________________
પઉમચરિય-પદ્મચરિત્ર
સાડા ત્રણ કરોડ રત્નાની વૃષ્ટિ દરરોજ કરી એમ પંદર મહિના સુધી દરરોજ સાડા ત્રણ કરોડ રત્ના વરસાવ્યાં. કમલવનમાં નિવાસ કરનારી દેવીઓએ શુદ્ધ કરેલા ગભમાં પુણ્યવંત તે અવતર્યા અને ક્રમે કરીને તેએ જિનવરેન્દ્ર થયા. જન્મતાં જ દેવા તેમને મેરુપર્યંત ઉપર લઈ ગયા, જ્યાં ઈન્દ્રાદિકાએ ક્ષીરસમુદ્રના જળથી વિધિપૂર્વક અભિજેકેા કર્યાં. અભિષેક કરાએલા ભગવતને સર્વાલંકારથી શૈાભાયમાન શરીરવાળા કર્યા અને ત્યાર પછી સેંકડા સ્તુતિ-મંગલેાથી ઇન્દ્રાદિક દેવે સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ કરીને તેઓ ગયા પછી સેનાપતિ દેવ જિનેન્દ્ર ભગવંતને માતાના ખેાળામાં સ્થાપન કરીને તે પણ દેવલાકમાં પહેાંચી ગયા. ભગવત જ્યારે ગર્ભમાં હતા, ત્યારે રાજ્યમાં માતા સુંદર ત્રતા ધારણ કરનારી થઈ હતી, તે કારણે માતા-પિતાએ જિનેન્દ્રનુ નામ ‘ મુનિસુવ્રત ” પાડ્યું. ક્રમે કરી પ્રભુ વૃદ્ધિ પામ્યા. લાંબા કાળ સુધી રાજ્ય ભાગવીને શરદકાલના મેઘને વિલીન પામતા દેખીને પ્રતિધ પામ્યા. મુનિસુવ્રત જિનેન્દ્ર પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને દેવાથી પિરવરેલા ભગવતે અનેક રાજાએ સાથે દીક્ષા અંગીકાર કરી. છઠ્ઠતપના પારણે રાજગૃહમાં વૃષભદત્ત રાજાએ પરમાત્ર ભાજન પ્રતિલાભીને જિનેન્દ્રને પારણુ ́ કરાવ્યું. જિનેન્દ્રના પ્રભાવથી વૃષભદત્તે પાંચ અતિશા પ્રાપ્ત કર્યા. દેવા અને અસુરાથી નમન કરાતા ચરણવાળા તીર્થંકર ભગવંત પૃથ્વીમાં વિચરવા લાગ્યા. ચંપકવૃક્ષની હેઠે ધ્યાન કરતા ભગવંતને ઘાતી કર્મોનો ક્ષય થવાથી કેવલજ્ઞાન પ્રગટ થયું. સુત્રતે પણ દક્ષ પુત્રને રાજ્ય આપીને પ્રત્રજ્યા અંગીકાર કરી, તપસ્યાનું સેવન કરી, નિર્વાણુ પામી માક્ષે ગયા. તીને પ્રવર્તાવીને મુનિસુવ્રતસ્વામી ભગવત ગણ-પરિવાર-સહિત સમ્મેતશિખર પર્વત ઉપર દુઃખથી રહિત એવા મેક્ષમાં ગયા. જનકરાજાની ઉત્પત્તિ
: ૧૫૨ :
દક્ષરાજાના પ્રથમ પુત્ર ઇલાવન્દ્વન નામના હતા, તેનાથી શ્રીવદ્ધન નામના પુત્ર થા. તેના પુત્ર શ્રીવૃક્ષ હતા, તેનાથી સ`જયન્ત રાજા થયા, તેનાથી ણિમ અને કુર્ણિમથી મહારથ થયા. આ પ્રકારે હરિવંશમાં ઘણા રાજા થયા. એમ ઘણા કાલ પસાર થયા. ત્યારે તેમના વશમાં કેઇક તપ-સયમ કરીને સિદ્ધિ પામ્યા અને બાકી રહેલા ખીજાએ પેાતાના ચેાગને અનુસારે દેવલાકમાં ઉત્પન્ન થયા. આ પ્રમાણે ઘણા માટા કાળ પસાર થયા અને ઘણા રાજાએ થઈ ગયા પછી મિથિલા નગરીમાં રિવંશમાં વાસવકેતુ ઉત્પન્ન થયા. તેને સુન્દર અને ગુણાના કારણે લેાકમાં પ્રસિદ્ધ ઇલા નામની પત્ની હતી. તેના ગર્ભમાં જનક નામને પુત્ર ઉત્પન્ન થયા. હું શ્રેણિક! આ પ્રમાણે સંક્ષેપથી જનકની ઉત્પત્તિ મે તમને જણાવી.
હવે જે વશમાં દશરથ રાજા ઉત્પન્ન થયા છે, તેના વંશ સ`ખન્ધી હકીકત પણ હું કહું છું, તે તમે સાંભળેા. કાલ–સમય વીતી રહેલા છે, ઉદ્યમવંત શ્રમણે! તપ કરી રહેલા છે, વિષયાસક્ત વિલાસીએ વિલાસ કરી રહેલા છે. શુભકર્મ ન કરનાર જીવા શાષાઇ દુઃખ પામી રહેલા છે. આ જીવલેાકમાં જીવેા સુખ-દુઃખને અનુભવ કરે છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org