________________
૧૫૪ :
પઉમચરિય–પદ્મચરિત્ર
જણાવ્યું કે, “હું તમારો સહાયક થઇશ.” વિવાહનાં આભૂષણથી વિભૂષિત એવો તે ઉત્તમહાથી ઉપરથી નીચે ઉતર્યો અને પર્વત ઉપર આરહણ કરીને પ્રયત્ન પૂર્વક મુનિને પ્રણામ કર્યા. પછી મુનિને નમન કરીને સુખાસન પર બેઠેલા, માન અને રાગથી રહિત મુનિને પૂછ્યું કે, “સંસારની સ્થિતિ, જીવને બંધ અને મોક્ષ કેમ થાય છે ? તેનું સ્વરૂપ સમજાવે.” પછી મુનિવરે કહ્યું કેસંસાર, બંધ અને મોક્ષનું સ્વરૂપ
આઠ કર્મોથી જકડાયેલ છવ દુઃખ અનુભવતે લાંબા સંસારમાં આમ-તેમ આથડ્યા કરે છે. કર્મોને ઉપશમ થવાથી જ્યારે ઉત્તમ મનુષ્યભવ પ્રાપ્ત થયો હોય, ત્યારે પણ બંધુજનોથી અંતરાય પામેલો અને વિષયમાં મૂઢ બનેલો તે ધર્મ કરતો નથી. જિનેશ્વરએ ધર્મના બે પ્રકારે કહેલા છે. એક ગૃહસ્થધમ તે સાગાર અને બીજે મુનિધમ તે નિરાગાર. શ્રાવકધર્મનું સેવન કરીને કૃતાર્થ થએલ, અન્ત સમયે સમાધિપૂર્વક કાલ કરે, તે સૌધર્માદિક બાર દેવલોકમાં ઉત્તમ દેવ થાય છે. ત્યાર પછી મનુષ્યપણામાં, ફરી ત્યાંથી દેવપણામાં એમ સાત ભવ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તેમાં સંદેહ નથી. હવે જે તે જિનેશ્વરએ કહેલ એવી દીક્ષા પરમશ્રદ્ધાથી ગ્રહણ કરે, તો કમલનો સર્વથા નાશ કરી નિષ્કલંક બની અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મુનિવરે કહેલું સાંભળીને નાશ પામેલા મેહવાળા રાજકુમારે હદયથી દીક્ષા ગ્રહણ કરવાને અત્યંત દઢ ઉલ્લાસ કર્યો. “એક જન્મમાં શ્રમણધર્મનાં કો સહન કરીને આઠકર્મરૂપી વૃક્ષના વનને તપ રૂપી કુહાડાના ઘાથી છેદી નાખીશ.” મુનિ પાસે રહેલા વિરકત ભાવવાળા વાજબાહુને દેખીને નવવધૂની સાથે રહેલી બીજી સુન્દરીઓ રુદનના પ્રલાપ કરવા લાગી. ત્યારે ઉદયસુંદર ગગદ કંઠથી વિનંતિ કરવા લાગ્યું કે, “હે મહાયશવાળા ! મેં તે માત્ર મશ્કરીમાં આમ કહેલ હતું, આ વ્યવસાય ન કરશે.” ત્યારે વજાબાહુએ કહ્યું કે, પરિહાસ કરતાં પણ પીવાઈ ગએલ સુંદર ઔષધ શું શરીરની વેદના દૂર કરતું નથી ? અને તેનું સુંદર પરિણામ અનુભવાતું નથી ?” વજુબાહએ એ શ્રેષ્ઠ મુનિને ભાવપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે-“તમારા પ્રસાદથી હું પ્રવ્રયા અંગીકાર કરવા ઈચ્છા રાખું છું. તેને ભાવ જાણીને ગુણસાગર સાધુએ તેને કહ્યું કે-“તમને ધર્મમાં નિર્વિધ્રતા , વિપુલ તપ અને સંયમ પ્રાપ્ત કરો.” . વજુબાહુની દીક્ષા
ઉદયસુન્દર આદિ છવ્વીશ કુમાર સહિત વાજબાહુએ વૈરાગ્ય પામીને ગુણસાગર મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. ભાઈને અત્યંત સ્નેહ તથા પતિના વિયેગ દુઃખના કારણે તે મનોહરાએ પણ ત્યાં મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી. પુત્ર વજબાહુને પ્રજિત થએ સાંભળીને વિજયરાજા કહેવા લાગ્યા કે-“યુવાવસ્થામાં મારો પુત્ર ભોગોથી કેમ વિરક્ત થયે? કે સત્ત્વ વગરને ઈન્દ્રિયોને આધીન, વૃદ્ધાવસ્થાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org