________________
[૨૦] તીર્થકરે, ચક્રવર્તીએ, બલદે, વાસુદેવ આદિનું કીર્તન : ૧૪૯ : ફરી પણ પોતનપુર દેવનગરની ઉપમા સરખા આ સર્વે નગર પૂર્વભવમાં વાસુદેવનાં હતાં. (૧) પહેલા વિશ્વભૂતિ, પછી (૨) પર્વતક, પછી (૩) ધનમિત્ર, તેના પછી (૪) સાગરદત્ત, (૫) વિકટ, (૬) પ્રિયમિત્ર, (૭) લલિતમિત્ર, તથા (૮) પુનર્વસુ અને નવમાં (૯) ગંગદત્ત નામના મુનિઓ પૂર્વભવમાં હતા. આ સર્વે પૂર્વભવમાં નિયાણું કરીને વાસુદેવ થયા છે. (૧) પહેલા વાસુદેવને ગાયે પટકી પાડ્યા પછી, યુદ્ધ, ધૂિત',] સ્ત્રીના અપહરણને કારણે, ઉદ્યાન-અરણ્યમાં મરણ, વનકીડા, અતિશય વિષયાસક્તિ, વિગ અને અત્યંત વિરૂપતા આ સર્વે વાસુદેવને પૂર્વભવમાં નિયાણું કરવાનાં નિમિત્ત બન્યાં હતાં. માટે નિયાણાવાળું તપ ક્ષણવાર પણ અજ્ઞાનભાવથી ન કરશો. નિયાણું એ સંસારને વધારનારું અને સર્વ દુઃખનું મૂલકારણ છે.
સંભૂત, સંભવ, સુદર્શન, શ્રેયાંસ, અતિભૂતિ, વસુભૂતિ, ઘોષસેન ઋષિ, તેના પછી ઉદધિ અને દુમસેન–આ મુનિવરો વાસુદેવના પૂર્વભવમાં કમસર ગુરુઓ હતા.
મહાશુક ક૯૫, પ્રાણત કલ્પ, અશ્રુત, સહસાર, સૌધર્મ, મહેન્દ્ર, સૌધર્મ, સનકુમાર કલ્પ અને મહાશુક્ર નામના દેવલોકથી ચ્યવીને વાસુદેવપણે ઉત્પન્ન થયા.
પિતનપુર, વારિપુર, મહાપુર, શાન્તિ નામક નગર, ચક્રપુર, કુશાગ્ર, મિથિલા, સાકેત, મથુરા આ નગરોમાં બલસમૃદ્ધ વાસુદેવ ઉત્પન્ન થયા. - હવે તે સર્વના પિતાઓનાં ક્રમસરે નામો કહીશ. પ્રથમ પ્રજાપતિ, ત્યાર પછી. બ્રહ્મભૂતિ, રુદ્ર, સેમ, શિવંકર, સમશુદ્ધ, અગ્નિદાન, દશરથ રાજા અને વસુદેવ રાજા. આ અનુક્રમે સર્વ વાસુદેવના પિતાઓ હતા. - હવે તેમની માતાઓ ક્રમસર કહીશ-પ્રથમ મૃગાવતી, ત્યાર પછી માધવી,. પૃથિવી, સીતા, અબિકા, લક્ષ્મી, કેશી, કેકેયી અને દેવકી.
હવે વાસુદેવની મુખ્ય પત્નીઓનાં નામો ક્રમસર કહું, તે સાંભળો. પ્રથમ સ્વયંપ્રભા, પછી રુકિમણી, પ્રભવા, મનોરમા, સુત્રા, વિમલસુન્દરી, નન્દવતી, પ્રભાવતી અને રુકિમણી ગુણ-રૂપ-યૌવનને ધારણ કરનારી–આ સર્વે વાસુદેવની પટ્ટરાણીઓ હતી. બલદેવો અને તેના સંબન્ધવાળાં વિવિધ સ્થાનકે
પ્રથમ નગરી તમેઘ સમાન પુંડરીકિણી કહેલી છે. ત્યાર પછી પૃથિવી, આનપુરી, નંદપુરી જાણવી. તે પછી અશેકા નગરી, તેના પછી સુન્દર વિજયપુર, સુસીમા ક્ષેમા, અને નાગપુર પૂર્વગતભવમાં બલરામની આ નગરીઓ હતી. સુબલ, પવનવેગ, નન્દિમિત્ર, મહાબેલ, પુરુષવૃષભ, સુદર્શન, વસુન્ધર શ્રમણ, શ્રીચન્દ્ર અને છેલ્લા શંખ - બલદેવોનાં પૂર્વજન્મનાં આ નામ હતાં. અનગાર નામના મુનિવૃષભ, ત્યાર પછી શ્રમ
૧ મૂલમાં છૂત શબ્દ નથી, નવની ગણતરી પૂર્ણ કરવા માટે બીજા ચરિત્રના આધારે મૂલમાં ધૂત શબ્દ ગોઠવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org