા સિંહરથ નામના પુત્રને તે નગરના રાજ્ય પર સર્વે સુભટોએ સ્થાપન કર્યો. સિંહને જેમ નિયત કાલે માંસને આહાર હોય છે, તેમ આ સદાસને પણ નિયતકાલે માંસને આહાર હતા, તે તે કારણે પૃથ્વીમાં તે સિંહદાસ તરીકે પ્રસિદ્ધિ પામે. દક્ષિણદેશમાં પરિભ્રમણ કરતાં એક શ્વેતામ્બર સાધુને જોયા અને તેને પ્રણામ કર્યા. તેની પાસેથી ધર્મ શ્રવણ કરવા તેમને ધર્મનું સ્વરૂપ પૂછયું. ત્યારે મુનિવરે કહ્યું કે- જિનેશ્વરએ કહેલ ધર્મ સાંભળો-શ્રમણધર્મ માટે અને શ્રાવકધર્મ માને છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org