________________
: ૧૫૦ :
પઉમરિય-પદ્મચરિત્ર
સિંહ, ત્રીજા સુત્રત ઋષિ, વૃષભ તેમજ પ્રજાપાલ, પછી દમધર, સુધર્મ, સાગરાષ અને વિજ્રમાભ-પૂર્વભવમાં ખલદેવાના આ ગુરુ હતા.
ત્રણ બલદેવા અનુત્તરમાંથી, ત્રણ સહસ્રાર દેવલાકથી, એ બ્રહ્મલાકથી, એક દશમા કલ્પથી ચ્યવીને અલદેવા થયા. સવે ખલદેવાએ સયમ-પૂર્વક તપની આરાધના કરી હતી. હે શ્રેણિક ! હવે આ જન્મમાં તેમની માતા હતી, તેમનાં નામેા કહીશભદ્રા, સુભદ્રા, સુદના, સુપ્રભા, વિજયા, વૈજયન્તી, શીલા, અપરાજિતા, સને અંતે પરમ રૂપ ધારણ કરનારી રાહિણી કહેલી છે.આ સવે આ જન્મમાં ખલદેવાની માતાએ હતી.
શ્રેયાંસ આદિ જિનેશ્વરને ત્રિપૃષ્ઠ આદિ પાંચ કેશવ વન્દન કરતા હતા, અર્થાત્ તેમના સમયમાં આ પાંચ થયા હતા. શ્રીઅરનાથ અને મલ્લિનાથના વચલા સમયમાં પુરુષવર–પુંડરીક વાસુદેવ થયા. મલ્લિ અને મુનિસુવ્રત સ્વામીના આંતરાના સમયમાં દત્ત વાસુદેવ થયા. શ્રીમુનિસુવ્રત સ્વામી અને શ્રીનમનાથના આંતરામાં કેશી વાસુદેવ થયા. અલસમ્પન્ન અન્તિમ કૃષ્ણ વાસુદેવે અરિષ્ટોમ પ્રભુને વંદના કરી હતી.
હવે પ્રતિવાસુદેવાનાં સર્વ નગરોનાં નામેા કહું છું. અલકાપુરી, વિજયપુર, નન્દનનગર, પૃથ્વીપુર, હિરપુર, સૂરપુર, સિંહપુર, લંકાપુરી અને રાજગૃહ. હે શ્રેણિક ! આ પ્રતિવાસુદેવાનાં નગરો છે. (૧) અશ્વત્રીવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુકેટલ, (૫) નિશુમ્ભ, (!) અલિ, (૭) પ્રહ્લાદ, (૮) રાવણ અને (૯) નવમા જરાસન્ધ-આ ભારત વર્ષમાં આ પ્રતિવાસુદેવે ક્રમશઃ વાસુદેવના શત્રુઓ હતા.
પ્રથમ સુવર્ણ કુંભ, પછી કીર્તિધર, સુધર્મા, હરિણાંકુશ, કીર્તિ, સુમિત્ર, ભુવનશાલ, સુવ્રત અને છેલ્લા સિદ્ધાર્થ --આ સર્વે આ ભવમાં ખલદેવના ગુરુઓ હતા. આરે બલદેવા અચલ અને અનુત્તર એવી મેાક્ષગતિ પામ્યા છે. પહેલા એક જ અલદેવ બ્રાલેાકમાં ઉત્પન્ન થયા છે.
—આ પ્રકારે વ્યાધિરૂપી લતાએથી આલિંગિત, કર્માંરૂપી સમગ્ર વિશાલ મહાવનને ધ્યાનરૂપી મહાઅગ્નિથી ખાળી ભસ્મ કરીને અહીંથી જે કાઇ માક્ષે ગયા, વળી બીજ કેટલાક ઘેાડા ભવ સુધીનું કર્મ-કાલુષ્ય બાકી રહેવાથી દેવલાકમાં રહેલા છે.-આ પ્રમાણે ધર્મના ફૂલથી ભવ્યજન હંમેશાં સુખવાળા સ્થાનમાં નિવાસ કરનારા અને વિમલ બુદ્ધિવાળા થાય છે. (૨૦૮)
4
પદ્મચરિત વિષે તીર્થંકરાદિના ભવ વગેરેના કીન’સ્વરૂપ વીશમ ઉદ્દેશના આગમાદ્ધારક આચાર્ય શ્રીઆનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આચાય શ્રીહેમસાગરસૂરિએ ગૂજ રાનુવાદ પૂર્ણ કર્યો. [૨૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org