________________
: ૧૪૮ :
પઉમચરિય–પદ્મચરિત્ર
કાસ્પિલ્યમાં હરિકેતુ રાજાની વપ્રા રાણીથી હરિપેણ નામના પૃથ્વીમાં પ્રસિદ્ધ ચકવર્તી થયા. આખી પૃથ્વીને જિનચેથી વિભૂષિત કરીને દીક્ષા અંગીકાર કરી, મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં સર્વકર્મથી મુક્ત થઈ સિદ્ધિ પામ્યા.
રાજપુર નગરમાં અમિતપ્રભ રાજાએ સુધર્મા નામના મુનિનું શિષ્યપણું અંગીકાર કર્યું. તપ અને સંયમના ગુણથી બ્રહ્મદેવલોક મેળવ્યો. ત્યાંથી ચવીને રાયપુરમાં યશોમતી દેવીને શૂરવીર પુત્ર થયે, જેનું નામ જયસેન હતું. સમગ્ર ભરતાધિપ ચક્રવર્તી થયા. વૈરાગ્યભાવ થવાથી જિનપદિષ્ટ દીક્ષા અંગીકાર કરીને આઠ કર્મને ક્ષય કરીને નમિનાથ અને નેમિનાથ જિનેશ્વરના અંતરમાં સિદ્ધિ પામ્યા.
વારાણસી નગરીમાં ત્રિલિંગમુનિ પાસે સદ્ભૂતે પ્રત્રજ્યા અંગીકાર કરી. તે બારે પ્રકારનું તપ કરવા લાગ્યા. સમાધિપૂર્વક મૃત્યુ પામીને કમલગુભ નામના વિમાનમાં સુન્દર બાજુબન્ધ અને કુંડલાદિ આભૂષણથી અલંકૃત દેહવાળા ઉત્તમ દેવ થયા. ત્યાં ઉત્તમ વિમાનમાં દેવાંગનાઓની સાથે મહાઋદ્ધિવાળા તે હદયને આનન્દ આપનાર ઉત્તમ ગુણસમૂહ યુક્ત વિષયસુખ ભેગવવા લાગ્યા. વિમાનમાંથી ચ્યવને કાસ્પિલ્યપુર નગરમાં બ્રહ્મરથ રાજાની પત્ની પુષ્પચૂલાથી જન્મેલા બ્રહ્મદત્ત પુત્ર થયા. ભરતક્ષેત્રમાં છ ખંડનું સામ્રાજ્ય ભોગવીને વૈરાગ્યરહિત મરીને તે નેમિનાથ અને પાર્શ્વનાથના સમય વચ્ચે સાતમી નરક પૃથ્વીમાં પહોંચ્યા. હે શ્રેણિક! ભારતના અધિપતિ આ બાર ચક્રવર્તીઓ મેં તમને કહ્યા. પુણ્યનું પ્રત્યક્ષ ફલ લોક પ્રાપ્ત કરે છે. પુય-પાપફલ
પર્વતના શિખર સરખા ઉંચા ભવનમાં હંમેશાં સુખી મનુ વાસ કરે છે, તે સર્વ ધર્મવૃક્ષનું ફળ લોકમાં પ્રગટ છે. સેંકડો ઉંદર વગેરેના દરરૂપ છિદ્રોવાળા, ધનધાન્યથી રહિત ઘરમાં જે પુરુષે વાસ કરે છે, તે પાપવૃક્ષનું ફલ જાણવું. વીંજાતા ચામથી શેભાયમાન વિવિધ પ્રકારના અશ્વો અને હાથીઓ ઉપર આરૂઢ થઈને જે રાજાઓ જાય છે, તે ધર્મ વૃક્ષનું ફલ સમજવું. ભૂખ અને તરસથી ખેદ પામતા, ઠંડી અને તાપથી પરેશાની ભોગવી રહેલા શરીરવાળા પગથી દુઃખેથી ચાલતા જાય, તે સર્વ પાપવૃક્ષનું ફલ સમજવું. સુવર્ણના ભાજનમાં જે નરેન્દ્રો ઉત્તમ પ્રકારના અઢાર ગુણયુક્ત ભેજનું ભજન કરે છે, તે સર્વ પુણ્યવૃક્ષનું ફલ છે. ઘી, દૂધ, દર્દી, આદિના રસરહિત ભજન, ભાંગેલા ઘડાના ઠીબડામાં કે થાળીમાં પીરસેલું કુભોજન જે ભક્ષણ કરે છે, તે પાપવૃક્ષનું ફલ સમજવું. તીર્થકરે, ચકવર્તીએ, બલદે, વાસુદે વગેરે જે મહાપુરુષે થાય છે, તે ધર્મવૃક્ષનું ફળ છે. ધર્મ અને અધર્મ રૂપવૃક્ષનાં ફળે સંક્ષેપથી વર્ણવ્યાં. હે શ્રેણિક ! હવે બલદેવો અને વાસુદેવના જન્મ કહું છું, તે સાંભળો– વાસુદેવ અને તેના સંબન્ધવાળાં સ્થાનકે.
" નાગપુર, સાકેત, શ્રાવસ્તી, કૌશામ્બી, તથા પિતનપુર, સિંહપુર, શૈલપુર, કૌશામ્બી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org