________________
[૨૧] મુનિસુવ્રત, વજુબાહુ અને કીર્તિધરનું માહાસ્ય-વર્ણન હરિવંશની ઉત્પત્તિ
હે શ્રેણિક! હવે તમે આઠમા રામને સંબન્ધ સાંભળો–તેમના કુલ, વંશ અને જન્મ સર્વ જેવા પ્રકારના હતા, તે હું કહું છું. શ્રી શીતલ જિનેશ્વરના તીર્થમાં કૌશામ્બી નગરીમાં સુમુખ નામનો રાજા હતા. ત્યાં વિરક નામને સાળવી રહેતું હતું, ત્યાંને રાજા તેની પત્ની વનમાલાનું અપહરણ કરીને પતિ સાથે જેમ કામદેવ, તેમ સમૃદ્ધ ભોગ ભોગવવા લાગ્યા. કઈક સમયે રાજા મુનિને નિર્દોષ-પ્રાસુક-અચિત્ત દાન આપીને વિજળી પડવાથી હણો અને તે વનમાલા સહિત મૃત્યુ પામીને હરિવર્ષમાં ઉત્પન્ન થયો. પત્નીના વિયોગથી દુઃખ પામેલ વીરક પટ્ટિલમુનિ પાસે દીક્ષા ગ્રહણ કરીને મૃત્યુ પામી દેવ થયો. અવધિજ્ઞાનથી હરિવર્ષ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલા તે યુગલને જાણીને તરત જ તેમને ઉઠાવીને દેવ ચમ્પાનગરીમાં લાવ્યા. હરિવર્ષમાં જન્મેલાને હરણ કરીને અહિં લાવેલ હોવાથી ત્રણ ભુવનમાં હરિરાયા તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેને રૂપસંપન્ન મહાગિરિ નામને પુત્ર ઉત્પન્ન થયા. ક્રમે કરીને તેને પણ હિમગિરિ નામને પુત્ર થયો. વળી પણ વસુગિરિ અને ઈન્દ્રગિરિ ઉત્પન્ન થયા. ત્યાર પછી રત્નમાલા નામનો રાજા થયો. ત્યાર પછી સંભૂત નામને રાજા, તેના પછી ભૂતદેવ થયા. મનુષ્યમાં વૃષભ સમાન ઉત્તમ મહીધર રાજા પણ થ.-આ પ્રમાણે હરિવંશમાં અનેક રાજાઓ કમસર થયા. તેને ઘણો લાંબા કાળ પસાર થયે. મુનિસુવતજિન-ચરિત્ર
તે જ હરિવંશમાં સુમિત્ર નામના રાજા થયા અને તે કુશાગ્રનગરને ભગવટો કરતા હતા. તેને પદ્માવતી નામની રાણી હતી, કેઈક રાત્રિએ જ્યારે સુખપૂર્વક સુતેલી હતી, ત્યારે તે કલ્યાણી રાણીએ છેલ્લા પહેરમાં પ્રશસ્ત યોગ સહિત ચૌદ સ્વપ્ન જોયાં. કયાં ? (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) અભિષેક, (૫) માલા, (૬) ચન્દ્ર, (૭) સૂર્ય, (૮) વજ, (૯) કુભ, (૧૦) પવસરેવર, (૧૧) સાગર, (૧૨) વિમાન-ભવન, (૧૩) રત્નરાશિ. (૧૪) નિધૂમ અગ્નિ. કમલ સરખા સુન્દર મુખવાળી રાણીએ જાગીને ચૌદે સ્વને પોતાના પતિને કહ્યાં. પતિએ પણ પ્રત્યુત્તર આપ્યો કે, તને પુત્ર થશે, તે જિનેશ્વર ભગવંત થશે. જેટલામાં આ વાર્તાલાપ થઈ રહેલે હતો, તેટલામાં એકદમ આકાશથી દશે દિશાઓને પ્રકાશિત કરતી રત્નસૃષ્ટિ પડી. ધનદ થશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org